________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારસરણી અનુસાર પરંપરા અને પરિવર્તનના સંદર્ભમાં માનવ ઘટનાઓના પ્રવાહો સમજાવવા પડે છે. આ કામ સરળ નથી. વળી તે અન્ય વિદ્યાશાખાઓની સરખામણીમાં ઓછા મહત્ત્વનું પણ નથી. ઈતિહાસકાર ભલેને ભૂતકાળની વાતો કરે ! આમ છતાં વિશ્વભરના સુસંસ્કૃત દેશોએ સ્વીકાર્યું છે કે જો રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણ માટે યુવા પેઢીને તૈયાર કરવી હોય તો ભૂતકાળના અનુભવોનું જ્ઞાન મહત્ત્વનું છે. દેખીતી રીતે જ આ પ્રકારના અનુભવોમાં માત્ર સિદ્ધિઓની “ભવ્ય ગૌરવગાથાઓ' જ નહીં, પણ ત્રુટિઓ અને નિષ્ફળતાઓ પણ છે. તેનો મુક્તમને અને ખેલદીલીપૂર્વક સ્વીકાર કરવો જ પડે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશો તો ઇતિહાસને એક મહત્ત્વનો વિષય ગણીને તે શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં કાળજીપૂર્વક શીખવે છે. પાઠ્ય પુસ્તકો અને સંદર્ભગ્રંથો પણ કોઈ એક જ નિર્ધારિત પ્રતિબદ્ધતાને વરેલા હોતા નથી. કારણ કે શિક્ષક અને પ્રોફેસરોનો હેતુ વિદ્યાર્થી સ્વતંત્ર રીતે ઇતિહાસનું મૂલ્યાંકન કરીને તેનો અને સમાજનો વિકાસ કરે તે છે. ઇંગ્લેંડ અને અમેરિકામાં તો અમે જોયું છે કે ત્યાંની યુનિવર્સિટીઓમાં તબીબી અને ઇજનેરી વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ પણ એક-બે કોર્સ ઇતિહાસના ભણે છે અને તેને માટે તેઓ ઊંચી ફી પણ આપે છે. આપણા દેશમાં, ખાસ કરીને વેપારપ્રધાન ગુજરાતમાં, પરિસ્થિતિ તદ્દન ઊંધી છે. અહીં તો બાળકો પણ તેમની કાલી કાલી ભાષામાં બોલે છે : “હું મોટો થઈને દાક્તર કે એન્જિનિયર થઈશ.” જો કે ૧૦૦-૧૫૦ વર્ષમાં ફેર મોટો પડ્યો છે. પહેલાના જમાનામાં આઠદસ વર્ષનાં બાળકોનાં લગ્નો મા-બાપ કરી નાંખતા. આજે બાળક જન્મતાની સાથે જ તેનાં અતી હોંસીલા મા-બાપે તેની કેરિયર' નક્કી કરી નાંખી હોય છે !
જ્યાં પૈસો જ પરમેશ્વર ગણાયો છે તેવા ગુજરાતમાં બાળકની પ્રકૃતિ અને સ્વાભાવિક રુચિ શી છે તે જાણીને તેને ઉછેરવાની કોને ફિકર કે દરકાર હોય ?!
આવાં કારણોસર હવે ઇતિહાસકારો ઊંઘમાંથી સફાળા જાગ્યા છે. તેઓ જાણી ગયા છે કે તેમનું ચીલાચાલુ ડુગડુગિયું ચાલી શકે તેમ નથી. છેલ્લા વીસેક વર્ષથી જે ગતિથી અને દિશામાં ભારતમાં ઇતિહાસલેખનવિદ્યા પાંગરી છે તે બતાવે છે કે અગ્રગણ્ય ઇતિહાસકારો તેમની કૃતિઓ દ્વારા આજના સમાજ, રાજકારણ અને અર્થકારણ ઉપર પણ વધતેઓછે અંશે પ્રકાશ નાખે છે. જ્યાં સુધી ભૂતકાળને વર્તમાન સમસ્યાઓ સાથે સાંકળવામાં ના આવે ત્યાં સુધી આજનો કોમ્યુટર અને મોબાઈલ ફોનધારી વાચક ભૂતકાળને વાગોળ્યા કરવામાં તેનો સમય અને શક્તિ શું કરવા વેડફે ?!
આ દષ્ટિએ વ્યવસાયી ઈતિહાસ-લેખનનો હેતુ અને સંદર્ભ બદલાયો છે. સંશોધનનો નવો પ્રવાહ ઘણો ઉપયોગી છે. છેલ્લા દસેક વર્ષનાં પ્રભાવક ઇતિહાસ-સામયિકો જોનારને જરૂર પ્રતીતિ થશે કે સામાજિક પરિવર્તન વિશે લખનાર જાગૃત ઇતિહાસકાર પરિવર્તનના સિદ્ધાંતોથી પણ વાકેફ હોય છે. તે જ પ્રમાણે ભારતીય સંસ્કૃતિના તજજ્ઞો જયારે સમાજમાં પ્રવર્તતા ધર્મ, નીતિમત્તા, સામાજિક અને રાજકીય મૂલ્યો, સાહિત્યના વિવિધ પ્રકારો જ્ઞાતિ અને વર્ણવ્યવસ્થા, મંદિરો અને મસ્જિદોનાં બાંધકામ, રાજાઓ દ્વારા કરવામાં આવેલા દાવો વગેરે સંબંધી લખે છે. ત્યારે તેઓ માનવીની નૈતિક, કલાત્મક, માનવતાવાદી, આધ્યાત્મિક અને સર્જનાત્મક પ્રકૃતિને સમજવા માટે તે સમયના આર્થિક અને ભૌતિક પરિબળોને (જેમકે સામંતશાહી માળખું) પણ લક્ષ્યમાં લે છે. આમ તેઓ સંસ્કૃતિ-પ્રયુક્ત અને ભૌતિકવાદી દૃષ્ટિકોણો (CulturistMaterialist Perspectives) વચ્ચેનું સંયોજન કરીને માનવ-ઘટનાઓને તેની તમામ આંટીઘૂંટીઓ સહિત સમજાવે છે. નવાબો, રાજાઓ, સામંતો અને તેમની વંશાવળીઓ વિશે લખનાર સામંતો અને તેમની વંશાવળીઓ વિશે લખનાર વિદ્વાનો રાજકીય પ્રક્રિયાને મહેલાતી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને સત્તાજૂથો અને બળના રાજકારણનાં તેમજ રાજકીય અને સામાજિક પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં મૂલવતા થયા છે. રેલ્વેના ટાઈમટેબલ અને હોટલનાં મેનુની જેમ સંશોધન લેખો અને ગ્રંથો માહિતી-પત્રકો નથી એ વાત
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ] ૨૧
For Private and Personal Use Only