________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે અંદર ઊંડો હાથ નાંખવાથી ચોરખાના સુધી વસ્તુ લેવા મૂકવા હાથ પહોંચતો.
આ મકાનોની અંદર પાણિયારાં અને વાસણો મૂકવાની છાજલીઓ પણ કલાત્મક કરવામાં આવતી. પાણિયારાના ટેકા ખાસ્સા કલાત્મક જોવા મળ્યા છે તો છાજલીઓ ઉપર તાંબા પિત્તળનાં વાસણો ગોઠવવા એ પણ એક કલાનો વિષય હતો. નાના-મોટા ગ્લાસ, લોટા, નાની-મોટી થાળીઓ અને મોટી તાસકોને દિવાળીના સમયે લીંબુ અને છાસથી માંજીને ચમકાવીને ગોઠવવાની પરંપરા પોળોના મકાનોમાં વિશેષ જોવા મળે છે.
પોળોના મકાનોનું એક આગવું લક્ષણ એટલે બેઠક ખંડની મધ્યમાં ગોઠવાતો હિંચકો. લગભગ દરેક પોળનાં મકાનોમાં હિંચકાની વ્યવસ્થા અચૂક કરવામાં આવતી. જેથી કરીને હિંચકા ઉપર બેસીને હિંચકાની ગતિ સાથે વિચારોની ગતિનું તાદાભ્ય સાધી શકાતું. બહાર કામકાજથી થાકીને આવેલી વ્યક્તિ થોડીક વાર હિંચકા પર બેસે અને પગથી હિચકો ખાય એટલે આખા દિવસનો થાક ઊતરી જાય.
હા, પોળોનાં કેટલાંક મકાનો અંધારિયાં ખરાં. જ્યાં સીધો તડકો ભાગ્યે જ પહોંચતો. ભર બપોરે પણ લાઈટ કરવી પડે. અને નાનકડી બારીમાંથી જેટલું અજવાળું આવે એટલો જ પ્રકાશ
આ મકાનોની એક વિશેષતા એ હતી કે ભર ઉનાળામાં પણ તેમાં તાપ ન લાગતો. ઈંટ, ચૂનો, ગારો અને સેલખડીના મિશ્રણથી તેની દીવાલો ઉપર લીંપણ કરવામાં આવતું. મકાનના મધ્યભાગમાં જે ખુલ્લો ચોક કરવામાં આવતો ત્યાંથી હવાની આવન જાવન પણ રહેતી અને પૂરતો સૂર્યપ્રકાશ પણ મકાનમાં આવતો. આથી ગુજરાત ગરમ પ્રદેશ હોવા છતાં પણ આ મકાનોમાં ક્યારેય તાપ લાગતો નહીં. અડોઅડ મકાનો હોવાને કારણે દીવાલો ઉપર સીધો સૂર્યપ્રકાશ ન અડતો હોવાથી દીવાલો ગરમ થતી નહીં અને ચૂનાના પ્લાસ્ટરને કારણે ગરમી શોષાઈ જતી હોવાથી ભરઉનાળે આ પોળનાં મકાનોની દીવાલો ઠંડી રહેતી. બીજું કે મકાનો અડોઅડ હોવાને કારણે ગરમી ઓછામાં ઓછી લાગતી. આ પોળનાં મકાનોની રચનાની એક વિશેષતા એ હતી કે ધરતીકંપ જેવી આપત્તિ વેળાએ મકાનોની દીવાલોને એકબીજાનો ટેકો રહેતો હોવાથી ભૂકંપની અસર આ મકાનો ઉપર ઓછામાં ઓછી થતી. તાજેતરમાં ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન થાંભલાઓ ઉપર ઊભા કરવામાં આવેલા ફ્લેટ્સ પત્તાના મહેલની જેમ પડી ગયા, જયારે પોળોનાં મકાનોને ઓછામાં ઓછું નુકસાન થયું હતું. તેનું કારણ એકબીજાને અડોઅડ ઊભેલા મકાનોએ ધરતીકંપના આંચકા ખમી લીધા હતા.
એમ કહેવાય છે કે અમદાવાદમાં સૌથી પહેલી માણેકચોક મધ્યે મુહૂર્તની પોળ બની હશે. જે આજે મુરતની પોળ તરીકે ઓળખાય છે. જો કે મોટામાં મોટી પોળ અમદાવાદમાં માંડવીની પોળ છે. એનું એક નાકું માણેકચોકમાં અને બીજું એક આસ્ટોડિયા ચકલામાં પડે છે. એમ કહેવાય છે કે ૧૮૭રમાં એકલી માંડવીની પોળમાં ૧૦,૦૦૦ માણસો રહેતા હતા. આ માંડવીની પોળમાં સૌથી મોટું ચૌટું હશે. આ ચૌટું એટલે વચ્ચેનો ચોક અર્થાત્ તેના ઉપર જે રચના કરવામાં આવતી તે માંડવી કહેવાતી. આથી આ પોળનું નામ માંડવીની પોળ પડ્યું હશે.
માંડવીની પોળની અંદર એક નાગજી ભુદરની પોળ આવેલી છે. એ પોળના થાંભલા ઉપર એક લેખ છે. તેમાં નોંધ્યું છે કે ૧૭૬૦માં શ્રાવણ સુદ બીજને દિવસે આ પોળ કરવામાં આવી હતી. નાગજી ભુદર નામના જૈન શાહુકારના નામ ઉપરથી આ પોળનું નામ પડ્યું હશે.
કેટલીક પોળોમાં એક વ્યવસાય કરનારા અને એક જ જ્ઞાતિના સભ્યો સાથે રહેતા હશે. દા.ત. કંસારાની પોળ. તેમાં તેમની કુળદેવી કાલિકા માતાનું મંદિર પણ છે અને પોળમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય કંસારાનો છે. માંડવીની પોળમાં એક ખાંડના વહેપારી રહેતા હતા તેથી એટલા વિસ્તાર ખાંડવાળાની પોળ તરીકે ઓળખાય છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૬૨
For Private and Personal Use Only