________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી
દિશાઓ
ડૉ. મકરન્દ મહેતા
સાહિત્ય, સામાજિક શાસ્ત્રો અને ઇતિહાસ માનવ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતાં હોવા છતાં તેમનાં દૃષ્ટિબિંદુઓમાં તફાવત છે. સામાજિક શાસ્રો મનુષ્યની રાજકીય, આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તપાસે છે. જેમકે, રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્રસ્થાને સત્તા છે. અર્થશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સંપત્તિ અને તેની વહેંચણી છે. સમાજશાસ્ત્રીઓનો ઝોક સંસ્થાઓ અને મંડળો જેવા સમાજના અંગઉપાંગો ઉપર છે. સામાજિક મનોવૈજ્ઞાનિકો વ્યક્તિ અને જૂથોના વર્તનની ભીતરમાં છૂપાયેલા માનસિક અને ભાવાત્મક તાણાંવાણાંઓનું વિશ્લેષણ કરે છે. સામાજિકશાસ્ત્રીઓ તેમની જરૂરિયાતો મુજબ મુલાકાતો, સર્વેક્ષણો, માત્રાત્મક પ્રમાણો વગેરેનો ઉપયોગ કરીને માનવપ્રવૃત્તિઓમાંથી નીપજતા સામાન્ય નિયમો તારવે છે. ગુજરાતની સામાજિક, આર્થિક અને રાજકીય ઘટનાઓ અને પરિવર્તનોને સમજવા ગુજરાતી ભાષામાં આ પ્રકારના થોકબંધ અભ્યાસો થયા છે. તેનો અભ્યાસ કર્યા વગર કોઈ પણ મહત્ત્વાકાંક્ષી ઇતિહાસકાર આજે તો આગળ વધી શકે તેમ જ નથી.
સાહિત્યિક સર્જકનો અભિગમ તદ્દન જુદો છે. સર્જક પોતે સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ અંગે ગમે તેટલો જાગૃત હોય, આમ છતાં એક સર્જક તરીકે તે સામાજિક વિદ્યાઓ અને ઇતિહાસના નિયમોથી પર છે. તેનો મૂળ આશય કલા અને કલ્પનાને આધારે માનવીના મન અને હૃદયને ઢંઢોળવાનો છે, સીધું દસ્તાવેજીકરણ અને પૃથક્કરણ કરવાનો નહીં. તેથી માનવ સ્વભાવ અને માનવ સમાજ કે પ્રકૃતિનું સાર્વત્રિક સ્તર પરનું દર્શન કરવામાં તેને ઇતિહાસકારની જેમ સમય અને સ્થળની મર્યાદાઓ નડતી નથી, વળી તેને સામાજિકશાસ્ત્રોની પદ્ધતિઓ પણ નડતરરૂપ નથી. તેનો અર્થ હરગીઝ એ નથી કે તે સાહિત્યેતર વિદ્યાઓ પરત્વે ઉદાસ છે કે તેનાથી તે અજાણ છે, પણ મૂળભૂત રીતે સાહિત્યકાર એક સર્જક છે અને તેથી જ તે સમાજમાં રહેલી વાસ્તવિકતાઓને અભિવ્યક્ત કરવાના આશયથી વાચકને કોઈ વિલક્ષણ સૃષ્ટિમાં પ્રવેશ કરાવે છે અને વાચકને પોતાની રચના સાથે ઓતપ્રોત કરવા તે વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો, સંવાદો અને કેટલીકવાર તો ઉખાણાં અને કહેવતો ભજનો અને કાવ્યો જેવા સાધનોનો પણ ઉપયોગ કરે છે. સાચું પૂછો તો સામાજિકશાસ્ત્રી અને ઇતિહાસકારની જેમ સર્જક ફોટોગ્રાફર નહીં પણ ચિત્રકાર છે. તે કેવી રીતે ? તેનું એક રસિક દૃષ્ટાંત અત્રે પ્રસ્તુત છે.
એક પ્રસંગે વિશ્વવિખ્યાત બ્રિટિશ કોમેડિયન ચાર્લી ચેપ્લીનને ઓળખી બતાવવા માટે એક સમારંભ યોજાયો. તેથી તેને મળતા આવતા બીજા વીસેક એક્ટરોને મંચ પર ખડા કરવામાં આવ્યા. પરીક્ષકોએ એક એક્ટરને ઓળખી બતાવ્યો. પણ સાચો ચાર્લી સ્ટેજ ઉપર જ હતો. તે ક્રોધે ભરાયો અને જાહેર કર્યું કે ‘અસલી, વાસ્તવિક ચાર્લી તો હું જ છું, બાકીના તમામ નકલી છે. ઇનામ મને જ મળવું જોઈએ.' પણ પરીક્ષકોએ જણાવ્યું : ‘તમારી વાત સાચી છે, પણ અમારે મન સ્થૂળ ચેપ્લીનનું મહત્ત્વ નથી. સ્ટેજ પર એક્ટરના હાવભાવ કેવા હોવા જોઈએ અને તે કેવો લાગવો જોઈએ તેને લક્ષ્યમાં લઈને જ તમે જેને નકલી ગણો છો તેને અસલી ગણીને અમે તેને ઇનામ આપ્યું છે.' કહેવાય છે કે બધા જ પરીક્ષકો સાહિત્ય સર્જકો હતા, એક પણ ઇતિહાસકાર કે સામાજિક શાસ્ત્રી ન હતો. તેથી અસલી ચાર્લી એકી સાથે હસતો-રડતો પોતાને * ઇતિહાસના ઇમેરિટસ પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
ન
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ T ૧૯
For Private and Personal Use Only