________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથભંડાર કરાવ્યો હતો. વસ્તુપાલ ઈ.સ. ૧૨૪૦માં અને તેજપાલ ઈ.સ. ૧૨૪૮માં મૃત્યુ પામ્યા હતા. એ પછી પણ પાટણમાં કોઈ નવા પ્રાસાદ બંધાયા હશે, પણ તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ‘કીર્તિકૌમુદી' કાવ્યમાં કવિ સોમેશ્વર અણહિલપુરનું વર્ણન કરતાં લખે છે :
दत्तचित्तप्रसादेषु प्रासादेषु सदा वसन् । यत्र शम्भुर्न कैलासविलासमभिलष्यते ॥ પ્રાસાદ ચિત્તને દેતા પ્રાસાદોમાં સદા વસે. નહીં શંભુ ન ચાહે છે કૈલાસના વિલાસને. भान्ति देवालया यस्मिन् हिमालयसमश्रियः । भूतलं व्याप्य भूता(?पा)नां कीर्तिकूटा इवोद्गताः ॥ હિમાલય સમાં શોભે વ્યાપી ભૂતલને નહીં;
નૃપોના કીર્તિકૂટો શાં જાણે દેવાલયો વસે. ગુજરાતની આ ભવ્ય જાહોજલાલી ધરાવતી પ્રાચીન રાજધાની સમય જતાં ‘શ્રીપત્તન” તરીકે ખ્યાતિ પામી. વર્તમાન પાટણ નામમાં ‘પત્તન’ શબ્દ જળવાઈ રહ્યો છે. પરંતુ હાલમાં અસ્તિત્વ ધરાવતા રાણકીવાવ તથા સહસ્રલિંગ સરોવર સિવાયના તેના ભવ્ય પ્રાસાદો-રાજપ્રાસાદો તથા દેવપ્રાસાદોનું અસ્તિત્વ નથી. કાળક્રમે એ જીર્ણ થઈ પ્રાચીન નગરના ખંડેરોના નીચલા થરોમાં દટાઈ ગયેલા લાગે છે. હાલના પાટણની બાજુમાં કે જ્યાં પ્રાચીન પાટણ હોવાનું કહેવાય છે તે અનાવાડા અને તેની આસપાસનાં સ્થળોએ પુરાતત્ત્વ ખાતા તરફથી ઉખ્ખનન કરવામાં આવે, તો એ નામશેષ બનેલા પત્તનના ભવ્ય પ્રાસાદો પૈકીના કોઈ લુપ્ત પ્રાસાદના અવશેષ મળી આવે તેમ છે. વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ સહસ્રલિંગ સરોવરના સ્થળનું થોડાક સમય પહેલાં ઉત્પનન કરાવ્યું હતું અને તેના પરિણામે સરોવરમાં પાણી લાવવાની તે સમયની જે ભવ્ય યોજના હતી તે ભાગને ખુલ્લો કરેલ છે. તે જ રીતે વર્ષો સુધી રાણકીવાવ જમીનમાં દબાયેલી રહી અને ઉત્પનન દ્વારા તે વાવને સુંદર રીતે પ્રકાશમાં લાવી તેની સુંદર શિલ્પકૃતિઓ આજે પ્રજા સમક્ષ ખુલ્લી મૂકેલ છે. પાટણની પાસે વડલી ગામમાં આજે પણ પ્રાચીન પાટણમાં ઘીકાંટા' બજાર હતું તેના અવશેષો જોઈ શકાય છે. આથી જ ભારત કે ગુજરાત સરકાર ગુજરાતની આ પ્રાચીન રાજધાનીનાં ખંડેરોની સ્થળ-તપાસ કરી તેના ભૂગર્ભસ્થ અવશેષોને પ્રકાશમાં લાવે તો આપણાં પ્રાચીન સ્થાપત્યોનો ઐતિહાસિક વારસાનો વર્તમાન પ્રજાને પરિચય થાય તેમ છે.
પાદટીપ ૧. શાસ્ત્રી હરિપ્રસાદ, ગુજરાતની પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૪૨ ૨. એજન ૩. રત્નમણિરાવ જોટે, “ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ’, ઇસ્લામ યુગ, ખંડ-૧, પૃ. ૨૯૮, ૩૦૨ ૪. મેરૂતુંગ, ‘પ્રબંધ ચિંતામણિ' (સં. મુનિ જિનવિજયજી), પૃ. ૧૩ ૫. એજન, પૃ. ૧૫ ૬. સાંડેસરા ભો, જ, ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક ભુલાયેલું પૃષ્ઠ', ગુજરાત દીપોત્સવી અંક
સં. ૨૦૨૩, પૃ. ૭-૮ ૭. મેરૂતુંગ, પૂર્વોક્ત, પૃ. ૧૪-૧૫ ૮. હેમચંદ્રાચાર્ય, ‘યાશ્રય', પૃ. ૧૫-૧૬
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૫૦
For Private and Personal Use Only