________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજવે છે ? તેમની વચ્ચે કેવા સંબંધો પ્રવર્તે છે? તેઓ સત્તાના કેવા પ્રકારનાં તંત્રો અને સ્વરૂપો વિક્સાવે છે ? અને બૌદ્ધિકો તેમજ સામાજિક કાર્યકરો આ સમગ્ર પ્રક્રિયામાં પોતાની ભૂમિકાને કઈ રીતે જુએ છે? - આ પ્રકારની સુગ્રથીત બાબતો ભૂતકાળ અને વર્તમાનકાળને સાંકળનારી છે.
આ દષ્ટિએ છેક પ00-600 વર્ષ પહેલાં ગુજરાતમાં પાંગરેલી સૂફી અને સંત પરંપરા મહત્ત્વની છે. તે આપણા તેજસ્વી ઐતિહાસિક વારસા સમાન છે. સૂફી અને સંતોએ ઊંચનીચના ભેદભાવો સામે તેમનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હિંદુ અને મુસલમાન કોમો વચ્ચે એખલાસની ભાવના પણ પ્રગટાવી હતી. લોકો સુધી પોતાની વાતને પહોંચાડવા માટે તેમણે સંસ્કૃત ભાષાને બદલે સાદી અને સરળ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો હતો. પાછળથી ગાંધીજીએ પંડિતયુગની ભાષા બદલીને જેવી રીતે સીધી, સાદી અને સરળ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો તેવું આ હતું. આ તો છેક મધ્યયુગની ઘટનાઓ છે. તેથી પશ્ચિમના પ્રભાવ હેઠળ ઘડાયેલા નર્મદ, દુર્ગારામ, કરસનદાસ મૂળજી અને દલપતરામ જેવા સમાજ સુધારકો તે સમયે ક્યાંથી હોય ? દલપતરામ પણ “ફારબસ સાહેબના પરિચયમાં આવતાં પહેલાં રાજદરબારો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરવામાં જ વ્યસ્ત હતા. આ દૃષ્ટિએ જે વિચારીએ તો મધ્યયુગનો સાંસ્કૃતિક વારસો મહત્ત્વનો ગણાય. અંધશ્રદ્ધા, વહેમ અને ધર્મગુરુઓના પાખંડો સામેના અખાના છપ્પાઓ (‘ચાબખા') તો જાણીતા છે. પણ ઘણાને એ જાણીને નવાઈ લાગે કે છેક શાહજહાંના સમયમાં ૧૬૪૨ માં ભરૂચના સંત કવિ દામોદર સ્વામીએ ધર્મગુરુઓના દુરાચરણોને સમાજમાં ઉઘાડા પાડવા પાખંડ ધર્મ ખંડન નાટક રચ્યું હતું. તે જમાનામાં છાપખાનું અને રેલવે ન હોવા છતાં આ નાટક લોકપ્રિય બન્યુ હતું. હકીકતમાં તો કરસનદાસ મૂળજી અને પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓ વચ્ચેનો ગજગ્રાહ જયારે “મહારાજ લાયબલ કેસ' (૧૮૬૦-૬૨)માં પરિણમ્યો ત્યારે ધર્મગુરુઓ સામે અખબારો અને સામયિકો દ્વારા પોતે કરેલા તેજાબી પ્રહારોને ઐતિહાસિક સમર્થન આપવા કરસનદાસ અને નર્મદે મુંબઈની અદાલતમાં “પાખંડધર્મ ખંડન નાટકની હસ્તપ્રત રજૂ કરી હતી. આ રીતે જે ‘જૂનું' (૧૬૪૨) હતું તે ૧૮૬૦ ના દાયકામાં નવા સ્વરૂપમાં અને સ્ફોટક રીતે જાહેરમાં આવ્યું. એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે અંગ્રેજોએ વૈચારિક અને ભૌતિક (રેલવે, છાપખાનું, તાર અને ટપાલ) દૃષ્ટિએ, ક્રાંતિકારી ફેરફારો કર્યા. બ્રિટિશ અદાલતો અને કાનૂની પ્રથા ‘ગોબ્રાહ્મણપ્રતિપાળના આદર્શોને વરેલી ન હતી. તેથી ધર્મગુરુઓ જેવા મુકદ્મામાં હાર્યા કે તરત તેમને સજા થઈ હતી. આમ બ્રિટિશ શાસનના ક્રાંતિકારી ગણાય તેવા પ્રગતિશીલ પાસાંઓ તો સ્વીકારવાં જ પડે. ભારતનું તો બધું જ ભવ્ય અને મહાન' જેવા દેશને પાછળ ધકેલી દેતા લાગણીવેડા અને તેની પાછળ રહેલું રાજકારણ આજે ચાલી શકે તેમ જ નથી. તેથી મુખ્ય સવાલ મધ્યકાલ અને સાંસ્થાનિક યુગના તેમજ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના પ્રવાહોને વધારે પ્રગલભ રીતે સાંકળવાનો છે.
સૂફી અને સંત પરંપરા તો છેક નર્મદ અને ગાંધીયુગ દરમિયાન પણ એક યા બીજા સ્વરૂપમાં ચાલુ રહી હતી. અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ દરમિયાન ગાંધીજીને પ્રેરણા આપનાર સલ્તનત યુગના નરસિંહ મહેતાના ‘ગિરિ તળેટી ને કુંડ દામોદર” અને “વૈષ્ણવ જન' જેવાં ભજનો પણ હતાં. ગાંધીજીએ “વૈષ્ણવજન' જે રીતે સમગ્ર દેશમાં લોકપ્રિય બનાવ્યું તે કાંઈ અકસ્માતરૂપ ન હતું. આ રીતે ગુજરાતમાં પરંપરાઓનું આધુનિકીકરણ (Modernization of Traditions) થતું આવ્યું છે. આજે એકવીસમી સદીમાં પણ ભૂતકાળ આપણા પડછાયાની જેમ આપણી સાથે જીવે છે.
આવા સંજોગોમાં ગુજરાત તથા સમગ્ર દેશને એક ઝાટકે કેવી રીતે બદલી શકાય? આમ છતાં લાંબા ગાળાના ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો બધું ધીમે ધીમે બદલાતું ગયું છે.કેટલુંક ઝડપથી પણ બદલાયું છે અને ૧૯૯૦ પછીથી તો અત્યંત ઝડપથી અને અભૂતપૂર્વ રીતે બદલાયું છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારત
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૨૭
For Private and Personal Use Only