________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો એક શોધપત્ર
પ્રા. ડૉ. લલિત એસ. પટેલ મધ્યકાલીન ગુજરાતની પ્રસિદ્ધ રાજધાની પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર વનરાજ ચાવડાએ સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં કરી હતી. પરંતુ અઘતન સંશોધન અનુસાર એના પછી લગભગ ૯૪ વર્ષે એટલે કે વિ.સં. ૮૯૬માં સ્થાપના થઈ હતી તેમ માલૂમ પડે છે.'
વનરાજ ચાવડાએ પોતાના સહાયક અણહિલ નામે ભરવાડના નામે આ નગર વસાવ્યું, એવી સામાન્ય માન્યતા છે. પણ જિનપ્રભસૂરિ એમના પ્રાકૃત ‘વિવિધ તીર્થકલ્પ'માં જે માહિતી આપે છે તે પ્રમાણે લાખારામ નામે પ્રાચીનતમ ગામની જગ્યાએ અણહિલપુર પત્તન વસ્યું હતું. ત્યાં એ ચાવડા વંશનું રાજય વિ.સં. ૯૮ (ઈ.સ. ૯૪૨) સુધી રહ્યું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહનો વધ કરી મૂળરાજ સોલંકીએ સ્થાપેલ સોલંકી વંશનું શાસન વિ.સં. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી રહ્યું. આ સમયે અણહિલવાડ પાટણનું નાનું રાજય પશ્ચિમ ભારતનું વિશાળ રાજય બન્યું. એ પછી ત્યાં વાઘેલા-સોલંકી વંશનો રાજા વિસલદેવ સત્તારૂઢ થયો. આ વંશની સત્તા વિ.સં. ૧૩૬૦ (ઈ.સ. ૧૩૦૩-૦૪) સુધી પ્રવર્તી. આ રીતે પાંચ-છ શતાબ્દી કરતાં વધારે સમય સુધી આ નગર ગુજરાતનું રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું. ત્યારબાદ દિલ્હીની ખલજી સલ્તનતની અને ત્યારબાદ તુઘલક સલ્તનતના નાઝિમોની સત્તા પાટણમાં પ્રવતી . ૧૫મી સદીના આરંભમાં એટલે કે ઈ.સ. ૧૪૦૩માં નાઝિમ મુઝફફરખાનના પુત્ર મહંમદશાહે આશાવલમાં પોતાની સ્વતંત્ર સલ્તનત સ્થાપી, પરંતુ તે બે-ત્રણ માસમાં અવસાન પામ્યો. પછી ઈ.સ ૧૪૦૭માં તેના પિતા મુઝફરખાને સુલતાન મુઝફ્ફરશાહ તરીકે પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ તેનો પૌત્ર અહમદશાહ ગાદીએ આવ્યો તેણે આસાવલ પાસે અમદાવાદની સ્થાપના કરી અને રાજધાની પાટણથી ખસેડી અમદાવાદ બનાવી (ઈ.સ. ૧૪૧૧). આ રીતે ઈ.સ. ૮૪૦ થી ૧૪૧૧ સુધી અર્થાત પોણા છસો વર્ષ સુધી અણહિલવાડ પાટણ ગુજરાતની રાજધાની રહી. આ સમય દરમ્યાન પાટણમાં અનેક ભવ્ય સ્થાપત્યકીય સ્મારકોનું નિર્માણ થયું. હાલમાં તે સ્મારકો પૈકી રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર જેવા જળાશયોના અવશેષ બાકી રહ્યા છે.
જ્યારે જુદા જુદા રાજવીઓ દ્વારા સ્થાપિત અનેક રાજપ્રાસાદો અને દેવપ્રાસાદો નામશેષ (લુપ્ત) થયેલા છે. તે સમયે સ્થાપેલ વિપુલ સમકાલીન સાહિત્ય અને અભિલેખોમાં આવતા ઉલ્લેખ ઉપરથી પાટણના આવા અનેક પ્રાસાદોની માહિતી મળે છે, જે એક સમયે પાટણની ભવ્યતામાં વધારો કરતા હશે.
સાખડ ભરવાડના પુત્ર અણહિલ ભરવાડે બતાવેલ ભૂમિ ઉપર વનરાજે અણહિલપુર નામનું નગર વસાવી વિ.સં. ૮૦૨ના વર્ષમાં વૈશાખ સુદ-૨ને વાર સોમવારે જાલવૃદ્ધાના મૂળ ઉપર બંધાવેલ ધવલગૃહમોટામહેલ–માં પોતાનો રાજયાભિષેક કરાવ્યો હતો. ધવલગૃહ એટલે રાજપ્રાસાદ અથવા રાજમહેલ. પોતે રાજા બનશે એવું ભવિષ્ય ભાખી આશરો આપનાર ગુરુ શીલગુણસૂરિને પંચાસર ગામથી પોતાના મહેલમાં પધરામણી કરાવી અને પોતાના રાજ્ય સિંહાસન ઉપર બેસાડી સઘળું રાજ્ય શીલગુણસૂરિના ચરણે અર્પણ કરવા માંડ્યું, પરંતુ સૂરિએ તેનો ઇન્કાર કરતાં તેમની આજ્ઞાથી પંચાસરમાં ભગવાન પાર્શ્વનાથજીનું ભવ્ય ચૈત્ય બંધાવ્યું. તેમાં વનરાજે પોતે આરાધના કરતો તેની સામે ઊભો હોય એ મુદ્રામાં પોતાની પ્રતિમા કરાવી, સ્થાપના કરી. પંચાસરનું તે જિનાલય કાળક્રમે નાશ પામતાં ભગવાન પાર્શ્વનાથની તથા વીર વનરાજની તે પ્રતિમાઓ હાલના પાટણમાં આવેલ પાર્શ્વનાથ જિનાલયમાં સ્થાપિત કરી હોવાનું કહેવાય છે. ધવલગૃહમાં વનરાજે કંઠેશ્વરી દેવીનો પ્રસાદ પણ કરાવ્યો હતો.' * અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, આર્ટ્સ કૉલેજ, પાટણ
સાહિત્ય અને અભિલેખોમાં ઉલ્લેખિત અણહિલપુરના લુપ્ત પ્રાસાદો : એક શોધપત્ર | ૪૭
For Private and Personal Use Only