________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુકાલીન સાહિત્યમાં મેરૂતુંગકૃત ‘પ્રબંધચિંતામણિ' (ઈ.સ. ૧૩૬૧), રાજશેખર સૂરિકૃત ‘પ્રબંધકોશ' (ઈ.સ. ૧૪૦૫) તથા ત્યાર પછીના સમયમાં રચાયેલા કેટલાક પ્રબંધોના સંગ્રહરૂપે બહાર પાડેલ ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જિનપ્રભસૂરિએ રચેલા વિવિધ તીર્થકલ્પમાં શત્રુંજય, અર્બુદ, રૈવતક વગેરે તીર્થધામોને લગતો વૃત્તાંત આલેખેલો છે.
ઈ.સ. ૧૩૬૬ -૧૪૬૯ દરમ્યાન સોમતિલકસૂરિ, જયસિંહસૂરિ, ધર્મરત્ન, જિનમંડનગણિ અને ચરિત્રસુંદરગણિએ કુમારપાલચરિત્ર લખ્યાં. તે ઉપરાંત કાન્હડદે પ્રબંધ, ધર્મારણ્ય માહાભ્ય, રત્નમાલા, અમીર ખુશરોનું ખઝાઈનું લુતુહ-દવલાની-વ ખિઝરખાન, ઈસામીનું ફુતુહ-ઉસ સલાતીન, ઝિયાઉદ્દીન બર્નનું તારીખ-ઈ-ફીરોજશાહી; નિઝામુદીનનું તબકાતે અકબરી વગેરે ગ્રંથોમાંથી પણ માહિતી મળે છે.
મુઘલકાલના અંત પછી રચાયેલ મિરાતે-અહમદી, મિરાતે સિકંદરી વગેરેમાંથી ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવીઓને લગતી વિગતો મળે છે. મરાઠાકાલના અંતભાગમાં રંગવિજયસૂરિએ “ગુર્જરદેશ ભૂપાવલી’ ઈ.સ. ૧૮૦૯માં રચ્યું; જેમાં મહાવીર સ્વામીના નિર્વાણથી માંડીને પોતાના સમય સુધીના ગુજરાતના રાજવીઓની વંશાવળી આપેલ છે. " (૩) પુરાતન અવશેષો (ઇમારતો) :
આ યુગના સ્થાપત્યકીય અવશેષો જેવા કે મહેલો, મંદિરો, કિલ્લાઓ, તોરણો, વાવ, તળાવ, કુંડ વગેરેનાં શિલ્પો, લેખો તથા ચિત્રકામમાંથી આ યુગની રાજકીય, સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક સ્થિતિની માહિતી મળે છે.
આ સમય દરમ્યાન જૈન તથા શૈવધર્મનાં મંદિરો મુખ્યત્વે બંધાયાં જેમાં મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમાળ, આબુ-દેલવાડાનું વિમલવસહનું મંદિર, કુંભારિયાનાં જૈન મંદિરો, ગલતેશ્વરનું શૈવ મંદિર, સેજકપુર અને ધૂમલીના નવલખા મંદિરોના અવશેષો જોવા મળે છે. * આ સમય દરમ્યાન બંધાયેલ કિલ્લામાં ઝીંઝુવાડા તથા ડભોઈના કિલ્લાઓના અવશેષો હાલમાં જોવા મળે છે. તોરણોમાં શામળાજી, મોઢેરા, વડનગર, કપડવંજ વગેરે સ્થળોએ આવેલાં તોરણો આ સમયના સર્વોત્તમ નમૂના છે. આ સમયની બીજી વિશેષતા તેનાં જળાશયો જેમાં અણહિલવાડનું સહસ્ત્રલિંગ, વીરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ તળાવ એ જાણીતાં છે. તે ઉપરાંત જળાશયોનો બીજો પ્રકાર છે વાવ. જેમાં પાટણની રાણીવાવ, અણહિલવાડ પાટણની બારોટ વાવ, બાયડ ગામની વાવ, નડિયાદની જૂની વાવ, કપડવંજની વાવ, વઢવાણની માધા વાવ વગેરે સોલંકીકાલ દરમ્યાન સ્થપાયેલ છે.
આમ, આ વિવિધ પ્રકારની ઐતિહાસિક સાધન-સામગ્રી વડે આપણે સોલંકીકાલની સ્થિતિનું આલેખન કરી શકીએ છીએ. અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના :
ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં થઈ જે ચાવડા વંશ, સોલંકી વંશ અને વાધેલા વંશના શાસનકાળ દરમ્યાન પાટનગર હતું. અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી. ત્યારથી સોલંકી વંશના રાજાઓએ પણ તેને પોતાની રાજધાની તરીકે સ્વીકારી. એટલે કે ચાવડા વંશની સત્તાના અંત પછી ત્યાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના થઈ. મૂલરાજનું રાજ્યારોહણ વિ.સં. ૯૯૩, ૯૯૮)માં અને વિચારશ્રેણીમાં વિ.સં. ૧૦૧૭માં થયું હોવાનું જણાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાંનો વધુ પ્રાચીન અને પ્રબળ ઉલ્લેખ આ પૈકી વિ.સં. ૯૯૮ના વર્ષને સમર્થન આપે છે. આ અનુસાર અણહિલવાડના સોલંકી રાજ્યની સ્થાપના ઈ.સ. ૯૪રમાં થઈ.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ [ ૫૩
For Private and Personal Use Only