________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. શ્રીધરની દેવપાટણ પ્રશસ્તિ, વિ.સં. ૧૨૭૩ (ઈ.સ. ૧૨૧૬)
વેરાવળ નજીક સોમનાથ પાટણમાં એક કાજીના ઘર નજીકના સ્તંભ ઉપર આ પ્રશસ્તિલેખ જડાયેલો હતો. હાલ જે શિલા ઉપર આ લેખ કોતરાયો છે તે શહેરના મોટા દરવાજાની જમણી તરફ કિલ્લાની દીવાલમાં ચણેલી છે. જે શિલાનું માપ ૭૫ સે.મી. x ૬૭.૫ સેમી. છે. નીચેના ભાગમાં ૧૨.૫ સે.મી. જગ્યા ખાલી છે. ઉપરના ડાબી તરફના ખૂણામાં એક ટુકડો ભાંગી ગયો છે. લેખના અંતે જમણી તરફના ભાગ વધુ નુકસાન પામેલા હોઈ, નીચેના ભાગમાં પંક્તિઓનો જમણી તરફનો ભાગ વાંચી શકાતો નથી. લેખની લિપિ ૧૩મી સદીની નાગરી અને ભાષા સંસ્કૃત છે. મૂળાક્ષરોમાં વ ને સ્થાને 3 નો પ્રયોગ થયો છે, જેમકે કવો: (પં. ૨૦)
શ્રીધર પ્રશસ્તિનો આરંભ શિવની સ્તુતિથી કરવામાં આવ્યો છે. એમાં શિવનું પર બ્રહ્મ સાથેનું અભિજ્ઞાન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય વિષય દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વસ્ત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ કરવામાં આવી છે. ત્યાર બાદ સોમનાથ મંદિર અને નગરની પ્રશસ્તિ કરવામાં આવી છે. ભૂમિથી ઊર્ધ્વગુલ એવું સોમનાથ મંદિર અનન્ય સાધારણ શોભા ધારણ કરતું હતું. જલધિની સંનિધિમાં પુરાતન કાલમાં અસહ્ય ક્ષયરોગથી પીડાતા ઇન્દુએ મુક્તિ માટે સોમનાથ મંદિર અને નગરની પ્રશસ્તિ કરી.
સોલંકી કુલના મૂલરાજ ૧લાથી ભીમદેવ રજા સુધીના રાજાઓનું વર્ણન આ શિલાલેખોમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે નૃપ ભીમદેવ રજાના રાજપુરુષોમાં આદર પામેલા શ્રીધરના પૂર્વજોનું વર્ણન આવે છે. શ્રીધરનો વંશ વસ્ત્રાકુલ વંશથી ખ્યાતિ પામેલો હતો. આ વંશનું વૈદિક ગોત્ર શાંડિલ્યના ગોત્રનું હતું. આ વંશના મહાન ધર્મી જોશી ઊયા ભટ્ટ વડનગરમાં નિવાસ કરતા. એ રાજજોશીના આશીર્વાદથી મૂળરાજ ૧લાએ ઇન્દ્રના વક્ષ:સ્થળમાં ઈર્ષા ઉપજાવે એવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજય કર્યું. ઊયા ભટ્ટના ત્રણ પુત્રો માધવ, લૂલ અને ભાભને અનેક સખાવતોની દેખરેખ તેમજ વાપી, કૂપ, તડાગના ખોદકામ, કુષ્ટિમ (આશ્રય ગૃહ), વિદ્યા, મઠ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણછાજ દંડ, કમાનો, બજારો, નગરો, ગામો, પ્રપા અને મંડપનાં બાંધકામ સોંપ્યાં હતાં (શ્લો. ૯-૧૦). ચામુંડારાજે પિતાના મિત્ર મહામંત્રી માધવને કન્ટેશ્વર ગ્રામ દાનમાં આપ્યું (શ્લો, ૧૨). લૂલનો પુત્ર ભાભ ભીમદેવ ૧લાને મિત્ર હતો. એનો પુત્ર કુમારપાલ રાજાનો સચિવ હતો (ગ્લો. ૨૫). રોહિણી સાથેના લગ્ન બાદ વલ્લને ચંદ્ર સમાન પોતાના વંશને વિકસાવનાર અને રાજા ભીમદેવ રજાના રાજપુરુષોમાં સમ્માન પામેલ શ્રીધર નામે પુત્ર થયો (ગ્લો. ૨૬, ૨૭) “એ કાંતિમાં ચંદ્ર સમાન, વૃત્તિમાં સાગર સમાન, પ્રભવવિધિમાં બ્રહ્માસમાન, કીર્તિમાં રામ સમાન અને રૂપ-સૌંદર્યમાં કામદેવ સમાન હતો. એ સૌજન્યમૂર્તિ, સત્ત્વશાળી અને એના હૃદયમાં પુરાણા-પુરુષની ચેતના હતી, એ શ્રીધર હોવા છતાં વૈકુંઠ નહોતો, સર્વજ્ઞ હોવા છતાં નિર્ગુણ નહોતો, ઈશ્વર હોવા છતાં કામનો શત્રુ નહોતો.” (શ્લો. ૨૯-૩૧). એ વીર હતો, ઉદાર હતો, સુચરિત અને સુભાગ્યવાળો હતો.
તાર્મિવનવંદfમ: સંધ્યામિવિ વાર: | :
श्रीधरः शोभते शश्वल्लोकव्याप्येकदीपकः ॥४१॥ ‘ભુવનમાં વંદનીય સંધ્યાઓ વડે જેમ દિવસ શોભે છે, તેમ શાશ્વત લોકવ્યાપી અદ્વિતીય દીપક સમાન શ્રીધર શોભે છે.”
‘શ્યામ તમાલ વૃક્ષોના વન સમાન માળવાના યુદ્ધના માતંગોના ગણથી કંપિત દેશને શ્રીધરે તેના મંત્રબળથી પુનઃ સ્થિર કરી નિજ બળથી દેવપત્તન (સોમનાથ પાટણ)નું રક્ષણ કર્યું (શ્લો. ૪૨).' વીર હમીર ઘણું કરીને મુસલમાન સેનાપતિ હતો અને એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના સમયમાં ટૂંક સમય
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ ૪૩
For Private and Personal Use Only