________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોલંકીકાલની આર્થિક સ્થિતિ
ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ
ઇતિહાસ એક વિશાળ ગહન વિષય છે. આધારભૂત સાધનો વિના ઇતિહાસનું સંશોધન શક્ય નથી. ગુજરાતના ઇતિહાસમાં સોલંકીકાલ એ “સુવર્ણકાળ' તરીકે ઓળખાય છે. તેના સંશોધન માટે જે સાધનો મળી આવે છે, તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : અભિલેખો, સાહિત્ય અને પુરાતન અવશેષો. (૧) અભિલેખો :
સોલંકીકાલનો ઇતિહાસ જાણવા માટે અભિલેખો એક મહત્ત્વનું અંગ છે. તેને શિલાલેખો, તામ્રલેખો, પાષાણ-પ્રતિમાઓ અને ધાતુ-પ્રતિમાલેખોમાં વહેંચી શકાય. કેટલાક લેખોમાં મંદિર, કિલ્લા વગેરેને લગતી સુંદર પ્રશસ્તિઓનો સમાવેશ થાય છે. કેટલાક લેખોમાં વિવિધ લાગાઓની પેદાશોની માહિતી મળે છે. તે ઉપરાંત આ વંશના અમાત્યો – વસ્તુપાલ તેજપાલની પ્રશસ્તિ પણ આ લેખોમાંથી મળે છે. તે ઉપરાંત હાલના ગુજરાતની બહારના કેટલાક નજીકના પ્રદેશોનો સમાવેશ થતો હોઈ સાંચોર, ભાંડુડા (મારવાડ), કિરાડ (મારવાડ), બાલી (મારવાડ), રતનપુરા, ચિત્તોડ વગેરે પ્રદેશ-વિસ્તારના શિલાલેખોમાંથી પણ માહિતી મળે છે.' એ પ્રદેશોને સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ જેવા રાજવીઓના વિશાળ રાજ્યની અંતર્ગત ગણાવે
(૨) સાહિત્ય :
ગુજરાતના સોલંકીયુગની સાહિત્યકૃતિઓને બે વિભાગમાં અનુક્રમે વહેંચી શકાય : (૧) સમકાલીન સાહિત્ય, (૨) અનુકાલીન સાહિત્ય. જેમાંથી તત્કાલીન સ્થિતિની વિવિધ પ્રકારની માહિતી મળે છે. સમકાલીન સાહિત્ય :
સોલંકી રાજા કુમારપાલના સમયમાં હેમચંદ્રાચાર્યે ‘શ્વાશ્રય' રચ્યું જે ૨૮ સર્ગમાં વહેંચાયેલું. જેમાં તે સમયના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી તથા સિદ્ધરાજ અને કુમારપાલના જીવનચરિત્રનો પણ ખ્યાલ આવે છે. વસ્તુપાલના સમયમાં કવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી', અરિસિંહકૃત “સુકૃત સંકીર્તન', બાલચંદ્રકૃત ‘વસંતવિલાસ', ઉદયપ્રભસૂરિકૃત “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિ ચરિત', સર્વાનંદસૂરિકૃત ‘જગડૂચરિત' વગેરે ગ્રંથો પણ રચાયા. આ યુગ દરમ્યાન બિલ્ડણકૃત “કર્ણસુંદરી' તથા યશચંદ્રરચિત “મુદ્રિતકુમુદચંદ્ર, યશપાલકૃત “મોહરાજ પરાજય' રચાયું જેમાં સિદ્ધરાજ તથા કુમારપાલના શાસનકાળના પ્રસંગો તથા જૈન ધર્મના વાદવિવાદોનું જીવંત ચિત્ર મળે છે.
આ યુગ દરમ્યાન ઉત્તમ પ્રશસ્તિઓની રચના થઈ. શ્રીધરકૃત સહસ્ત્રલિંગ પ્રશસ્તિ, કવિ શ્રીપાલકૃત વડનગર પ્રશસ્તિ, ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ, દેવપટ્ટનની શ્રીધર પ્રશસ્તિ, સોમેશ્વરકૃત આબુપ્રશસ્તિ, ગિરનારના શિલાલેખોમાંનો ગદ્ય ભાગ, સોમેશ્વર ઉપાશ્રયની ઉદયપ્રભસૂરિકૃત પ્રશસ્તિ સુકૃત કીર્તિકલ્લોલિની, ખંભાતના ઉપાશ્રયની ઉદયપ્રભસૂરિકૃત પ્રશસ્તિ તથા તેમની વસ્તુપાલ પ્રશસ્તિ, નરેન્દ્રપ્રભકૃત વસ્તુપાલ પ્રશસ્તિ, નાનાક પ્રશસ્તિ, દેવપટ્ટનની ત્રિપુરાન્તક પ્રશસ્તિ, ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલ ખેલાની પ્રશસ્તિ.... સર્વ પ્રશસ્તિઓમાં કેટલીક મંદિરને લગતી જયારે કેટલીક વસ્તુપાલને લગતી છે. તેમ છતાં તેમાંથી સમકાલીન રાજકીય અને સાંસ્કૃતિક માહિતી મળે છે. તે ઉપરાંત સ્તોત્રો, પ્રબંધો, ધર્મકથાસંગ્રહો, રાસકથાઓ, અલંકારગ્રંથો, વ્યાકરણગ્રંથો, છંદશાસ.... અન્ય સાહિત્ય પણ છે. * ઇતિહાસ વિભાગ, આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર (જિ. પંચમહાલ)
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n પર
For Private and Personal Use Only