________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધાવ્યું હતું.॰ સોલંકીકાલમાં આ શ્રેણીઓ વિશેષ સંગઠિત બની હશે એમ અનુમાન કરવાને કારણ છે; તો જ પછીના સમયમાં મહાજનોનું પ્રાબલ્ય સમજાવી શકાય. સારંગદેવ વાઘેલાના સમયની વિ.સં. ૧૩૪૩ (ઈ.સ. ૧૨૭૮)ની ત્રિપુરાંતક પ્રશસ્તિમાં માર્ગીઓની શ્રેણી(માલીક શ્રેણી)નો ઉલ્લેખ છે. અને એ શ્રેણી ‘સોમનાથના મંદિરમાં પ્રતિદિન ૨૦૦ કમળ અને કરણનાં ૨૦૦૦ પુષ્પ આપશે' એવું વિધાન મળે છે. આવી અનેક શ્રેણીઓ સાથેના રાજ્યના સંબંધોની દૃષ્ટિએ ‘શ્રેણિકરણ' જેવું સરકારી ખાતું અસ્તિત્વમાં હોય એ સંભવિત છે. વર્ણક સમુચ્ચયમાં એક સ્થળે મંત્રીને ‘સમસ્ત મહાજન-પ્રધાન' કહ્યા છે. એ રાજ્યવહીવટમાં મહાજનોનો જ અવાજ હશે તેનું સૂચક છે.
આયાત-નિકાસ અને વ્યાપારી સંબંધો :
કચ્છથી લાટ સુધીનો સમુદ્રકિનારો અને ત્યાં આવેલાં અનેક નાનાંમોટાં બંદર ગુજરાતનાં એ કાલનાં ધીકતાં બંદરો હતાં. ઈરાન, અરબસ્તાન અને એ દ્વારા યુરોપ સાથેનો વેપાર આ બંદરોમાંથી ખેડવાનું સૌથી અનુકૂળ હતું. સંઘવી સમરસિંહે કરાવેલા શત્રુંજયતીર્થોદ્વાર વર્ણવતાં નાભિનંદનજિનોદ્વાર પ્રબંધનો ઉલ્લેખ મળે છે.
ભરુકચ્છ-ભૃગુકચ્છ-ભરૂચ, ખંભાત અને સોમનાથ પાટણ એ ત્રણ મુખ્ય બંદર હતાં. દેવિગિરના યાદવ રાજાઓ અને માળવાના પરમારો સાથેના ગુજરાતના સતત વિગ્રહનું એક મુખ્ય કારણ ભરૂચ અને ખંભાત ઉપર કબજો જમાવવાની સ્પર્ધા હતું. જેમાં છેવટે ગુજરાતનો વિજય થયો. માળવાના સમૃદ્ધ પ્રદેશોનો તથા રાજસ્થાન અને ઉત્તર ભારતનો ૫૨૨ાષ્ટ્રીય વેપાર ગુજરાત મારફત ચાલતો.૩૨
જમીનમાર્ગે વેપાર બળદ, ઊંટ, ગધેડાં અને ગાડાંઓના સાર્થ મારફતે ચાલતો. સાર્થના નેતા 'સાર્થવાહ' કહેવાતા. જેનો પર્યાયવાચક શબ્દ ‘વાણિજયકારક' છે જે ઉપર પ્રા. ‘વાણિજ્જારઓ' અપભ્રંશ વાણિજ્જા૨ થઈ વણજારો' શબ્દ આવેલો છે. આંતરપ્રદેશનો માલ સાર્થ દ્વારા બંદરોમાં એકત્ર થતો. અહીંથી નિકાસ થતી ચીજોમાં સુતરાઉ અને રેશમી કાપડ, ચામડું, મરી, સૂંઠ, રંગ, ગળી, ગૂગળ, કપાસ, ખાંડ, સુગંધી પદાર્થો, લાખ, આંબળા, વગેરે ઈરાન, અરબસ્તાન, આફ્રિકા અને ચીન જતાં. સોનું, રૂપું, ચાંદી, સુરમો, ઘોડા વગેરેની આયાત થતી. સર્વાનંદસૂરિના ‘જગડૂચરિત’માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જગડૂશાહનો પરદેશો સાથે બહોળો વેપાર હતો અને ઈરાનમાં હોરમુઝ ખાતે જગડૂનો ‘જયંતસિંહ’ નામે એક સેવક અનેક જાતના માલ ભરેલું એક વહાણ લઈ આર્દ્રપુર અથવા એડન ગયો હતો.૪
વહાણવટાનો ઉદ્યોગ :
કોંકણના ઉપ૨ અણહિલવાડના રાજવીઓની સત્તા હતી. આ સમયે કોંકણમાં દેવગિરિના યાદવોની સત્તા હતી. સોલંકી રાજવીઓના નૌકાસૈન્યનું મુખ્ય મથક ઘોઘા હતું. વેપારનું મુખ્ય મથક ખંભાત હતું, પાટણમાં પણ બારવા કોમ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. તેમના માટે ખાસ મહોલ્લો હતો. આમ, ગુજરાત વહાણવટા માટે પ્રાચીન સમયથી ખ્યાતિ પામેલું હતુ. ‘હમ્મીરમદમર્દન' નાટકમાંથી જાણવા મળે છે કે, વસ્તુપાલે બગદાદના ખલીફના માણસોને ગુજરાતના નૌકાસૈન્ય મારફતે હરાવી એમને કેદ પકડી ખંભાત
આણ્યા હતા.
સોલંકીકાલ દરમ્યાન ખંભાત નૌકાસૈન્યનું મહત્ત્વનું મથક હશે. માર્કોપોલો ખંભાતને હિંદનું મોટું રાજ્ય કહે છે અને ખંભાતના મોટા વેપારનું વર્ણન કરે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતનાં વહાણ સાગરમાં દૂર દૂરના અરબસ્તાન - ઈરાન વગેરે દેશોમાં મુસાફરી કરતા.
સોલંકીકાલની આર્થિક સ્થિતિ ૫૭
For Private and Personal Use Only