________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભવ છે. એમાં ચણાનો ઉપયોગ પણ કરવામાં આવતો હશે એમ સ્પષ્ટ જણાય છે. “દેશીનામમાલા'માં શેરડીનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમાં શેરડી માટે ત્રણ શબ્દો (૧) રંગાલી (૨) અંગાલિએ (૩) ગંડી છે. શેરડીના શબ્દ માટે “અશ્રુઅરીઠાં' શબ્દ જોવા મળે છે. આ ઉપરથી જણાય છે કે સોલંકીકાલ દરમ્યાન આ પાક થતો જ હશે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં ગળીના રંગનો ઉલ્લેખ મળે છે.૧૯ આ ઉપરથી જણાય છે કે ગળીનું વાવેતર પણ તે સમયે થતું હશે. તલનો ઉપયોગ પણ તે સમયે થતો. તેમાંથી તેલ કાઢવામાં આવતું. દ્વયાશ્રયમાં ‘તિલ' શબ્દ જોવા મળે છે. કપાસની ખેતી પણ આ સમયે સારા પ્રમાણમાં થતી હશે. કારણ કે સોલંકીકાલ દરમ્યાન પરદેશમાં ગુજરાત એના જુદા જુદા પ્રકારના વણેલા કાપડ માટે ગૌરવ ધરાવતું હતું. આથી સ્પષ્ટ જણાય છે કે ગુજરાતમાં કપાસની ખેતી સારા પ્રમાણમાં થતી હશે. ‘દેશીનામમાલામાં રૂ માટે ‘કરાઈવી૨૦ શબ્દ આપેલો છે. આ શબ્દનો અર્થ ‘રૂ ઉત્પન્ન કરતું વૃક્ષ' એમ કરવામાં આવ્યો. આથી સ્પષ્ટ થાય છે કે શીમળાના રૂનો પણ ઉપયોગ કરવામાં આવતો હશે. દેશીનામમાલામાં “એરવડ' શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં આનું ઉત્પાદન થતું હશે અને તેમાંથી દિવેલ કાઢવામાં આવતું હશે. માંગરોળની સોઢળી વાવમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાનનો ઉત્તમ પાક થતો હતો. અને પ્રત્યેક ખેતરે એક કાર્દાપણ કરવેરા તરીકે લેવાતો. આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ સમયે માંગરોળી પાનનો સારા પ્રમાણમાં ઉપયોગ થતો હશે. ઉદ્યોગ :
કાપડ ઉદ્યોગ : પ્રાચીનકાળથી ગુજરાત એના કાપડ ઉદ્યોગ માટે વિખ્યાત હતું એ પેરિપ્લસ આદિના ઉલ્લેખો પરથી ઇતિહાસસિદ્ધ છે. પ્રારંભમાં આ કાપડ જાડું તૈયાર થતું. પણ પછીની શતાબ્દીઓમાં કાપડની ગુણવત્તા ઘણી સુધરી હતી. ૧૩મી સદીમાં ઇટાલિયન મુસાફર માર્કો પોલો ભારતમાં આવ્યા ત્યારસુધીમાં ગુજરાતનો કાપડઉદ્યોગ પ્રખ્યાત બની ચૂક્યો હતો. માર્કોપોલોની પ્રવાસનોંધ મુજબ ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું. એ બંને બંદરોથી દેશવિદેશમાં એની નિકાસ થતી. અબુલ અબ્બાસ અલ નુવાયરી નામે એક મિસરી પ્રસિદ્ધ ભૂગોળવેત્તાએ લખ્યું હતું કે ભરૂચમાં થતું કાપડ ‘બરોજ” અથવા “બરોજી' તરીકે અને ખંભાતનું કાપડ “કંબાયતી' તરીકે જાણીતું હતું. જો કે બધા જ પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો ગુજરાતમાં તૈયાર થતાં નહોતાં. કેટલાંક આયાત પણ કરવા પડતાં.
પાટણનાં પ્રખ્યાત પટોળાં વણનાર સાળવીઓને સિદ્ધરાજ કે કુમારપાલના સમયમાં મારવાડમાંથી ગુજરાતમાં વસાવવામાં આવ્યા. કેમ કે, પટોળાની માંગ ગુજરાતમાં રહેતી અને બહારથી આયાત કરવાને લીધે તે મોંધી પડતી. રાજાઓના નિમંત્રણથી સાળવીઓને પાટણમાં વસાવવામાં આવ્યા અને તેઓને ગુજરાતમાં સ્થિર થવા માટે રાજયે મદદ પણ કરી. ૧૨ જુદા જુદા પ્રકારનાં આશરે પાંચસો વસ્ત્રોની સૂચિ ‘વર્ણક સમુચ્ચય'માં છે. એમાંનાં કેટલાંક નામ ફારસી-આરબી મૂળનાં હોઈ, મુસ્લિમ રાજયશાસનમાં પ્રચલિત થયાં હશે, પણ બીજાં અનેકનાં નામ સોલંકીકાલના જીવનનું સાતત્ય વ્યક્ત કરે છે.
ખાંડ : આ પણ એક મહત્ત્વનો ઉદ્યોગ આ સમય દરમ્યાન ખીલેલો હતો. ખાંડમાંથી ઉત્પન્ન થતી મીઠાઈઓનો ઉલ્લેખ “દયાશ્રય', પ્રબંધચિંતામણિ'માંથી મળે છે. ઉદેશીનામમાલામાં શેરડીમાંથી બનતી વસ્તુઓ બનાવવા માટે ખાસ પ્રકારના મજૂરોનું નામ ‘તુ' આપેલું છે. હેમચંદ્ર એને “ઈલ્સકર્મકરા’ એ નામે ઓળખાવે છે. આ જ ગ્રંથમાં ખાંડ બનાવવાના સાધનનું નામ પડ્યુનિપીડન” એ નામે આપવામાં આવે છે. એ સાધનો વાંસનાં બનાવવામાં આવતાં. જયારે ‘વર્ણકસમુચ્ચયમાં ગોળની નવ જાતનો, ખાંડની ચૌદ જાતનો અને સાકરની સાત જાતનો ઉલ્લેખ મળે છે. શેરડી પીલવાના યંત્રને કોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ ] ૫૫
For Private and Personal Use Only