________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનરાજના પુત્ર યોગરાજે ભટ્ટારિકા યોગીશ્વરીનું મંદિર પાટણમાં બંધાવ્યું હતું. ચાવડા વંશના જ ચાહડે કર્કરાપુરીમાં ચાહડેશ્વર (ચાગડેશ્વર) અને કંટેશ્વરી પ્રાસાદ બંધાવ્યા હતા તેવું પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે. અણહિલપુર પાટણમાં ચાહડેશ્વરનું મંદિર અસ્તિત્વમાં હતું. રાજા ભૂયડે અણહિલપુર પાટણમાં ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ રાજાએ નગરને ફરતો પ્રાકાર (કોટ) પણ કરાવ્યો હતો.
સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પહેલાએ અણહિલપુરમાં મૂલદેવ સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. મૂલરાજ દર સોમવારે શ્રી સોમેશ્વર પાટણની જાત્રા કરવા જતો હતો, તેથી તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા સોમનાથ મહાદેવે ઉપદેશ આપ્યો અને પોતે સાક્ષાત મંડલી નગરમાં પધાર્યા, પછી મૂલરાજની ભક્તિ જોઈ વચન આપ્યું કે હું સમુદ્ર સાથે પાટણ આવીશ અને તેમ થતાં શિવ સાથે સાગર આવવાથી પાટણનાં બધાં જળાશયોમાં પાણી ખારાં થઈ ગયાં. આના પરિણામે મૂલરાજે ખુશ થઈ અણહિલપુરમાં આવેલ સોમેશ્વર માટે ભક્તિપૂર્વક ત્રિપુરુષ પ્રાસાદ” નામનું મંદિર બંધાવ્યું. આ પ્રાસાદના પ્રબંધ માટે કંથડી મહારાજને વિનંતી કરી, એ તપસ્વીએ તે કર્તવ્ય પોતાના શિષ્ય વયજલ્લદેવને સોંપ્યું. રાજાએ જાગીર, શ્વેતછત્ર તથા ઉત્તમ ચંદનાદિ પદાર્થોના પ્રબંધ સાથે એ પદ પર વયજલ્લદેવની નિયુક્તિ કરી.
આ સિવાય મૂલરાજે પોતાના પિતામહ મુંજાલદેવના નામથી શ્રી મુંજાલદેવ પ્રાસાદ નામે શિવાલય પણ બંધાવ્યું હતું. તેણે પાટણમાં “મૂલરાજ વસરિકા' નામનું જૈન ધર્મસ્થાન પણ બંધાવ્યું હતું અને તેના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુનો આચાર્ય મહોત્સવ મોટા આડંબરથી કર્યો હોવાની દંતકથા છે.”
મૂલરાજના પુત્ર રાજા ચામુંડરાજે પત્તનમાં ચંદનાથદેવ અને ચારિણેશ્વરના મંદિર કરાવ્યા હતા. રાજાની બહેનનું નામ “વાચિણી હતું તેથી બીજા મંદિરનું નામ “વાચિણીશ્વર' હોવાનો સંભવ છે.
રાજા દુર્લભરાજે અણહિલપુર પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. આ દુર્લભ સરોવરના સ્થાને સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર બનાવ્યું હોવાની પ્રબળ માન્યતા છે. તેણે પાટણમાં વ્યયકરણ શાળા તથા હાથીઓ બાંધવા હસ્તિશાલા પણ બનાવેલ. તેણે સાત માવનો ધવલગૃહ રાજપ્રાસાદ બનાવ્યો હતો. આ રાજપ્રાસાદમાં સમય જોવા માટે ઘટીકા સ્તંભ બનાવ્યો હતો. આ ઘટીમાસ્તંભ એ વૈજ્ઞાનિક બાંધકામ ગણાય. આ સિવાય તેણે પોતાના સ્વર્ગસ્થ ભાઈ વલ્લભરાજના શ્રેયાર્થે મદનશંકર પ્રાસાદ કરાવ્યો હતો.'
રાજા ભીમદેવ ૧ લાના સમય (ઈ.સ. ૧૦૨૨-૧૦૬૪) દરમ્યાન સોલંકી રાજ્યમાં અનેક ભવ્ય પ્રાસાદ બંધાયા. આ રાજાને મૂળરાજ નામે કુંવર હતો, તેણે દુષ્કાળના વર્ષમાં ખેડૂતોનું મહેસૂલ છોડી દીધું અને તે અચાનક અવસાન પામ્યો. બીજા વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોએ રાજાને પાછલા વર્ષનું પણ મહેસૂલ . આપવા માંડ્યું. રાજાએ તેમાં પોતાના ખજાનામાંથી દ્રવ્ય ઉમેરી કુમાર મૂળરાજના શ્રેય અર્થે અણહિલપુર પાટણમાં ત્રિપુરુષ પ્રાસાદ બંધાવ્યો, વળી, એણે ત્યાં ભીમેશ્વર નામે શિવનો તથા ભટ્ટારિકા ભિરૂઆણી નામે દેવીનો પ્રાસાદ કરાવ્યો. ભીમદેવની રાણી ઉદયમતિએ અણહિલપુર પાટણમાં એક સુંદર વાવ બંધાવી જે હાલમાં ‘રાણકીવાવ'ના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજાના મહામંત્રી દામોદરે એક સુંદર કૂવો બંધાવ્યો જે દામોદર કૂવા તરીકે જાણીતો હતો. તેના ઉપરથી ગુજરાતમાં એક કહેવત છે કે, “રાણકીવાવ ને દામોદર કૂવો, જેણે ના જોયો તે જીવતો મૂઓ.'
રાજા કર્ણદેવે (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૪) પત્તનમાં શ્રી કર્ણમેરુપ્રસાદ બંધાવ્યો હતો. તેના મંત્રી શાજૂએ અહી વસહિકા કરાવી હતી."
સિદ્ધરાજ જયસિંહનો સમય અણહિલપુર પાટણની જાહોજલાલીનો સમય હતો. તેના સમયમાં તેણે ગુજરાતભરમાં અનેક ભવ્ય વાસુકૃતિઓ કરાવી ગણાય છે. એણે મહાલય, મહાયાત્રા, મહાસ્થાન, અને
પથિક : જાન્યુઆરી – જૂન, ૨00૫ ૪૮
For Private and Personal Use Only