________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુલાસરમાં ભૂલાં પડ્યાં ને આંખે આવ્યાં તમા સાણંદીયા તો સામાં મળ્યાં તે જાણે મોટા જમ. મૂવા મસાન નહિ જઈએ ને જીવતાં ભેંસાણ નહિ જઈએ. જો જાઈએ માળીએ* તો લોટ બાંધીએ ફાળીએ. દસાડા ગામ દફતરમાં નહિ
દસાડે દફતર કર્યું નહિ ? બ્રિટિશ શાસન દરમ્યાન આ (દસાડા, જિ. સુરેન્દ્રનગર) ગામ બે-ત્રણ રાજ્યોની સરહદે આવેલ હોઈ અહીં કશી વહીવટી વ્યવસ્થા ન હોવાના સંદર્ભે પ્રસ્તુત કહેવત પ્રચલિત થઈ છે.
પાટણ આંબો વાળીઓ ઊગ્યો અમદાવાદ; ફાલ્યો ફૂલ્યો માળવે, વેડ્યો ઝાલાવાડ, ગોલવાયું ખોયું ગોરે ને કસ્તી ખોઈ ગોરાણીએ.
ગયાં તવરી ને આવ્યાં રવડી. નવસારી પાસે આવેલ ઉક્ત તવારી ગામમાં પહેલાં પાણીની ખેંચ હોઈ મુસાફરોને કોઈ પાણી પાતું નહિ. આવી જ એક ઉક્તિ સૌરાષ્ટ્રના મોલડી (તા. સાવરકુંડલા) વિષે પણ મળે છે :
મોલડીએ મેમાન, અસુરો આવીશ નહિ; ધરાઈને ખાજે ધાન, પણ પાણી માંગીશ નહિ. બટકું રોટલો ખાવો પણ રાણકી ન જાવું. હડાળાની કૂતરી. ત્રવાડીના ત્રણસે કૂવા તોય ત્રવાડી તરસે મૂવા.
પાસે ઘણી શક્તિ-સંપન્નતા હોવા છતાં કોઈ તેનો ઉપયોગ ન કરવાના કારણે હેરાન થાય ઉક્ત એ સંદર્ભે પ્રયોજાયેલ કહેવત.
ઓડ ઉમરેઠના ઊંડા કૂવા દીકરી દે એનાં માબાપ મૂવા. ચિત્તલમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો અમરેલીની ન લેવી દીકરી, ભલે છોકરો રિયે વાંઢો !
ચિત્તલમાં પાણીની ખેંચ હતી - દૂર વાડીઓમાંથી વહુવારુઓને પાણી લાવવું પડતું. તો શેડુભારમાં પુષ્કળ પાણી હોઈ ત્યાં કાયમ વાવેતરના કારણે સતત કોશ ચાલ્યા કરતાં પ્રથમ પંક્તિ બની. અમરેલી જૂના
* જિ. જૂનાગઢનું ગામ
+ પાટણ (સિદ્ધપુર) પ્રથમ રાજધાની પછી અમદાવાદનો સંદર્ભ. કહેવતોમાં ઈતિહાસ ૧૩૧
For Private and Personal Use Only