SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ખાસ કરીને વ્યાપાર પ્રધાન ગુજરાતમાં લોકશાહીના મૂળિયાં સારા પ્રમાણમાં પ્રસર્યા હોવાથી અહીં હિંસક ક્રાંતિ દ્વારા બધું એકી તડાકે રાતોરાત મૂલગત રીતે બદલી નાંખવાની પ્રણાલિ જ પડી નથી. ભારત અને પાકિસ્તાન એક સાથે જ સ્વતંત્ર થયા હતા. આમ છતાં સ્વતંત્ર ભારતમાં કદી લશ્કરી સરમુખત્યારશાહી સર્જાઈ નથી. ચીનની જેમ સામ્યવાદી ક્રાંતિ પણ નથી સર્જાઈ. તેની ભીંતરમાં પણ આપણી હજારો વર્ષોની લાંબી અને પ્રગલ્મ પરંપરાઓ છૂપાઈ છે. તેમાંથી બદલાવો પણ સર્જાતા રહ્યા છે, પણ તે શાંતિને માર્ગે. આ વિધાનના સમર્થનમાં એ.ઈ. ડબલ્યુ. નોર્મન બ્રાઉનના યાદગાર શબ્દો ટાંકીશું. 'Perhaps the enduring element, which has animated Indian civilization for so long, is tolerance, a tolerance of the new, the unusual and the different, a capacity to reshape itself in changing conditions, a quickness of comprehension and a willingness to seek for new solutions to new problems. Certainly her history from period to period has revealed this kind of flexibility. She can kecp the old, if it is useful, because she can also give up the old, when it is no longer useful. She does not have to experience a violent conversion, get rid of all her past at once, and suddenly become something different. She can instead progress by successive steps, even by steps taken in quick succession, as at present. She can always be adapting herself, without experiencing feeling of guilt in doing so. Or so, at least, I surmise.' પ્રોફેસર નોર્મન બ્રાઉન વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર અને સંસ્કૃત ભાષાના તજ્જ્ઞ હતા. તેઓ ભારતના ભાવિ માટે માત્ર અટકળ (Surmise) જ કરે છે, પણ તે ઈતિહાસના અભ્યાસને આધારે છે. આમ જરા ઉદાર અને વિશાળ દષ્ટિથી જોઈએ તો ઇતિહાસ ભવિષ્ય ઘડી રહેલી આજની પ્રજા માટે ઉપયોગી વિષય છે. તે ચેતવણીઓ અને બોધપાઠોની સાથે સાથે પ્રેરણા પૂરી પાડે તેવો વિષય છે. એ રીતે ભૂતકાળનો અભ્યાસ વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જોડતી કડીરૂપ છે. સંદર્ભો ૧. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, નવસારી પ્રાંતની કાળીપરજ', (વડોદરા, ૧૯૦૧) ૨. નાથજી મહેશ્વર પાઠક, “ભીલોનાં ગીત', (અમદાવાદ, ૧૯૧૫) ૩, રણજીતરામ વાવાભાઈ પટેલ (સંપા.), લોકગીતો', (સુરત, ૧૯૨૨). ૪. મકરન્દ મહેતા, “પ્રયોજકીય ઈતિહાસ : કાર્યક્ષેત્ર અને સંશોધન પદ્ધતિ', “વિદ્યાપીઠ”, શિશિર-વસંત, ૨૦૩૬ ૫. મકરન્દ મહેતા, ‘હિંદુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો', (અમદાવાદ, ૧૯૯૫) ૬. વિદ્યુત જોષી, સાહિત્ય અને સમાજ” (અમદાવાદ, ૨૦૦૪) ૭. મોહન પરમાર અને હરીશ મંગલમ્, ગુજરાત દલિત સાહિત્ય : સ્વાધ્યાય અને સમીક્ષા' (અમદાવાદ, ર૦૦૧) C. Jurgen Lutt, 'Max Waber and Vallabhacharis' International Sociology, Vol. 2, no. 3, September, 1987 6. Jan Vansina, Oral Tradition as History (Oxford, 1985) સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ ઘ ૨૮ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy