________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગાંધારીની મનોવ્યથા (નારી-હૃદયની સંવેદના)
www.kobatirth.org
હરિપ્રસાદ શાસ્ત્રી
ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે ‘મહાભારત'ને લગતી કેટલીક ઘટનાઓ કે કેટલાંક પાત્રો વિશે હૃદયંગમ ઊર્મિકાવ્ય રચ્યાં હતાં. એમાંનું એક કાવ્ય છે ‘ગાન્ધારીર આવેદન’, જે ‘કાહિની’માં માર્ચ, ૧૯૦૦માં પ્રકાશિત થયેલું. એમાં પાંડવોને ઘૃતમાં પરાજય આપી, દ્રૌપદીની ભરસભામાં અવહેલના કરી દુર્યોધનને કેવો હર્ષોન્માદ થાય છે, પરંતુ એનાં માતા ગાંધારીના હૃદયમાં એ અંગે કેવી મર્મભેદી વ્યથા થાય છે, તે પતિ ધૃતરાષ્ટ્રને વિનવે છે કે આવા દુરાચારી પુત્ર દુર્યોધનનો ત્યાગ કરો, પરંતુ ધૃતરાષ્ટ્ર તો પુત્રસ્નેહના મોહપાશમાં તેમ કરવા તત્પર નથી, અંતે ગાંધારી દુર્યોધનની પત્ની ભાનુમતીને પણ દ્રૌપદીની અવહેલના કરી એના મનોહર વસ્ત્રાલંકારોથી ખુશ ન થવા સમજાવે છે. ખરેખર ગુરુદેવ ગાંધારીના માતૃહૃદયની માર્મિક મનોવ્યથા દ્વારા એ ઉદાત્ત પાત્રનું હૃદયંગમ આલેખન કર્યું છે. ગુરુદેવનું મૂળ કાવ્ય બંગાળી ભાષામાં રચાયું છે. શ્રી નગીનદાસ પારેખે એનો અક્ષરશઃ ગુજરાતીમાં અનુવાદ કરેલો. તે ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘એકોત્તર શતી' નામે ૧૦૧ કાવ્યોના સંગ્રહગ્રંથમાં સમાવેશ પામ્યો છે. અહીં આ હૃદયંગમ ઊર્મિ કાવ્યના થોડા સંક્ષેપ સાથે વાચકોને પરિચય આપવામાં આવે છે.
ગાન્ધારીર આવેદન
(ગાંધારીનું આવેદન)
દુર્યોધન તાત, આપને ચરણે પ્રણામ કરું છું.
ધૃતરાષ્ટ્ર : અરે દુરાશય, તારું અભીષ્ટ સિદ્ધ થયું કે ?
દુર્યોધન : હું જય પામ્યો છું.
ધૃતરાષ્ટ્ર ઃ હવે સુખી થયો ને ?
દુર્યોધન : હું વિજયી થયો છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૃતરાષ્ટ્ર : હે દુર્મતિ, અખંડ રાજ્ય જીત્યા છતાં પણ તને સુખ ક્યાં છે ?
દુર્યોધન : મહારાજ, મેં સુખ ઇછ્યું નહોતું, જય જય ઇઝ્ઝો હતો. અને આજે હું જયી થયો છું.... હે તાત, આજે હું સુખી નથી, જયી છું. પિતા, સુખી તો હું ત્યારે હતો જ્યારે અમે પાંડવો અને કૌરવો... સુખમાં એકસાથે બધાંયેલા હતા. સુખમાં તો હું ત્યારે હતો, જ્યારે પાંડવના ગાંડીવ-ટંકારથી શંકાકુલ શત્રુદળ આંગણે આવવાની હિંમત કરતું નહોતું. ... સુખમાં તો હું ત્યારે હતો જ્યારે પાંડવોના જયધ્વનિના પડઘા કૌરવોને કાને અથડાતા હતા..... આજે પાંડુના પુત્રોને પરાભવ વનમાં વહી જાય છે, આજે હું સુખી નથી. આજે હું જયી છું.
ધૃતરાષ્ટ્ર ઃ ધિક્કાર છે તારા ભાદ્રોહને. પાંડવોના અને કૌરવોના પિતામહ એક છે તે શું તું ભૂલી ગયો ? દુર્યોધન : તે હું ભૂલી શકતો જ નથી, તેમ છતાં ધનમાં, માનમાં, તેજમાં અમે એક નથી.... આજે હું જયી. છું.
ધૃતરાષ્ટ્ર : આજે ધર્મનો પરાજય થયો.
* નિવૃત્ત નિયામકશ્રી, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૬૪
–
For Private and Personal Use Only