________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયોજાય છે.' વેરાવળ લેતાં ચોરવાડ ખોઈ
ચોરવાડ (જિ. જૂનાગઢ)માં પોરબંદરના રાણા સરતાનજી(ઈ.સ. ૧૭૫૭-૧૮૦૪)નું શાસન હતું ત્યારે તેને નજીકના વેરાવળને લઈ લેવાની ઇચ્છા થયેલ પરંતુ આમાં પ્રથમ તો તેને સફળતા મળેલ નહિ. બીજી વખત ચઢાઈ કરી વેરાવળ જીતી તો લીધું પણ એ દરમ્યાન જૂનાગઢના દીવાન રૂગનાથજી (રઘુનાથજી)એ ચોરવાડ લઈ લેતાં ઉક્ત ઉક્તિ પ્રચલિત બની."
શિવરામ ગારદી, મહિનો ને બાર દી” ચાલ્યા પછી ચાર દી, ઊડ્યા પછી આઠ દી.
વૉકર સેટલમેન્ટ (ઈ.સ. ૧૮૦૭) પૂર્વે મરાઠાકાળ દરમ્યાન સૌરાષ્ટ્રમાં “ખરા જાત’નામની એક ખંડણી મરાઠાઓ દ્વારા ઉઘરાવાતી. આની શરૂઆત શિવરામ ગારદીથી થયેલ. ધાકધમકી ને બળજબરીથી આની વસૂલાત કરવા તે લાવ-લશ્કર લઈ આવતો. કાઠિયાવાડમાં આવતો ને કોના મુલકમાં કેટલો સમય પડાવ નાખી પડ્યો રહેતો તે કંઈ નક્કી રહેતું-કહેવાતું નહિ ! આથી ઉકત કહેવત પ્રચલિત થઈ.
કેટલીક કહેવતો સંબંધિત સ્થળ-ગામની વિશેષતા-વિચિત્રતા દર્શાવતી હોય છે, જે સામાજિકઆર્થિક ઇતિહાસના પ્રાદેશિક સંદર્ભે ઉપયોગી બની રહે છે. આવી કહેવતો નોંધીએ :
સૂરત સોનાની મૂરત (સમૃદ્ધિ દર્શાવે છે). સૂરતની બળેલ. સૂરતનું જમણ સૂરતી વાત સૂરતી સોદા સૂરતી તે મંગલ મૂરતિ, સૂરતનાં ગાંડા ને ભરૂચનાં ડાહ્યાં સૂરત શહેરમાં દાવર* ઘણાં. ભાંગ્યું તોય ભરૂચ વડું ગામ તે વલસાડ નવ નડિયાદી, સાત પેટલાદી ને એક ઉમરેઠી ! (બરાબર).
કોઈ ગામમાં કોઈને વ્યક્તિગત અડચણ કે તકલીફ પડી હોય ને પરિણામસ્વરૂપ દ્વેષ, કડવાશથી જે કંઈ કહેવાયું (જેમકે, ઉક્ત ઉક્તિ) હોય તેને જે તે ગામનું ખરું મૂલ્યાંકન ગણી શકાય નહિ.
પરવારતા પારડી જાય ને નકામા નારગોલ જાય
બળ્યું ગામ બારડોલી મૂવું ગામ મહુવા ભલે ભલે કોદાદે ગયાં તો ખાધા દૂધ ને પહુવા.
જ આ નામનાં પરાં કે ગામ,
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૩૦
For Private and Personal Use Only