SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્મોદ્યોગ : આ સમયે ચર્મોદ્યોગનો પણ સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. માર્કોપોલોની નોંધ મુજબ ગુજરાતમાં ચામડા કમાવવાનો મોટો ઉદ્યોગ ચાલતો. જેમાં ધેટાં, ભેંસ, બળદ વગેરે જાનવરનાં ચામડાં હતાં. ચામડાં ભરેલાં સંખ્યાબંધ વહાણો દર વર્ષે ગુજરાતનાં બંદરોએથી પરદેશ જતાં. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં બહોળું પશુદાન હતું, જે આજે પણ છે. આને કારણે ચર્મોદ્યોગ સુવિકસિત હતો.૨૪ ‘લેખપદ્ધતિ’માં સંગૃહીત લાટાપલ્લી લાડોલ અને પેટલાદના ગ્રામવ્યવસ્થાને લગતા બે દસ્તાવેજોમાં ‘ચર્મચમેરિકા’ ચામડાની ચોરી માટે પચ્ચીસ દ્રમ્મ દંડ લખ્યો છે.૨૫ એ કાલનું જીવન જોતાં એ ખરેખર આકરો ગણાય. પણ ઘણા દિવસ સુધી ચામડાં ખુલ્લામાં સૂકવવા પડતાં હોઈ એ પાછળ ચર્મઉદ્યોગને રક્ષણ આપવાનો આશય હશે. આ ચામડામાંથી જાત-જાતનાં જોડાં બનતાં. ખંભાતનાં પ્રસિદ્ધ પગરખાંનો ઉલ્લેખ અલ-મસઊદ્દી (ઈ.સ. ૯૪૩)એ કર્યો છે. પાણીની પખાલ અને તેલની કૂંપીઓ ચામડાંની બનતી એ હેમચંદ્રે ‘દેશીનામમાલા'માં નોંધ્યું છે. નિકાસ થતી કીમતી ચીજોમાં ચામડાના ગાલીચા નોંધપાત્ર છે. માર્કોપોલો એ વિશે લખે છે કે ‘રાતા અને ભૂરા રંગના પશુપંખીના ચિતરામણવાળા અને સોના-રૂપાની જરી ભરેલા ચામડાના સુંદર ગાલીચા ગુજરાતમાં બને છે. આ ગાલીચા એટલા આકર્ષક હોય છે કે જોતાં જ આશ્ચર્ય થાય છે અને એનો ઉપયોગ અરબો સૂવા માટે પણ કરે છે. ખરેખર, જગતમાં સર્વોત્તમ અને કલામય તેમજ સૌથી કીમતી ચામડાનો માલ આ રાજ્ય ગુજરાતમાં તૈયાર થાય છે.” ૨૮ સોલંકીકાલનાં નગરો, દુર્ગો, મહાલયો, દેવાલયો, જલાશયો, નિવાસગૃહો આદિના જે અવશેષો મળ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્ય, શિલ્પ, કડિયાકામ, ઈંટવાડો, પથ્થરકામ, સુથારીકામ, આદિ—હુન્નર કલાઓ સારી રીતે વિકસી હતી.૭ જૂના સમયમાં વિશિષ્ટ સ્થપતિ કે શિલ્પીને સામાન્ય કારીગર ગણવામાં આવતા નહોતા. ઉત્તમ કલાધર ઉપરાંત વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હોઈ એ સમ્માનનો અધિકારી હતો. રુદ્રમહાલયના સ્થપતિ ગંગાધર અને એના પુત્ર પ્રાણધરનું તથા ડભોઈના કિલ્લાના શિલ્પી હીરાધરનું ગુજરાતની અનુશ્રુતિમાં માનાસ્પદ સ્થાન છે. આબુ ઉપર વસ્તુપાલ-તેજપાલની લૂણવસતિનું નિર્માણ કરનાર સ્થપતિ શોભનદેવની પ્રતિષ્ઠા તત્કાલીન સમાજમાં મહાન આચાર્ય જેવી હતી. તત્કાલીન મંદિરોમાં શિલ્પકામ માટેનાં જરૂરી હથિયારો અને ઓજારો આ પ્રદેશોમાં જ તૈયાર થતાં હશે, જેનાથી ધાતુકામનો સુવિકસિત હુન્નર સૂચિત થાય છે. આરાસુર ઉપર કુંભારિયાનાં મંદિરો પાસે અગાઉની આરસની ખાણોની નજીક, લોખંડના કીટોડા પડેલા છે. તે ખાણોમાંથી પથ્થર કાઢવા-તોડવા અને એને સુયોગ્ય ઘાટ આપવા માટે લોખંડનાં ઓજાર બનાવવાનો તથા ગાળવાનો ઉદ્યોગ સ્થળ ઉપર જ વિકસ્યો હોય તેવાં એનાં વાસણો અને રાચ-રચીલું બનાવવાનો ઉદ્યોગ સુવિકસિત હતો. અન્ય હુન્નરકલાઓમાં સોની, માળી, કુંભાર, વણકર અને દરજીના ધંધાના તથા વ્યવસાયોમાં પુરોહિત, જ્યોતિષી, વૈદ્ય, સૈનિક, ધોબી, રંગાટી, વાળંદ, ઘાંચી, તંબોળી, ભોઈ, કલાલ, રસોઈયા, ગાયક, વણિકો, કંદોઈ, ઓડ વગેરેનો ઉલ્લેખ છે. વર્ણક સમુચ્ચયમાં છીપા, બંધારા, વાંછા, સાગઉટી, પારખી, રત્નપરીક્ષક, મણિયાર, ગાંધી, ડબગર, નાણંટી આદિ વ્યાવસાયિકોનો ઉલ્લેખ પણ મળે છે,૯ અને એમાં પૂર્વ પરંપરાનું સાતત્ય હશે એમ માનવું ન્યાયી રહેશે. વેપારીઓની શ્રેણી : આ સમયે અલગ-અલગ સંઘ અસ્તિત્વ ધરાવતા હતા. ‘ત્રિષ્ટિશલાકાપુરુષચરિત'માં હેમચંદ્રે અઢાર પ્રકારની શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે. આમ, વિવિધ ધંધાદારીઓની શ્રેણી અથવા મહાજન અસ્તિત્વ ધરાવતાં હશે. કુમારગુપ્ત ૧લાના સમયના દશપુર(મંદસોર)ના લેખમાંથી જણાય છે કે લાટ પ્રદેશમાંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયો(પટવા-પટોળાં વણનાર કારીગરોની શ્રેણી)એ ત્યાં ઈ.સ. ૪૩૬માં સૂર્યનું મંદિર પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩ ૫૬ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy