________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોલંકી રાજ્ય એ કાલનું મુખ્ય અને સહુથી પ્રબળ રાજ્ય હતું. એના પ્રતાપી રાજાઓએ એનો રાજ્ય-વિસ્તાર હાલના ગુજરાત રાજ્યના કરતાં વધુ વિશાળ વિસ્તાર પર વિસ્તાર્યો હતો. ભાષા, સાહિત્ય, ધર્મ, કલા, ઇત્યાદિ વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ ગુજરાતે આ કાલ દરમ્યાન ગણનાપાત્ર પ્રગતિ સાધી હતી. એમાં સોલંકી રાજાઓના પ્રોત્સાહનનો વિપુલ ફાળો રહેલો છે. ઉદ્યોગ, ધંધા અને વેપાર ખીલતાં ગુજરાતમાં આર્થિક સંપત્તિ વધી હતી. આ જ સમયમાં ‘ગુર્જર પ્રદેશ’ કે ‘ગુજરાત’ નામ પણ આ પ્રદેશને મળ્યું.
પાટણના ચાવડા વંશના રાજા સામંતસિંહે સોમનાથની યાત્રાએ આવેલા ધોડેસવારીમાં નિપુણ એવા ‘રાજ’ સાથે પોતાની બહેન લીલાદેવી પરણાવી. લીલાદેવીના પુત્ર મૂળરાજ મામા સામંતસિંહ પાસેથી પાટણની રાજધાની હસ્તગત કરી અને પાટણમાં ચૌલુક્ય વંશની સ્થાપના થઈ. અને આ ચૌલુક્યનું ગુજરાતી રૂપ સોલંકી થયું. આ વંશમાં મૂળરાજ ૧ લો, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ ૧ લો, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અજયપાલ, મૂળરાજ ૨ જો, ભીમદેવ ૨ જો, ત્રિભુવનપાલ વગેરે રાજવીઓ
થયા.
સોલંકી સમયની આર્થિક સ્થિતિ :
તેની માહિતી અભિલેખો, હેમચંદ્રાચાર્યની કૃતિઓ, પ્રવાસનોંધોમાંથી સવિશેષ પ્રાપ્ત થાય છે. આ સમયે ગુજરાતમાં ખેતીવાડી, ઉદ્યોગ-ધંધા, વેપાર-વાણિજ્ય વગેરે સમૃદ્ધ હતાં. સોલંકીકાલની આર્થિક સ્થિતિનું આલેખન આ પ્રમાણે કરી શકાય.
(૧) ખેતી :
આ સમયમાં ગુજરાતની પ્રજાને ખેતી અંગેનું જ્ઞાન સારું હતું. તેઓ જમીન ખેડવા માટે લોખંડના હળનો ઉપયોગ કરતા.॰ તૈયાર થયેલા અનાજને પગથી છૂટું પાડવામાં આવતું. આ પદ્ધતિને 'પામદા' કહેવામાં આવતી.' આ કામમાં હાલની માફક બળદ અને મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હશે. ખેતરમાં તૈયાર થયેલા માલના રક્ષણાર્થે કૂતરા રાખવામાં આવતા અને પક્ષીઓથી રક્ષણ કરવા ચાડિયા’ રાખતા. પાક તૈયાર થતાં, ખેડૂત સતત ચોકી કરતો. સ્રીઓ પણ સક્રિય રહેતી. શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ ત્રણ પ્રકારના પાક લેવાતા. ખેડૂતો વરસાદ પર આધાર રાખતા. જમીનની માપણી હળથી, બે હળથી ખેડી શકાય એ રીતે થતી. અભિલેખોમાં તેના માટે ‘તવાદ શબ્દનો પ્રયોગ છે. સિદ્ધરાજની જન્મકુંડળી કરનાર જ્યોતિષીને કર્ણે સો હળથી ખેડી શકાય, તેટલી જમીન દાનમાં આપી હતી.૧૩
જ્યાશ્રયમાં સોલંકીકાલ દરમ્યાન થતા પાક જેવા કે દૃગ, માષ, શાલિ, યવ, વ્રીહિ, અણુ, ઉમા, ભુંગા, તિલ, અમાલ વગેરેનું વર્ણન મળે છે. તે સમયે ગુજરાતમાં ઘઉં, મગ, તુવેર, અડદ, ડાંગર અને જુવાર એ ધાન્ય તથા નારંગી, લીંબુ, કેળ, કોઠા, કરમદા, ચારોળી, પીલું, કેરી, સીતાફળ, બિજોરા, ખજૂર, દ્રાક્ષ, શેરડી, ફણસ એ ફળ થતાં એમ નાભિનંદનજિનોદ્વાર પ્રબંધમાં જણાવ્યું છે.૧૪ એ ઉપરાંત સોપારી, શ્રીફળ, દાડમ, આંબળા અને બોર એ ફળ થતાં એમ પ્રાકૃત ચાશ્રયમાં જણાવ્યું છે. અન્ય સાધનો પરથી જણાય છે કે આ ઉપરાંત મસૂર, ચણા, વટાણા, તુવેર, જવ, જુવાર, તલ, બાજરી, કોદરા વગેરે પાક થતા; શેરડી, ગળી, કપાસનું વાવેતર થતું. માંગરોળ-ચોરવાડના પ્રદેશમાં નાગરવેલીનાં પાન અને સમૃદ્ધ કિનારાના પ્રદેશમાં નાળિયેરનાં વૃક્ષો થતાં.૫ ઘઉં : ગુજરાતના ખેડૂતો ઘઉંનો પાક છેક જેઠ સુદ પૂનમ સુધી લેતા. ઘઉં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ભરૂચ અને ખંભાતની આસપાસના પ્રદેશોમાં લેતા. ચણા : આ સમય દરમ્યાન ચણાનો પાક ગુજરાતમાં સારા પ્રમાણમાં થતો. આના માટે દેશીનામમાલામાં ‘અણુઈસો' શબ્દ આપ્યો છે.૧૬ પ્રબંધ ચિંતામણિમાં કંદોઈની દુકાનનો ઉલ્લેખ આવે છે.૧૭ આ સમયે વિવિધ પ્રકારની મીઠાઈઓ બનતી હોવાનો
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ . ૫૪
For Private and Personal Use Only