________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસર કરાવી અપૂર્વ કીર્તિ પ્રાપ્ત કરી હતી. સિદ્ધપુરનો રૂદ્રમહાલય, સોમનાથની મહાયાત્રા અને અણહિલપુર પાટણનું સહસ્ત્રલિંગ સરોવર તેના સમયના પ્રસિદ્ધ સુકૃત છે. સહસ્ત્રલિંગ સરોવરનું વર્ણન શ્રી રામલાલ ચુ. મોદીએ તથા શ્રી કનૈયાલાલ ભા. દવેએ વિગતથી કરેલ છે. વડોદરા રાજયના પુરાતત્ત્વ ખાતાએ ઉત્નનન દ્વારા સહસ્ત્રલિંગ સરોવર વિશે ઘણી બાબતો પ્રકાશમાં આણી છે. આ સરોવરના કાંઠે ૧૦૦૮ શિવલિંગની દેરીઓ હતી. એક બાજુ શેષશાયી વિષ્ણુનું મંદિર હતું. પશ્ચિમમાં દેવીનાં ૧૦૮ મંદિર હતાં. એક દશાવતારનું મંદિર હતું. દક્ષિણમાં પ્રાપ્ય સોમનાથનું મંદિર હતું. આ સિવાય તેના કિનારે નકુલીશ, વિનાયક, કાર્તિકેય, મહાકાલ વગેરેનાં મંદિર હોવાનું પ્રબંધકારોએ નોંધ્યું છે. સરોવરની મધ્યમાં વિધ્યવાસિની દેવીનું ઉત્તુંગ મંદિર હતું. સરસ્વતી પુરાણમાં આ જળાશયનું વિગતવાર વર્ણન કરેલ છે. હેમચંદ્રાચાર્યે ‘યાશ્રય' મહાકાવ્યમાં પણ આ સરોવરનું વર્ણન કરેલ છે. સિદ્ધરાજના સમયમાં અણહિલપુરમાં વસાહ આભેડ અનેક નવાં ધર્મસ્થાન બનાવેલાં તેમજ પ્રાચીન ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવેલો. તેમાં પાટણના કોઈ પ્રાસાદ કે પ્રાસાદોનો સમાવેશ થયો હશે,
રાજા કુમારપાલે (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૨) પણ રાજ્યભરમાં અનેક ભવ્ય પ્રાસાદ બંધાવેલા. એ જૈન ધર્મ તરફ પરમ અનુરાગ ધરાવતો. કહે છે કે કુમારપાલે અભક્ષ્ય ભોજનના પ્રાયશ્ચિત્તરૂપે ૩૦ દાંત નિમિત્તે એક પીઠસ્થાન પર ૩૨ જૈનમંદિર બંધાવ્યાં હતાં. એક ઉંદરના મૃત્યુના પ્રાયશ્ચિત્તરૂપે “મૂષકવિહાર' બનાવરાવ્યો. એક વેપારીની પત્નીએ પોતાને રસ્તામાં ચોખાના કરંબ આપી તૃપ્ત કરેલો, તેની કૃતજ્ઞતારૂપે રાજાએ અણહિલપુર પાટણમાં “કરમ્બક વિહાર કરાવ્યો. જૂની હત્યા કરનાર એક ધનિક પાસે દંડરૂપે “યુકા વિહાર' બંધાવરાવ્યો. રાજા કુમારપાલે અણહિલપુરમાં કુમારપાલેશ્વર નામે શિવમંદિર અને કુમારવિહાર નામે જિનમંદિર કરાવ્યું હતું. રામચંદ્ર-રચિત “કુમારવિહાર શતક' કાવ્યમાં કુમારવિહારનાં ભવ્ય સ્થાપત્ય તથા સુંદર શિલ્પનું સરસ વર્ણન છે. કુમારપાલે પોતાના પિતાના નામે ત્રિભુવનપાલ વિહાર પણ બંધાવ્યો હતો. વીરાચાર્યના નામનું જિનાલય પણ તેણે બંધાવ્યું હતું.'
આ પછીના સમયમાં પાટણમાં કોઈ નવા પ્રાસાદ બંધાયા હોય તો તેની માહિતી જવલ્લે જ મળે છે. રાજ ભીમદેવ બીજાના રાજયકાલ દરમ્યાન ધોળકાના રાણા વીરધવલના મંત્રી વસ્તુપાલ તથા તેજપાલે અણહિલપુર વગેરે નગરોમાં નવાં ધર્મસ્થાન બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા એવો વ્યાપક ઉલ્લેખ ગિરનારના શિલાલેખોમાં આવે છે. ૧૯ અરિસિંહ કૃત “સકૃતસંકીર્તન' પરથી માલૂમ પડે છે કે વસ્તુપાલ પંચાસરામાં પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વળી, હાથીઆ વાપીની નજીકમાં આવેલા શ્રી સુવિધિનાથ તીર્થકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં નવીન બિંબ સ્થાપ્યું હતું." તેજપાલે પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં મૂલનાયકની નવી પ્રતિમા પધરાવી પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો હતો. ગજથર, અશ્વથર અને નરથરની રચનાવાળો ભગવાન શાંતિનાથનો ૭ર દેવકુલિકાઓથી યુક્ત આસરાજ વિહાર કરાવ્યો હોવાનું પણ જણાય છે. તેજપાલના પિતાનું નામ આસરાજ (અશ્વરાજ) હતું. તેજપાલે આ પ્રાસાદ પર ૭૨ સુવર્ણકલશ ચડાવ્યા. એની ડાબી બાજુએ માતા કુમારદેવીના શ્રેય અર્થે અજિતસ્વામી ચૈત્ય કરાવ્યું ને તેમાં કુમારદેવીની ગારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહાર પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો ને ચૈત્યમાં નેમિનાથની ધાતુ પ્રતિમા પધરાવી. કોરંટવાલ ગચ્છના ચૈત્યમાં ચંદ્રપ્રભજિનનું બિંબ કરાવ્યું. ખંડેરવાલ ગચ્છની વસતિમાં બે તીર્થકરોની કાયોત્સર્ગ પ્રતિમા કરાવી. સાન્તુ વસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ તીર્થંકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વીરાચાર્ય ચૈત્યમાં ગજશાળા કરાવી તથા અષ્ટાપદાવતારનું ચૈત્ય કરાવ્યું. નાગેન્દ્ર ગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાનો ઉપાશ્રય કરાવ્યો. આ વસ્તુપાલ તેજપાલે-ધવલક્ક (ધોળકા) અને સ્તંભતીર્થ(ખંભાત)ની જેમ પત્તન(પાટણ)માં સરસ્વતી-ભાંડાગાર અર્થાત્
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો ઃ એક શોધપત્ર B ૪૯
For Private and Personal Use Only