________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સામાજિક ઇતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. રસેશ જમીનદાર
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કે સમાજ કે દેશ સમય સાથે તાલ મિલાવી પ્રગતિના પંથે વિકાસકૂચ કરે નહીં તો તે અગણિત દષ્ટિએ પછાત રહી જાય છે. એટલું જ નહીં અન્યોથી અલગતાપણાનો ભાવ અનુભવે છે. આપણે એથી અભિજ્ઞ હોવા જરૂરી છે કે સમયનું એક માત્ર મુખ્ય લક્ષણ પરિવર્તનનું છે, આગેકૂચનું છે, સતત પ્રગતિનું છે. સમય ક્યારેય સ્થગિત રહેતો નથી કે થોભતો પણ નથી. સમય તો ચલતા ભલા. આપણે પણ આપણા રોજિંદા જીવનમાં વારનવાર સાંભળીએ છીએ કે શું જમાનો બદલાયો છે કે શું સમય બદલાયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિવર્તનનું લક્ષણ આથી આમ સતત પ્રગતિનું છે. તળાવનું બંધિયાર પાણી દુર્ગંધના આવરણથી તરબતર રહે છે, જ્યારે નદીનાં વહેતાં નિર્મળ નીર નિર્દુગંધી હોય છે. વ્યક્તિ, સંસ્થા, સમાજ કે દેશનું પણ બંધિયારપણું દુર્ગંધને અંકે રહે છે, જ્યારે તે તેની મોકળાશ કે નિર્બંધપણું સ્વચ્છતાને પોષે છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે ઇતિહાસનું મુખ્ય લક્ષણ સમય છે અને તેથી સમયની જેમ ઇતિહાસ પણ પરિવર્તનને અધીન છે. હા, એ ભ્રમમાંથી સવેળા મુક્ત થવાની જરૂર છે કે ઇતિહાસ પુનરાવર્તન પામે છે. કહેવું તો એ છે કે ઇતિહાસનું મુખ્ય ધ્યેય પરિવર્તનનું છે. જયાં જ્યારે કશુંક પુનરાવર્તન સમું દેખાય છે તે કેવળ ભ્રમ છે. હકીકતમાં એ પરિબળ સતતપણાનું ઘોતક છે. ઇતિહાસનું કાર્ય સતત વહેતા રહીને સમાજને નિર્મળ પર્યાવરણ પૂરું પાડવાનું છે. ઇતિહાસની બુનિયાદ પરિવર્તનની છે અને તેથી તે સમયની ગંગોત્રીનું સ્થાન ધારણ કરતું શાસ્ત્ર છે. હા, ઇતિહાસ આલેખનનાં સાધનો તો એનાં એ જ છે અને તેમાં સમયાંતરે ઉમેરણ થતાં રહે છે. પરિણામે સમયે સમયે એ સાધનોનાં-જ્ઞાપકોનાં અર્થઘટન બદલાતાં રહે છે. અને એ તો સમયની તાસીરનું પરિબળ છે તેમ વ્યક્તિનાં મનોગત મનોયત્નના બદલાવનું પરિણામ છે.
ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં અનેરાં યોગદાન ક્ષત્રિય અને પાટીદાર કોમોએ પ્રદત્ત કર્યાં છે એ હકીકત અંકે કરવી જ રહી. હા, ગુજરાતના વિવિધ વિસ્તારમાં સંખ્યાની દૃષ્ટિએ સહુથી વધારે વસ્તી સામાન્યતઃ ક્ષત્રિયથી ઓળખાતી વિવિધ કોમોની છે, છતાંય એમના સંસ્કાર-સંસ્કૃતિ ભાતીગળ છે, વિવિધાતામાં એકતા જેવાં છે. પરન્તુ સામાજિક મોભાની દૃષ્ટિએ, આર્થિક સમૃદ્ધિના સંદર્ભે અને શૈક્ષણિક સંપદાની બાબતે સહુથી વિશેષ મહત્ત્વ પાટીદારથી ખ્યાત સંખ્યાધિક કોમનું છે. આ ત્રણેય ક્ષેત્રમાં ક્ષત્રિય પછાત છે એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. જેમ ઘણી પાટીદાર કોમ આ ત્રણે બાબતે ઊણી ઊતરે છે તેમ થોડીક ક્ષત્રિય કોમ આ ત્રણેય ક્ષેત્રમાં પ્રમાણમાં ઠીક ઠીક સંપન્ન છે. સદ્ભાવ અને પ્રતિભાવ બંને કોમમાં છે તેમ આ બંને સિવાયની અન્ય સંખ્યાધિક કે અગણિત નાનીમોટી કોમમાં પણ આ બાબતે આવી વૃત્તિઓ-પ્રવૃત્તિઓ સહજ છે. ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં અન્ય જ્ઞાતિસમુદાયનાં યોગદાન સમયે સમયે અને સ્થળવિશેષે જોવાં પ્રાપ્ત થાય છે એમ ઇતિહાસી પૃષ્ઠનાં અવલોકનથી ખસૂસ સૂચવાય છે. આપણાં ઉપલબ્ધ જ્ઞાતિપુરાણ અને વહીવંચાની નોંધ આ બાબતની શાહેદ છે.
* * *
પ્રસ્તુત અભિગમના પરિપ્રેક્ષ્યમાં અને સામાજિક સુધારણા સંદર્ભે આપણે અહીં એક ગ્રંથને અવલોકવાનો ઉપક્રમ રાખ્યો છે. પુસ્તક છે ‘સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ’. મૂળ લેખક છે શંભુભાઈ ટીડાભાઈ
સામાજિક ઇતિહાસ આલેખવાનું જ્ઞાપકીય લખાણ n ૧૩૩
For Private and Personal Use Only