________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
વડોદરા રાજ્યનું મહત્ત્વનું નગર હતું. અહીં ગાયકવાડ સરકારે ફરજિયાત કન્યા કેળવણી કરેલ હોઈ અહીંની દીકરીઓ ભણેલી હોઈ; આવી દીકરીઓ (ભણેલી) અભણ કે ઓછું ભણેલાઓને ગણકારે નહિ તેવી માનસિકતા બીજી પંક્તિ દર્શાવે છે !
લાઠીની શૂળી.
ઈડરિયો ગઢ જીતવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂના ઈડર રાજયનો ગઢ દુર્ગમ હતો. તે સહેલાઈથી જીતી શકાય તેમ ન હતો છતાં જયારે તે જિતાયો પછીથી કોઈ મુશ્કેલ કે અશક્ય કામ પાર પડાય ત્યારે ઉક્ત કહેવત પ્રયોજાય છે.
આ
કહેવતોમાં અનુભવની અભિવ્યક્તિ હોય છે એ વાત ખરી, પરંતુ તેના નિરૂપણમાં સત્ત્વ કે સત્ય હોય જ એમ માની લેવાય નહીં. એક માર્ગદર્શન-નિદર્શનસ્વરૂપે એ ઉપયોગી અવશ્ય છે પણ એના જ આધારે ચાલી શકાય નહિ એ પણ હકીકત છે. આમાં વ્યક્ત-નિરૂપિત સત્ય-તથ્ય એક દૃષ્ટિકોણ સ્વરૂપે હોય છે. તો, કહેવતોમાં ઇતિહાસ-નિરૂપણ જરૂર મળતું હોવા છતાં જ્યાં સુધી તેના મૂળ સંદર્ભ સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી ઘણી વાર તેનું તથ્ય સ્પષ્ટ થઈ શકતું પણ નથી. વળી, ઇતિહાસ-નિદર્શન કરતી કહેવતમાં અનુભવનું ડહાપણ પણ ઘણી વાર જોવા મળતું હોતું નથી અર્થાત્ ઘટના-બનાવનો સંદર્ભ દર્શાવવા પૂરતું જ તેનું મહત્ત્વ રહેતું હોય છે. આમ છતાં આ રીતની કહેવતોની ઉપયોગિતા જરા પણ ઓછી નથી એ વાસ્તવિકતા
સ્વીકારવી જ રહી !
આધારગ્રંથો
૧. પીતીત જમશેદજી નસરવાનજી, ‘કહેવતમાળા' ભા. ૧-૨, ઈ.સ. ૧૯૦૩
૨.
શાહ આશારામ દલીચંદ, ‘ગુજરાતી કહેવતસંગ્રહ', અમદાવાદ, ઈ.સ. ૧૯૬૭
૩. સ્વામી પ્રણવતીર્થ, ‘કહેવત-કથાનકો’, વડોદરા, ઈ.સ. ૧૯૭૩
૪. કારાણી દુલેરાય, ‘સાર્થ કચ્છી કહેવતો’, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૬
૫. ડૉ. ત્રિવેદી શશિકલા, ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવતો અને તેનું સાહિત્યિક પૃથક્કરણ', અમદાવાદ, ઈ.સ. ૧૯૮૪
૬. ગુજરાતી વિશ્વકોશ, ખંડ ૪, અમદાવાદ, ઈ.સ. ૧૯૯૨
૭. જેશી લક્ષ્મીલાલ, ‘મેવાડ કી કહાવતેં’, અજમેર, ઈ.સ. ૧૯૯૬
૮. સહગલ કનૈયાલાલ, ‘રાજસ્થાની કહાવતેં', જોધપુર, ઈ.સ. ૧૯૯૭
પાદટીપ
૧. સહગલ કનૈયાલાલ (સં.), ‘રાજધાની કહાવતૅ’, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૩૭
૨. મેઘાણી ઝવેરચંદ, ‘સૌરાષ્ટ્રની રસધાર’, પાંચ ભાગની સંકલિત આવૃત્તિ, ભાવનગર, ઈ.સ. ૧૯૯૭, પૃ. ૨૦૬
૩. પરીખ ૨. છો. અને શાસ્ત્રી હ. ગં. (સં.), ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : મરાઠા કાલ', અમદાવાદ ઈ.સ. ૧૯૭૬, પૃ. ૧૦૫-૬
૪. શુક્લ નથુરામ, ‘ઝાલાવંશવારિધિ’, વાંકાનેર, ઈ.સ. ૧૯૧૮, પૃ. ૫૬૦
૫. શાસ્ત્રી અરવિંદ, ‘શ્રી બૃહત્ કહેવત કથાસાગર', રાજકોટ, ઈ.સ. ૧૯૯૩, પૃ. ૧૯૯
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D ૧૩૨
For Private and Personal Use Only