________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારબાદ પાશુપત મઠોનું સંરક્ષણ કરનાર ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ કરવામાં આવી છે. વારાણસીમાં જન્મેલા તેઓ ગાગ્યે ગોત્રના કાન્યકુબ્બ બ્રાહ્મણ હતા. શિશુ વયમાં એમને પૂર્વ સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિઘાઓની નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું અને પાશુપતાચાર્ય બન્યા હતા. પાશુપત મતના ગ્રંથોની રચના કરનાર આ મહાન આચાર્યે તપોનિધિ રાજાઓને દીક્ષા આપવા અને પશુપતિના સ્થાનોની રક્ષા કરવા પ્રવાસ આરંભ્યો.
‘અતિ વિદ્વાન, અખિલ જગતથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાઓના ઉપમાનની પદવી ધારણ કરનાર, નકુલીશ સમાન દેહવાળો, મુનિઓથી પૂજાતો, કામદેવ સમાન અને તેનો પોતાનો આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસો સમાન ભાવબૃહસ્પતિની મતિ સર્વથી ઉજ્જવળ ભાસે છે.”
માલવ દેશ, કાન્યકુબ્ધ અને ઉજનમાં કરેલા તપના પ્રભાવથી માળવાના પરમાર રાજાઓને શિષ્ય બનાવ્યા અને ત્યાંના પાશુપત મઠોનું સંરક્ષણ કર્યું. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો ભ્રાતૃભાવ પ્રાપ્ત કરી સર્વોત્કૃષ્ટ માન મેળવ્યું. સિદ્ધરાજને એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ આપ્યો, પરંતુ આ પહેલાં સિદ્ધરાજનો સ્વર્ગવાસ થયો. પછી રાજા કુમારપાલે ગુરુના આદેશથી સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. શંકરના શાસનથી મહાન મંદિર બંધાવનાર, ચાર વર્ષોથી માન પામેલા, દઢ મનના, ગાર્ગેય ગોત્રમાં જન્મેલા શ્રી ભાવબૃહસ્પતિને પૃથ્વી પર ગંડેશ્વરના નામથી વિખ્યાત એવા સર્વના સ્વામી બનાવ્યા.’ આમ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા કુમારપાલની ઉદાર રાજ્યશ્રીથી તથા ગંડ ભાવબૃહસ્પતિના સક્રિય પુરુષાર્થથી થયો. કૈલાસ પર્વત સમાન જીર્ણોદ્ધાર પામેલા શંકરના દેવાલયને જોઈને અતિ પ્રસન્ન થયેલા રાજાએ એમને ગંડનું પદ વંશપરંપરાગત આપ્યું અને સોમનાથ તીર્થના સર્વેશગંડેશ્વર બનાવ્યા. સોલંકી રાજા કુમારપાલની પ્રશસ્તિ કવિ નીચેના શબ્દો દ્વારા કરે છે :
के के नैव विडम्बिता नरपतेरग्ने विपक्षव्रजाः ।
केषां नैव मुखं कृतं सुमलिनं केषां न दो हृतः । केषां नापहृतं पदं दृढतया दत्त्वा पदं मस्तके
के वानेन विरोधिनो न बलिना भिक्षाव्रतं ग्राहिताः ॥१९॥ તે પ્રતાપી રાજાની સમક્ષ ક્યા શત્રુઓ અજિત રહ્યા હતા? કોના મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં ? કોનો દર્પ ઊતર્યો ન હતો ? કોના પદને તેમનાં મસ્તકો ઉપર તેનું ચરણ મૂકીને બલથી તેણે છિનવી લીધું ન હતું ? આ બળવાન વડે કયા શત્રુઓ ભિક્ષુક થયા ન હતા ?
सुस्थामभिर्बहिरिदं बहुभिर्यदीयै
पुढं गुणैर्नियमितं यदि नाभविष्यत् । नूनं तदंतरखिलं सुभृतं यशोभि
___ब्रह्माण्डभाण्डकमणुस्फुटमस्फुटिष्यत् ॥२०॥ એ બ્રહ્માંડનો કુંભ બાહ્ય ભાગમાં તેના ગાઢ સદ્ગુણોથી સારી રીતે બહારના ભાગમાં દબાયો ન હોત તો જરૂર તે તેની અંદરના મહાન યશથી ફૂટી ગયો હોત.'
यद्रूपेक्षणवाञ्छया शतमुखो धत्ते सहस्रं दृशां
यन्निःसीमगुणस्तुतौ कृतधियो धातुश्चतुर्वक्त्रता । यन्माहात्म्यभराच्चलेति वसुधा गोत्राचलैः
यत्कीर्तिन भुवि प्रयास्यति ततो नूनं त्रिलोकीकृता ॥२१॥
સોમનાથ-પાટણની અભિલિખિત પ્રશસ્તિઓ | ૪૧
For Private and Personal Use Only