________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલાવ્યા ધૂતની છલનાથી મેં તેમને લાંબા વનવાસે મોકલ્યા. ગાંધારી ! મહારાજ. પાંડવો વનમાં જશે, પાછા વળ્યા વળશે નહિ.. હવે આ રાજય તમારું એકલાનું
છે. આ ઘડીએ તમારા પુત્રનો ત્યાગ કરો.. હું તમને પૂછું છું, જો તમારો કોઈ પ્રજાજન સતી
અબળાને પારકા ઘરમાંથી ઘસડી લાવીને તેનું વિના દોષે અપમાન કરે, તો તમે શી સજા કરશો? ધૃતરાષ્ટ્ર : દેશવટાની. ગાંધારી : તો આજે બધી સ્ત્રીઓ વતી હું રાજાને ચરણે ન્યાયની માગણી કરું છું... પુત્ર દુર્યોધન અપરાધી
છે, આપ પોતે એના સાક્ષી છો,... મેં તો માન્યું હતું કે મારા ગર્ભમાં વીર પુત્રો જન્મ્યા છે. હાય નાથ, તે દિવસે જ્યારે અનાથ પાંચાલીના આર્ત કંઠ સ્વરે પ્રાસાદની ભીંતોને ભિજાવી નાખી, ત્યારે મેં બારીએ દોડી જઈને જોયું, તો તેનાં વસ્ત્ર ખેંચીને સભામાં ગાંધારીના પુત્ર-પિશાચો ખડખડ હસતા હતા. મહારાજ, સાંભળો આટલી વિનંતી. જનનીની લાજ દૂર કરો.... દુર્યોધનનો
ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સુંદરી, એ તમારી વાણીના મોહપાશને હું તોડી શકતો નથી.... હું તેને નહિ ત્યજી શકું !... બનવાનું હતું તે બની ગયું. જે પરિણામ આવવાનું હશે તે આવશે. (જાય છે.)
(દુર્યોધનની મહારાણી ભાનુમતીનો પ્રવેશ) ભાનુમતી : (દાસીઓને) માલ્યવત્ર અલંકાર માથે ઉપાડી લો. ગાંધારી : પૌરવ ભવનમાં આજે શાનો મહોત્સવ છે? નવાં વસ્ત્રો અને અલંકારો સજીને ક્યાં જાય છે,
વહુ? ભાનુમતી : શત્રુ-પરાભવની મંગળ ઘડી આવી પહોંચી છે. ગાંધારી : ...નવા અલંકાર ક્યાંથી આણ્યા, કલ્યાણી ? ભાનુમતી પોતાના ભુજબળથી વસુમતીને જીતીને પાંચાલીના પાંચ પતિઓએ તેને જે બધાં રત્નો માટે
અલંકારો આપ્યાં હતાં, તે રત્નોનાં આભૂષણોથી મને શણગારીને તેને વનમાં જવું પડ્યું. ગાંધારી : અરે મૂઢ, ... તે રત્નો લઈને તું આટલો અહંકાર કરે છે ?... ભાનુમતી માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ... કદી જય, કદી પરાજય. ગાંધારી : બેટા... આજે આનંદનો દિવસ નથી. સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ
કરીશ નહિ.... કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર.... અગ્નિગૃહમાંથી, પુરોહિતને બોલાવ.
(ભાનુમતી જાય છે.) (દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ) યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા. ગાંધારી : ..હે વત્સ, સૌભાગ્યનો દિનમણિ દુઃખરાત્રિનું અવસાન થતાં બમણો ઉજ્જવળ થઈને ઊગ્યો..
તમારો દેશવટો સદા નિર્ભય હો... પુત્રથી યે વધુ એવા હે પુત્રો, મારા પુત્રે જે કંઈ અપરાધ કર્યા છે તે બધા મારા આશીર્વાદથી ફોક થઈ જાઓ.
(દ્રૌપદીને આલિંગન કરીને) ધૂળમાં રોળાયેલી સુવર્ણલતા, ઓ મારી દીકરી, એક વાર માથું ઊંચું કર, મારા બોલ સાંભળ... જા, બેટા, પતિ સાથે અમલિન મુખે રહી અરણ્યને સ્વર્ગ બનાવજે, દુઃખને સુખમાં પલટી નાખજે....
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૬૬
For Private and Personal Use Only