SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘેર રવાના થઈ ગયો. આમ સાહિત્યકાર હોય કે ચિત્રકાર, કોઈ પણ સર્જક સ્થળ અને વાસ્તવિક જગતનું રૂપાંતર સભાન રીતે ભાવ જગતમાં કરે છે. તેથી જ નવલકથાકાર, નવલિકાકાર, કવિ અને નાટ્યલેખક સૌના કરતાં વધારે બહોળો વાચક વર્ગ ધરાવે છે. ગોવર્ધનરામની મૂળ ઇચ્છા તો ઐતિહાસિક કૃતિ રચીને તેમના સમયના ભારતીય સમાજનું દર્શન કરાવવાની હતી, અને તેમણે અનેક નિબંધો અને ચિંતનાત્મક ગ્રંથો દ્વારા તેમ કર્યું છે. ઉદાહરણ તરીકે ૧૮૯૪ માં તેમણે પ્રસિદ્ધ કરેલ ઐતિહાસિક ગ્રંથ “The Classical Poets of Gujarat and Their Influence on Society and Morals”. આ ગ્રંથની પ્રસ્તાવના મુજબ તેમણે ઐતિહાસિક પદ્ધતિ અપનાવી છે. પરંતુ તેમને થયું કે જો વિશાળ જનસમુદાય સુધી પહોંચવું હશે તો સાહિત્યનું માધ્યમ અપનાવ્યા વગર છૂટકો નથી. આ રીતે તેમણે “સરસ્વતીચંદ્ર' નવલકથાનું આયોજન કર્યું હતું. અત્રે એ ખાસ યાદ રહે કે પોતાની અત્યંત મહત્ત્વાકાંક્ષી નવલકથાનો ઉદ્દેશ્ય પાર પાડવા તેમણે લખતાં પહેલાં અને લખાણ દરમિયાન (૧૮૮૭-૧૯૦૧) ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. રામનો ચૌદ વર્ષનો વનવાસ તે આનું નામ ! આ રીતે તેમણે રચેલી નવલકથા માત્ર ગુજરાતના જ નહીં, વિશ્વસાહિત્યમાં પણ અમર ગણાય તે સ્તરની છે. જો કે એ પ્રશ્ન પણ પૂછી શકાય કે ગોવર્ધનરામે જો તેટલી જ તપશ્ચર્યા કરીને ઈતિહાસ, રાજયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ફિલસૂફીનો ગ્રંથ લખ્યો હોત તો તેઓ લાખો વાચકોના મન અને હૃદયમાં વસ્તી શક્યા હોય? તે જ પ્રમાણે લેરી કોલીન્સ અને ડોમીનીક લેપીયરે ૧૯૭પમાં પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘Freedom at Midnight છે. કેટકેટલા વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકારોએ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વિશે ગ્રંથો લખ્યા છે. પણ ઉપરોક્ત ગ્રંથમાં કોલીન્સ અને લેપીયરે ગાંધીયુગના વાસ્તવિક પ્રસંગો અને પાત્રોને નાટકીય ઢબથી ઉપસાવ્યા છે અને તેને અનુરૂપ રોમાંચક ભાષા અને શૈલીનો ઉપયોગ કરીને ઇતિહાસને જીવંત અને મોહક બનાવ્યો છે. વ્યવસાયી ઇતિહાસકાર હોવાનો દાવો તેમણે કર્યો નથી. પરંતુ એ પણ એટલું જ ચોકકસ છે કે તેમનો ‘બેસ્ટ સેલર' ગ્રંથ ઈતિહાસ કરતાં સાહિત્યની વધારે નજીક છે. તેથી જ ન્યૂર્યોક ડેઇલી ન્યૂઝે તેને વિશે લખ્યું હતું : “A book that reads more like sensational fiction... a drama of the highest order.” તેથી તેમની કૃતિ Best-Seller બની છે. આ રીતે વિચારીએ તો સાહિત્ય અને વ્યવસાયી ઇતિહાસ વચ્ચે મોટો તફાવત છે. સાહિત્યની સરખામણીમાં ઇતિહાસ વધારે નિયમબદ્ધ, વાસ્તવિક, સ્થળ અને વસ્તુલક્ષી વિષય છે. ઈતિહાસ શાંત અને સંયમી (sober) વિષય છે. ઇતિહાસકારની સ્થિતિ તો પુરાણકાળના પેલા ત્રિશંકુ જેવી છે. નથી તે સામાજિક શાસ્ત્રીનો એકમાર્ગી અભિગમ સ્વીકારતો કે નથી તે સર્જકની જેમ કલ્પના કરીને સમય અને સ્થળનો છેદ ઉડાડી દેતો. તે નથી તો સત્તા, સંપત્તિ, સંસ્થા, ધર્મ, સમાજ અને માનવ વર્તણૂકો જેવા સમાજના અંગ ઉપાંગોને પૃથફ પૃથક્ સ્વરૂપમાં જોઈ શકતો. ઇતિહાસ કાંઈ ભૂતકાળનું અર્થશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર નથી. ઇતિહાસ તેનાથી વિશેષ છે. માનવ સમાજની ચડઊતરને સમજવા ઇતિહાસકાર તમામ પરિબળોને સાંકળીને તેની તમામ અખિલાઈઓમાં જોવા-તપાસવાની મથામણો કરે છે. સાહિત્ય અને સામાજિકશાસ્ત્રોનો વત્તાઓછા પ્રમાણમાં અભ્યાસ કર્યા વગર તે સમાજોપયોગી ઇતિહાસ લખી શકે નહીં. આવા કારણોસર આજનો પ્રોફેશનલ ઇતિહાસકાર ગ્રંથાલયો અને અભિલેખાગારોમાં સચવાયેલી અસંખ્ય હકીકતોનો મહામહેનતથી સંચય કરે છે. ઘણું ખરું તો આ હકીકતો' વિરોધાભાસી હોય છે. તેથી ઇતિહાસકાર તેના વૈચારિક માળખાને આધારે તેના ‘ડેટા' વચ્ચે સંકલન કરે છે, પ્રશ્નો પૂછે છે, અને ત્યાર બાદ વિશ્લેષણ કરે છે. આ રીતે ઈતિહાસકાર તેનો ‘ડેટા' પસંદ કરે છે. જો તેમ ન કરે તો તેની કૃતિ સરકારી ગેઝેટિયરની જેમ નરી હકીકતોનો થોકડો જ બની જાય. ઇતિહાસકારની ખરી કસોટી જ એ છે કે તેણે પોતાની સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસઃ ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ n ૨૦ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy