________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.ke
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવાજાની ઉપર મેડી હોય છે. એને માઢ કહેવામાં આવે છે. ક્યારેક આવેલા મહેમાનોને અહીં પ્રસંગોપાત ઉતારો આપવામાં આવે છે. આ મેડીમાં પોળનો રક્ષક પોળિયો રહે છે. આ પોળના મોટા દરવાજા બંધ થઈ જાય એટલે પોળ અંદરથી સુરક્ષિત અને આ મોટા કમાડને નાની બારી જેવા દરવાજા કરવામાં આવે છે. જ્યાંથી માણસ નીચા નમીને અવરજવર કરી શકે. સામાન્ય પણે દરરોજ રાત્રે આ પોળના દરવાજા બંધ થઈ જતા. અને ફક્ત મોટા કમાડની આ નાની બારી જેવા દરવાજા આવન જાવન માટે ખુલ્લા રહેતા.
'' દરેક પોળની અંદર મોટું ચોકઠું હોય છે. હોળી કે હવન જેવા યજ્ઞ સમયે પોળના ચોકઠામાં સહુ એકઠાં થઈ ધાર્મિક અનુષ્ઠાનનો લાભ લેતા હોય છે. લગભગ દરેક પોળની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા એક કે બે કૂવાઓનું આયોજન કરવામાં આવે છે. કેટલીક પોળોમાં નાના મોટા મંદિર પણ બાંધવામાં આવેલા હોય છે. જેથી પોળની સ્ત્રીઓ અને આબાલવૃદ્ધ સવાર-સાંજ પોળના મંદિરમાં થતી આરતીનો લાભ લઈ શકે. કેટલીક પોળોમાં તો જૈન સાધુ-સાધ્વીઓને રહેવા માટેના અપાસરાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પોળોમાં પંખીઓને ચણ નાંખવા માટે ચબુતરાઓની પણ રચના કરવામાં આવતી. આ ચબુતરા લાકડાના કે પથ્થરના બાંધવામાં આવતા. મોટાભાગની પોળોની અંદર ખડકો અથવા ડહેલું અચૂક હોય. પોળોમાં રહેતી અગત્યની વ્યક્તિના નામે આ ખડકી કે ડહેલું ઓળખાતું. નગરશેઠનો વંડો આજે પણ અમદાવાદમાં જાણીતો છે.
પોળનાં મકાનોની બાંધકામ પદ્ધતિ પણ અનોખી છે. લગભગ દરેક મકાનને ઓટલો હોય. આ ઓટલા ઉપર સવાર-સાંજ બેસીને સામ-સામે ઓટલા ઉપર એકબીજાના ખબર અંતર પૂછી શકાતા. અને એથી ઓટલા ઉપર બેઠા બેઠા જ પોળમાંથી પસાર થતી દરેક વ્યક્તિના ખબરઅંતર જાણી શકાતા. આ ઓટલો એટલે પોળની એકતાનું પ્રતીક. ઓટલાવાળા ઊંચા મકાનમાં પ્રવેશતાં જ નાનકડી ઓસરી આવે, એ પછી એનો મધ્યસ્થ ખંડ હોય. વચ્ચેના ભાગમાં છેક અગાસી સુધીનો ખુલ્લો ચોક આવેલો હોય. અને પાછલા ભાગમાં રસોડું કરવામાં આવે છે. મધ્યખંડની બે બાજુએ શયનખંડની રચના કરવામાં આવી છે. અમદાવાદની લગભગ ઘણી ખરી પોળોના મકાનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કરીને લાંબા સમય સુધી વરસાદનું પાણી ઘર વપરાશના કામે લઈ શકાય. આપણે જાણીએ છીએ કે લાંબો સમય સંગ્રહી રાખેલું વરસાદી પાણી બગડી જતું નથી. ક્યારેક તો મોટા લગ્ન પ્રસંગોએ આ પાણી રસોઈના કામમાં લેવાય છે અને આ પાણીથી આખો પ્રસંગ પણ પાર પાડી શકાય.આપણા વડવાઓ આ વાતને બરાબર સમજતા હતા. માટે દુષ્કાળના સમયે આવાં પાણીના ટાંકા ખુબ કામ આવતાં. પાણીનાં આવાં ટાંકાની રચના ખૂબ રસપ્રદ હોય છે. ટાંકામાં ઊતરવાનાં પગથિયાં હોય અને આખા માણસો ઊતરી શકે, ફરી શકે તેટલાં મોટાં ટાંકા હોય છે. આ ટાંકામાં ઉપરના ભાગે ગોળ કમાન પણ કરવામાં આવે છે. જેથી મકાનના ઉપરના ભાગનું વજન આ કમાનો દ્વારા ઝીલી શકાય. મધ્યખંડના એક ખૂણામાં ઉપલા મજલે જવાની લાકડાની સીડી કરવામાં આવતી. અને ઉપલા મજલે મધ્યચોકને ફરતે નાના-મોટા ઓરડા કરવામાં આવે છે. આગળના ભાગે બાલ્કની પણ બનાવવામાં આવતી. આ બાલ્કની એટલે ઝરૂખો. દરેક ઘરમાં લાકડાની કોતરણીવાળા કલાત્મક ઝરૂખા રચવામાં આવતા. તેના ઉપરનું બારીક લાકડાનું કોતરકામ આજે પણ પોળનાં મકાનોની વિશેષતા તરીકે ઓળખાય છે. તેમાં લાકડાની નાની-મોટી મૂર્તિઓ અથવા તો ગણેશ કે અન્ય દેવતાઓની પ્રતિકૃતિઓ કોતરવામાં આવતી. ક્યાંક ક્યાંક તો ફૂલવેલની ભાત તથા વેલના બુટ્ટાની રચના કરવામાં આવતી.
મકાનમાં સૌથી ઉપરના ભાગમાં ખુલ્લી અગાસી અથવા તો ઢળતાં છાપરાં અને તેના ઉપર નળિયાં ગોઠવવામાં આવતાં. જેથી ઉનાળામાં ગરમીથી રાહત મેળવી શકાય.
પોળનાં મકાનોની દીવાલોમાં કરવામાં આવતા ગોખલાઓમાં ઘરેણાં કે પૈસા સંતાડવા માટેનાં ખાસ ચોરખાનાં બનાવવામાં આવતાં. જે પહેલી નજરે માત્ર ગોખલો જ દેખાય. પણ જાણકાર વ્યક્તિને ખબર હોય
બાદશાહી શહેરની પોળો [ ૬૧
For Private and Personal Use Only