________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું) સ્વરૂપ, રહસ્ય અને મહિમા
ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાળા
ઓમકાર કે પ્રણવ એ કોઈ વર્ણસમૂહનું નામ નથી પણ એ પરબ્રહ્મવાચક કે પરબ્રહ્મનો પર્યાય છે. ઓમકાર નાદાનુસંધાન દ્વારા દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે. આકાર અનુત્તર એટલે કે પરમેશ્વર કે કામેશ્વરનો વાચક છે. જેમ ઉપનિષદોએ ઓમ્કારને પરબ્રહ્મનો પ્રતિપાદક માન્યો છે અને પ્રણવ'ને “ધનુષ્ય' કહ્યો છે તેમ તન્નગ્રન્થોમાં પ્રણવ – ‘તાર’ એવા નામથી પણ ઓળખાય છે. તન્નગ્રન્થોએ એનાં નવાં રહસ્યો પ્રગટ કર્યા છે.
પાંચરાત્રઆગમના સારરૂપ એવા “લક્ષ્મતત્રમાં ‘તારપ્રકાશ' નામના ચોવીસમા અધ્યાયમાં તારપ્રણવ-ઓસ્કારનાં સ્વરૂપ, રહસ્ય અને તેના મહિમા વિશે વિચાર કરવામાં આવ્યો છે. લક્ષ્મીતન્ત્ર મુજબ પ્રથમ તારસ્વરૂપે દેવી પ્રગટ થાય છે." “પ્રપંચસારતત્રમાં તારની ઉત્પત્તિ વિશે જણાવાયું છે કે - “તાર: પ્રકૃતિવિતિપ્રસ્થિતઃ' | ટીકાકાર રાધવ આ લક્ષણ સમજાવતાં કહે છે કે - “પ્રવૃતિઃ નિશતા પર વાછૂપની परप्रणवात्मिका कुण्डलिनी शक्तिः । तस्या विकृतिविकारः पश्यन्त्यादिरूपः तद्रूपेण प्रोत्थितः अभिव्यक्तः ।'
ટીકાકાર રાધવ ઓમકારનો અર્થ કરતાં કહે છે - ‘પ્રાવસ્થાથે સાનુભવનાથનમ્ " અર્થાત ઓમકાર અનુભવગમ્ય છે. લક્ષ્મતત્રમાં તારપત્રનો ઉદ્ધાર આ પ્રમાણે સૂચવાયો છે -
प्रथमं ध्रुवमादाय ततः कर्ण समुद्धरेत् ।
नाभिं समुद्धरेत्पश्चात् प्रथमेकत्र योजयेत् ।।" અહીં પ્રયોજાયેલ ધ્રુવ' પદ ‘અકારનો વાચક છે, “કર્ણ પદ ‘ઉ'કારનો અને ‘નાભિ પદ અનુનાસિકનો વાચક છે. આ તત્રમાં “ઓયુને 'પ્રથમ ગ્રંમતમમ્' કહ્યો છે. અહીં બિન્દુથી યુક્ત એવા ઓમકારનું નાદ સાથે તૈલધારાવત અવિચ્છિન્નરૂપે પ્રવાહિત સ્વરૂપનું ધ્યાન કરવાનું સૂચવાયું છે તથા આ ત્રણ અક્ષરોવાળો ઓસ્કાર એ વિષ્ણુનું સ્વરૂપ છે અને એ જ શાશ્વત બ્રહ્મ કહેવાય છે એમ પણ જણાવાયું છે. ‘લક્ષ્મીત–'ની વિમર્શિની ટીકા મુજંબ “ઓમ્કાર'નું ટ્યુત સ્વરમાં ઉચ્ચારણ કરવાનું હોવાથી તેને “તાર' કહેવામાં આવ્યો છે. આ તત્ર મુજબ ‘તાર-ઓમ્કારનો “અકાર અનિરુદ્ધ છે, પંચમ સ્વર ‘ઉ'કાર પ્રદ્યુમ્ન છે, “મ'કાર સંકર્ષણ છે અને બિન્દુ’ વાસુદેવ છે. આ ચારેયના અવિભાગ-યોગને “નાદ' કહેવાય છે. “ ‘તારનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં લક્ષ્મીતત્રમાં જણાવાયું છે કે –
विसृष्टिं पूर्वमादाय सूर्यमन्ते नियोजयेत् ।
संनिकर्षे परे जाते तदोमित्युदितं महः ॥ અર્થાત્ વિસર્ચયુક્ત અકાર - “અ”ની સાથે અન્ને સૂર્ય એટલે “અને સ્થાપિત કરવો. ત્યારબાદ અ અને એની સન્ધિ કરવાથી “ઓમ્ નામના તેજનો ઉદય થાય છે. * સંસ્કૃત વિભાગ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
તન્નગ્રન્થોમાં તારનું (ઓમ્ કારનું સ્વરૂપ, રહસ્ય અને મહિમા ૨૯
For Private and Personal Use Only