________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેબર્નેકલ : એ ઉજાણીઓનો ઉત્સવ છે. આ ઉત્સવમાં લોકો બહાર રાવટીમાં જઈ રહે છે અને ઉજાણીઓ કરે છે.
ઈ.પૂ. ૧૦૨૫ના અરસામાં યહૂદીઓએ સાઉલ નામના અધિકારીને રાજા બનાવ્યા. એ સંયુક્ત યહૂદી રાજ્યના પહેલા રાજા છે. એના ઉત્તરાધિકારી દાઉદે (ડેવિડે) યહૂદી સત્તાને સંગઠિત તથા સુર્દઢ કરી યહૂદી રાજ્ય વિસ્તાર્યું ને એમાં શાંતિ તથા સલામતી સ્થાપી. એણે પોતાની રાજધાની જેરૂસલેમ રાખી. ત્યાં પ્રથમ મંદિર બંધાયું. એના પુત્ર સૉલોમને (લગભગ ઈ.પૂ. ૯૭૫-૯૩૫) યહૂદી રાજ્યનો વેપાર વિકસાવ્યો, રાજકોશની સમૃદ્ધિ પણ વધી. પણ એણે એ પોતાના ભોગવિલાસમાં ખર્ચી ને પ્રજા ભારે કરવેરાથી પિડાતી રહી.॰ એ સમયે ઉત્તરના કબીલા પ્રગતિશીલ વિચારો ધરાવતા ને અન્ય સંસ્કૃતિઓનો સંપર્ક ધરાવતા, જ્યારે દક્ષિણના કબીલા રૂઢિચુસ્ત રહી પુરાણી રહેણી-કરણીને વળગી રહેતાં. ઉત્તરના દસ કબીલાઓએ સૉલોમના ઉત્તરાધિકારી રેહોલૉમ સામે વિદ્રોહ કર્યો ને ઇસરાએલમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું; જૂના રાજ્યવંશની સત્તા જુડાહમાં સીમિત રહી. આમ યહૂદી રાજ્ય ઇસરાએલ અને જુડાહ એવા બે રાજ્યોમાં વિભક્ત થયું. ઈ.પૂ. ૭૨૨માં એસિરિયનોએ ઇસરાએલ જીતી ત્યાંના યહૂદીઓને પોતાના સામ્રાજ્યમાં અહીં તહીં વસાવી દીધા, જ્યાં તેઓ સમય જતાં ત્યાંની જાતિઓમાં વિલીન થઈ ગયા. જુડા રાજ્ય એકાદ શતક ટકી રહ્યું, પણ ઈ.પૂ. ૫૮૬માં ખાલ્ફિયનોએ જુડાહ જીતી લીધું. જેરૂસલેમને લૂંટ્યું અને બાળ્યું, તેમજ ત્યાંના યહૂદી મંદિરોનો નાશ કર્યો ને ત્યાંના લોકોને કેદી તરીકે બૅબિલોન લઈ ગયા. પચાસેક વર્ષ બાદ ઈ.પૂ. ૫૩૯માં ઈરાનના હખામની સમ્રાટ કુરુષે (સાયરસે) બેબિલોન જીતી લીધું ને પછી ત્યાંના યહૂદીઓને જુડાહ પાછા જવાની અને જેરૂસલેમમાં નવું મંદિર બાંધવાની છૂટ આપી. આ બીજું મંદિર નાના પાયા પર બંધાયું. આ છૂટનો લાભ થોડા યહૂદીઓએ લીધો ને તેઓએ ત્યાં નાનું યહૂદી રાજ્ય સ્થાપ્યું.
ઇ.પૂ. ૩૨૨માં મહાન સિકંદરે ઈરાની સામ્રાજ્યની સાથે આ રાજ્યને જીતી લીધું, તેના મૃત્યુ બાદ ત્યાં ઇજિપ્તના ટૉલેમી વંશની રાજસત્તા પ્રવર્તી. સીરિયાના સેલુકવંશી રાજા અંતિયોક ૪થાએ આ દેશ પર સત્તા પ્રસારી, જેરૂસલેમના યહૂદી મંદિરમાં ગ્રીક દેવ જ્યૂસની મૂર્તિ સ્થપાવી. ઈ.પૂ. ૧૬૭ માં યહૂદાની આગેવાની નીચે મકાબીએ જેરૂસલેમને વિદેશી શાસનમાંથી મુક્ત કરી ત્યાં યહૂદીઓનું સ્વતંત્ર રાજય સ્થાપ્યું.
ઈ.પૂ. ૬૩માં ત્યાં મળી રોમનોની સત્તા પ્રવર્તી. રોમન સમ્રાટ હેરોદે યહૂદીઓના બીજા મંદિરનું નવનિર્માણ કર્યું (ઈ.પૂ. ૨૬). એની એક દીવાલ હજી જેરૂસલેમમાં છે. પછી થોડાં વર્ષમાં ઈસુનો જન્મ થયો. રોમન શાસકોના ભારે કરવેરાથી પિડાતી જુડાની પ્રજાએ ઈ.સ. ૬૬ માં એ શાસન સામે બંડ કર્યું. ઘણા યહૂદીઓ હણાયા, કેદ થયા કે હાંકી કઢાયા. ઈ.સ. ૭૦ માં જેરૂસાલેમ કબજે કરી રૉમનોએ ત્યાંના બીજા યહૂદી મંદિરનોય નાશ કર્યો. પછી જેરૂસલેમને જમીનદોસ્ત કરી દીધું ને જુડાહને પૅલેસ્ટાઈનમાં વિલીન કરી દીધું. નિરાધાર યહૂદીઓ યુરોપના દેશોમાં ખેરિવખેર થઈ ગયા ને છતાં તેઓએ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી.
રોમન શહેનશાહ દ્રિ અને યહૂદીઓને જેરૂસાલેમમાંથી હાંકી કાઢવા, જેરૂસાલેમનું નામ બદલી ત્યાંના યહૂદી મંદિરના સ્થળે રોમન દેવ જ્યુપીટરનું મંદિર બાંધ્યું ને જુડિયાને ‘સીરિયા-પેલેસ્ટિના’ નામ આપ્યું. યહૂદીઓ દેશ તજી વિદેશોમાં ખેરવિખેર થઈ ગયા. એમાંના ઘણા રશિયામાં જઈ વસ્યા. બીજા યુરોપના દેશો, મિસર, ભારત તથા અમેરિકા અને ચીનમાં પણ રહ્યા. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન, જર્મની, રશિયા, પોલૅન્ડ વગેરે દેશોમાં તેઓએ ઘણી સતામણી વેઠી. રોમન સામ્રાજ્યે ઈ.સ. ૩૧૩ માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ને જેરૂસલેમ ખ્રિસ્તી ધર્મનું મહાકેન્દ્ર બન્યું, પણ યહૂદીઓ તો પરાધીન જ રહ્યા. બાઈઝેન્ટાઈન શહેનશાહોના સમયમાં પણ તેઓની આ દશા ચાલુ રહી.
11
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૭૭
For Private and Personal Use Only