________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્યોધન : લોકધર્મ અને રાજધર્મ એક નથી. .... રાજધર્મમાં ભ્રાતૃધર્મ કે બંધુધર્મ નથી હોતા, કેવળ જયધર્મ
જ હોય છે. ધૃતરાષ્ટ્ર : કપટ ધૂતથી જીતીને તું તેને જય કહે છે ? દુર્યોધન : પિતા, જેનું જે બળ તે તેનું અa... યુદ્ધનું તો એક માત્ર લક્ષ્મ જયલાભ હોય છે. પિતા, આજે
હું જયી થયો છું. દુર્યોધન : નિંદાથી હવે હું ડરતો નથી... દુર્યોધન પાપી છે’, ‘દુર્યોધન દૂર છે’, ‘દુર્યોધન હીન છે' એવું
એવું આટલા દિવસ મૂંગે મોઢે બહુ સાંભળ્યું.... અને બધા લોકો પાસે હું કહેવડાવીશ કે “દુર્યોધન રાજા છે'.
... મારા નિંદકોએ તમને સદા પાંડવોના ગુણગાન અને અમારી નિંદા સંભળાવ્યા કરી છે. ધૃતરાષ્ટ્ર : હાય, અભિમાની વત્સ, મારામાં આટલો બધો સ્નેહ છે કે મેં અધર્મમાં સાથ આપ્યો છે, હું જ્ઞાન ખોઈ બેઠો છું, તારો સર્વનાશ કરવા બેઠો છું.. જયી થા, સુખી થા. એકેશ્વર રાજા થા.
(ચરનો પ્રવેશ) : ચર : હે મહારાજ, વિકગણ, અગ્નિહોત્ર, અને દેવ-ઉપાસનાનો ત્યાગ કરીને, પાંડવોની પ્રતીક્ષા કરતા
ચૌટે આવીને ઊભા છે. ... દુકાનો બધી બંધ છે. દુર્યોધન : એ મૂઢ અભાગીઓ, આજે તમારો કામ ઘેરાયો છે. જોઉં તો ખરો કે પ્રજાની આ પરમ ઉદ્ધતાઈ... કેટલા દિવસ રહે છે !
પ્રતિહારીનો પ્રવેશ) પ્રતિહારી : મહારાજ, મહારાણી ગાંધારી આપને ચરણે દર્શનની પ્રાર્થના કરે છે. ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું. દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે. (જાય છે.)
(ગાંધારીનો પ્રવેશ) ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ. ...અબઘડી ત્યાગ
કરો. ધૃતરાષ્ટ્ર : મહારાણી, કોનો ? ગાંધારી : પુત્ર દુર્યોધનનો ! ધૃતરાષ્ટ્ર : તેનો હું ત્યાગ કરું ? ગાંધારી : એ જ મારી વિનંતી છે. ધૃતરાષ્ટ્ર : હે ગાંધારી, આ પ્રાર્થના દારુણ છે. ગાંધારી : હે કૌરવ એ પ્રાર્થના શું મારી એકલીની છે? કુરુકુળના પિત પિતામહે સ્વર્ગમાંથી અહોનિશ એ
પ્રાર્થના કર્યા કરે છે. ધૃતરાષ્ટ્ર : હું પિતા છું. ગાંધારી : ગર્ભભાર-જર્જરિત હું માતા નથી? ... તો પણ તે મહારાજ, હું કહું છું ને તે પુત્ર દુર્યોધનનો
આજે ત્યાગ કરો. ધૃતરાષ્ટ્ર : હાય પ્રિયે, ધર્મને વશ થઈને ચૂતમાં બંધાયેલા પાંડવોનું લૂંટાઈ ગયેલું રાજ્ય મેં એક વાર પાછું
આપ્યું હતું. થાય બીજી જ ક્ષણે પિતૃનેહ મારા કાનમાં સો સો વાર ગુંજન કરવા લાગ્યો... રાજ્ય પાછું આપવાથી પણ પાંડવોના મનનો અપમાનનો ઘા રુઝાવાનો નથી. પાંડવોને મેં પાછા
ગાંધારીની મનોવ્યથા [ ૬૫
For Private and Personal Use Only