________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. વાઘેલા રાજા સારંગદેવના સમયની સિન્ટ્રા(પોર્ટુગલ)માંની દેવપત્તન પ્રશસ્તિ : વિ.સં. ૧૩૪૩ (ઈ.સ. ૧૨૮૭)
આ પ્રશસ્તિની એક નકલ ચાર્લ્સ વિલ્ફિન્સના ભાષાંતર સાથે Travels in Portugal (1798)માં પ્રથમ પ્રસિદ્ધ થઈ હતી. ડૉ. બર્જેસે આર્કિયોલોજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા (૧૮૭૯), નં. ૯, પૃ. ૧૦૪માં ડો. ભગવાનલાલ ઇન્દ્રજીના સંસ્કૃત પાઠ સાથે પ્રશસ્તિનો ટૂંક સાર આપી પ્રસિદ્ધ કરી હતી. લેખ લાંબા લીસા કાળા પથ્થર પર કોતરેલો છે. તેનું માપ ૧૦૫ સેમી. * ૫૦ સેમી. છે. લેખમાં ૬૬ પંક્તિઓ
લેખનો મુખ્ય વિષય ત્રિપુરાન્તક નામના શૈવ સાધુએ સોમેશ્વરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યા તેને લગતો છે, આ પાંચમાં ૧. પોતાની માતા માલ્ડણદેવીના નામથી માલ્હણેશ્વર, ૨, ઉમાપતિગંડબૃહસ્પતિના નામનું શિવાલય, ૩. બૃહસ્પતિનાં પત્ની ઉમાના નામથી ઉમેશ્વર, ૪. પોતાના નામ પરથી ત્રિપુરાંતકેશ્વર અને પ. પોતાનાં પત્ની રમાના નામ પરથી રમેશ્વર. આ પાંચેના વચલા ભાગમાં ગૌરક્ષક (ગોરમ)નું, ભૈરવનું, હનુમાનનું, સરસ્વતીનું અને સિદ્ધિવિનાયકનું એમ સ્થાન કરાવ્યાં અને ઉત્તરના કાર સામે સુંદર સ્તંભો ઉપર તોરણ કરાવ્યું. આ મંદિરોના નિભાવ માટે-નિત્યપૂજા જાતે અને બીજાઓ પાસે લાગી અપાવી કરાવી.
લેખના આરંભમાં શિવ અને ગણપતિની સ્તુતિ કરવામાં આવી છે. ત્યાર બાદ વાઘેલા રાજા વિશ્વમલ્લ (વીસલદેવ ઈ.સ. ૧૨૪૩-૧૨૯૭) અને તેની રાણી નાગલ્લદેવી, નાનો ભાઈ પ્રતાપમલ્લ, પ્રતાપમલ્લનો પુત્ર રાજા અર્જુનદેવ અને એના પુત્ર સારંગદેવની પ્રશસ્તિ રજૂ કરવામાં આવી છે. વિશ્વમલ્લના પરાક્રમ અને વીરતાનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે.
श्रीविश्वमल्ल इति भूपतिमौलिरनं
चौलुक्यवंशमतंसयति स्म जिष्णुम् । यस्य द्विधारमपि संयति मंडलान
मारादमस्त शतधारमरातिवर्गः ॥ ८
‘પૂર્વે, ભૂપતિઓનો મુકુટમણિ જયશાલી શ્રી વિશ્વમલ ચૌલુક્ય વંશનો અલંકાર હતો, જેની બે ધારી ખઞને શત્રુઓ યુદ્ધમાં અનેક ધારવાળી માનતા.'
आबद्धमूलमभितः क्षितिपाद्रिजात
मुन्मूलयन् कुलिशवंशभुवा भुजेन । सत्त्वस्य य: किमपि धाम जनेन राज
___ नारायणेति जगदे जगदेकनाथः ॥५॥
ચારે બાજુ મૂળ નાંખી રહેલા પર્વત જેવા રાજાઓને વજ સમાન ભુજ વડે ઉખેડી નાખતો એ સત્ત્વશાળી, જગતનો એક નાથ “રાજનારાયણ' કહેવાયો.”
અર્જુનદેવનું સુંદર વર્ણન ઉપમા અને શ્લેષ દ્વારા કવિએ કર્યું છે : राकानिशाकरसनाभिगुणाभिरामो
दामोदरांश इव विक्रममांसलश्रीः । भूपालमौलिमणिरर्जुनदेवनामा
कामा नीमिव धनानि थरामदुग्ध ॥१०॥ સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ ૪૫
For Private and Personal Use Only