________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગળિયા ઉપરાંત સેંકડો ભીલ સ્ત્રી-પુરુષો અને બાળકો ભૂખે મરતા હતા. તેથી ડુંગરપુરના મંગળીઆની સરદારી નીચે ભીલોએ લૂંટફાટ કરીને શાહુકારો અને અંગ્રેજ અમલદારોનાં ખૂન કર્યા. પણ છેવટે “મંગળિયો કટારો' પકડાઈ ગયો કેપ્ટન એચ.બી. પિકોક નામના પોલિટિકલ એજન્ટે તેને જેલમાં પૂર્યો. તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો. મને આ બધી હકીકતો બ્રિટિશ રેકોર્ડઝમાંથી પ્રાપ્ત થઈ હતી. બ્રિટિશ અહેવાલો મુજબ ગુનેગારોની ટોળીના સરદાર મંગળિયાને ફાંસીએ લટકાવીને આપણે શાંતિ સ્થાપી છે.' પણ લોકગીત મુજબ ન્યાયાધીશે મંગળિયાને પૂછ્યું : “આ ગુનેગારી તે કરી છે ? તે તને કબૂલ છે ?' ભીલે સ્વમાન, તિરસ્કાર અને બેફિકરાઈથી ઉત્તર વાળ્યો : “બીજા કોઈએ નહીં, મેં સાંટે જ આ ગુનો કર્યો છે. મંગળિયાને ફાંસીનો હુકમ થયો. લોકગીતને અંતે હૃદયદ્રાવક શબ્દોમાં જણાવવામાં આવ્યું છે, “મંગળિયાના સગાસંબંધીઓને તેડી મંગાવો, તેને ફાંસીને માચડે લટકાવી દેવામાં આવ્યો છે. ગાંધીયુગ પહેલાંનું આ ઐતિહાસિક લોકગીત નીચે મુજબ છે :
“મંગળીયાને ફરંગી બોલાવે.. મંગળીયું તો દોડતું ઘામતું આવે, મંગળીયું તો જોડે હાથે (સાંકળ બાંધેલો હાથ) ઊભું, લઈવાળા મેડા કોણે બાળ્યા ? ઝલઈવાળા મેળા આ હાંડે બાળ્યા શાહૂકારના ચોપડા કીણે ચોર્યા ? શાહૂકારના ચોપડા બૈરાંસોરાએ ચોર્યા કલાલના પોંગ કોણે વાઢ્યા? કલાલના પોંગ મી હાંડે વાલ્યા કલાલેણના કડલા કીણે હાડ્યાં ? કલાલેણના કડલા મી હાંડે હાડ્યા મંગળીઆને ફાંસીનો એકમે મંગળીઆના બૈરાંસોરાં તેડો મંગળીઆના કાકા બાપા તેડો
મંગળીયાને ફાંસીએ સડાવ્યો છે.” ઉપર્યુક્ત દષ્ટાંત ઉપરથી સમજાશે કે નિરક્ષર અને કચડાયેલા લોકોનો ઇતિહાસ લખવા માટે સરકારી સ્રોતોને લોકપરંપરા સાથે સરખાવવાની જરૂર છે. દલિતો અને આદિવાસીઓના પોતાના અનુભવોને વાચા આપવા તેમની મૌખિક પરંપરાઓ અત્યંત મહત્ત્વની છે. તે જ રીતે બાબર દેવા જેવા ખેડા જિલ્લાના અને સૌરાષ્ટ્રના બહારવટિયા ઉપર પણ ઘણું લખી શકાય તેમ છે. ઝવેરચંદ મેઘાણીના કામને આગળ ધપાવવાનો સમય ક્યારનોએ પાકી ગયો છે. પાટણવાડીઆ જ્ઞાતિનો બાબર દેવા અસલમાં તો ખેડૂત હતો. ભૂમિહીન બન્યા પછી તે બહારવટે ચડ્યો અને ૧૯૨૪ માં તેને ફાંસી આપવામાં આવી. બ્રિટિશ અહેવાલોમાં તો પાટણવાડિયા, ધારાળા, વાઘરી અને બારેયાઓને “ગુન્હેગારોનાં ટોળાં' તરીકે જ ચીતરવામાં આવ્યાં છે. તેથી તેમની અસલ સ્થિતિ, શાહુ રો અને જમીનદારો સાથેના તેમના સંબંધો, કૃષિ વ્યવસ્થા વગેરેની જાણકારી વગર બહારવટીઆ તરીકેની તેમની પ્રવૃત્તિઓ વિષે લખી ન શકાય. વળી સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં તેમનામાં આવેલા પરિવર્તનનો તાગ મેળવવો તો ખૂબ જ જરૂરી છે. નીચલા વર્ણ અને વર્ગના પરિવર્તનની પ્રક્રિયામાં ધર્મગુરુઓ, કથાકારો, શરાફો અને જમીનદારો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સત્તાધારી રાજકારણીઓ શો ભાગ
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ: ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ D ૨૬
For Private and Personal Use Only