________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે જીત મેળવી હશે અને શ્રીધરે તેના સૈન્યને હરાવ્યું હોવાનું જણાય છે. વળી દુર્ગના દર્પરૂપ શ્રીધરે વીર હમ્મીરના સૈન્યને તૃણ સમાન કરી નાંખ્યું (શ્લો. ૪૩). પોતાના માતાના શ્રેય માટે રોહિણીસ્વામી નામે કૃષ્ણનું મંદિર અને પિતા વલ્લના નામથી એક શિવાલય બંધાવ્યું (ગ્લો. ૪૪). શ્રીધરની ત્રણ પત્નીઓ સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી નામે હતી.
શ્રીધરના વસ્ત્રાકુલ વંશના પૂર્વજોની વંશાવળી
ઊયા ભટ્ટ
માધવ
લૂલ
ભાભ
શોભ
:
વલ્લ =રોહિણી,
શ્રીધર =સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી શિલાલેખમાંની મિતિ વિ.સં. ૧૨૭૩, વૈશાખ સુદિ ૪, શુક્રવારની છે. એ દિવસે વર્ષગણનાની ચૈત્રાદિ પદ્ધતિ પ્રમાણે ૨૨ એપ્રિલ, ઈ.સ. ૧૨૧૬ આવે (L.D. Swamikannu Pillai, An Indian Ephemeris, Vol. IV, Delhi, 1982, p. 84) ૩. ભીમદેવ રજાનો વેરાવળ શિલાલેખ :
આ શિલાલેખ જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં ફોજદારના મકાનમાં આવેલો છે. એનું માપ પર.૫ સેમી. x ૪૨.૫ સેમી. છે. ૪૫ પંક્તિમાં કોતરાયેલ આ લેખની ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી છે. અંતિમ આઠ પંક્તિઓના અક્ષર તદ્દન ઘસાઈ ગયા હોવાથી વાંચી શકાતી નથી.
આરંભમાં સોમેશ્વર દેવ અને સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારબાદ તપોનિધિ વિશ્વેશ્વરરાશિની પ્રશસ્તિ કરવામાં આવી છે. તેઓ શિવનો એક અંશ ગણાતા. સોમનાથ મંદિરના સંરક્ષણમાં તેમનો વિશેષ ફાળો હતો. શિવ સમાન પ્રભા અને ચંદ્રકળાવાળા, સૂર્ય સમાન તેજસ્વી અને અપ્રતિમ રૂપવાળો દેહ ધરાવતા તે વિશ્વેશ્વર રાશિએ ત્રણ શક્તિ-પ્રભાવ, મંત્ર અને ઉત્સાહ-સમાન પ્રતાપદેવી (ભાવ બૃહસ્પતિની પુત્રી)ને પત્ની તરીકે ગ્રહણ કરી. કુમારપાલના અવસાન બાદ એના અનુગામી અજયપાલની વિનંતીથી વિશ્વેશ્વર રાશિએ શ્રી સોમની સ્થિતિનો ઉદ્ધાર કર્યો ત્યારે રાજાએ એમને ગંડના પદ પર સ્થાપિત કર્યા.
ભીમદેવ ૨ જાના સમયમાં જગદેવ પાસે વિશ્વેશ્વર રાશિએ સોમનાથનો મેઘનાદ નામે પ્રાસાદ કરાવ્યો.
વિશ્વનાથમાંથી અવતરેલો તપનો નિધિ, પૂર્વના સંસ્કારથી ચૌદ વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠોના ભક્તોનો શિષ્ય તપ માટે અવન્તિ ગયો, શાશ્વત સુખરૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પોતાની એકતા વિશે કઠિન ધ્યાન ઘણાં વર્ષો સુધી કર્યું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૪૪
For Private and Personal Use Only