________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ખરેખર ઈન્દ્ર તેનું રૂપ નિહાળવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યા છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણોનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારણ કરવાં પડ્યાં છે, તેના મહિમાથી દૂજેલી પૃથ્વી પર્વતો વડે સ્થાનમાં રખાઈ છે અને પૃથ્વી ને સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સર્જેલાં ભાસે છે.' ભાવ બૃહસ્પતિએ પ્રભાસપાટણમાં મેરુ નામે નવો પ્રાસાદ બંધાવ્યો. પપપ સંતોની પૂજા કરી.
સોમનાથ મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગરનો વિસ્તાર કર્યો. ગૌરી, ભીમેશ્વર, શિવ, સિદ્ધેશ્વર વગેરે દેવોનાં મંદિર પર તેણે સુવર્ણના કળશો મૂક્યા. રાજાઓને એકત્ર કરવા દરબાર બનાવ્યો. સરસ્વતીની વાપી બંધાવી. શંકરના મંદિરના અગ્રસ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળો
ઓરડો અને રૂપાના જલમાર્ગવાળું મંડૂકના આકારનું શિવનું આસન બનાવ્યું. પાપમોચન મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
દ્વિજો માટે વિશાળ ગૃહો બંધાવ્યાં અને વિષ્ણુની પૂજાને સહાય કરી. સોમનાથના માર્ગ પર નવા નગરમાં બે વાપી કરાવી અને ચંડિકાની સ્થાપના કરી. ‘અમૃત સમાન જળવાળી આ વાપી જે રમ્ય તરંગોનો ધ્વનિ કરે છે અને જેના જળનું પાન અનેક પિત્તળની ડોલથી થાય છે તે ઘટ્ટમાંથી પ્રગટેલા અગત્ય ઋષિથી પાન કરાયેલા જળવાળા સાગરને હાસ્ય કરતી ભાસે છે. સૂર્ય-ચંદ્રના ગ્રહણ દિને અને પર્વ દિનોએ વિદ્વાન અને ગુણી દ્વિજોને સર્વ દાન આપી પૂજા કરાવે છે.
ભાવબૃહસ્પતિ શંકરની ભક્તિમાં પરાયણ, બ્રહ્મના જ્ઞાનમાં લીન, શ્રુતિમાં શ્રદ્ધાવાળો, દાનનો શોખીન, ક્ષમાની મતિવાળો, સુચરિતવાળો શાશ્વત શ્રેયની પ્રાપ્તિ માટે શંકરની આરાધના કરે છે. ભાવબૃહસ્પતિની પત્ની મહાદેવીની પ્રશસ્તિ કરતાં કવિ જણાવે છે.
एतस्याभवदिंदुसुंदरमुखी पत्नी प्रसिद्धान्वया
गौरीव त्रिपुरद्विषो विजयिनी लक्ष्मीर्मुरारेरिव । श्रीगंगेव सरस्वतीव यमुने वेदाग्रकीा गिरा
___ कात्या सोढलसंभवा भुवि महादेवीति या विश्रुता ॥३५॥ ‘તેની પત્ની પૃથ્વી પર મહાદેવી નામથી વિખ્યાત, ઇન્દુ સમાન રમ્ય મુખવાળી, વિખ્યાત કુળની, ત્રિપુર દૈત્યના શત્રુ શંકરને પાર્વતી સમાન, વિષ્ણુને શ્રીલક્ષ્મી સમાન, સોઢલના સંભવની, યશ, વાણી અને સૌંદર્યમાં ગંગા, સરસ્વતી અને યમુનાને અનુક્રમે સમાન હતી.
‘તેનું લાવણ્ય ચંપાના ફૂલ જેવું હતું, રથની ગતિ સમાન તેના બાહુ હતા. નયન શિરીષ પુષ્યની શ્રેણી સમાન હતાં, હાસ્ય મોગરાના ફૂલ જેવું હતું. તેના કપોળ પૂર્ણ વિકસેલા લોધ પુષ્પ સમાન હતા. એથી એમ દેખાતું હતું કે કામદેવ શિલ્પીએ સર્વ ઋતુના સૌંદર્યવાળું તેનું અંગ બનાવ્યું હતું.
ચંદ્રગ્રહણના સમયે ગંડરાજે સોમનાથની પૂજા કરી અતિ પ્રસન્ન થયો. દાનપત્ર વડે એક ગામ દાનમાં આપ્યું. શીઘ્ર કવિએ ગંડના ગુણોની પ્રશસ્તિ રચી. લક્ષ્મીધરના પુત્ર રૂપસૂરિએ લખાણ કર્યું.
લેખની મિતિ વલભી સંવત ૮૫૦, અષાઢ માસની છે. આ સમયે ઈ.સ.નું વર્ષ ૧૧૬૯ અને વિ.સં.નું વર્ષ ૧૨૨૫ આવે.
કુમારપાળના સમયના અભિલેખ પરથી જણાય છે કે મુખ્ય મંદિર, નૃત્યશાળા, રંગમંડપ, રસોઈગૃહ અને કીર્તિતોરણ વગેરે મહત્ત્વનાં અંગો સાથે સોમનાથ મંદિર જોડાયેલું હતું. મંદિરની ચોતરફના વિસ્તૃત પ્રાંગણને ફરતા કોટની રચના હતી. મંદિરના પ્રાંગણમાં દૈત્યસૂદન વિષ્ણુનું મંદિર હતું.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ 9 ૪ર
For Private and Personal Use Only