________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટેલ અને વર્તમાને સંપાદક છે ગોરધનદાસ સોરઠિયા, મૂળગ્રંથ ‘પ્રભુની ફૂલવાડી' શીર્ષકથી ઈસ્વી ૧૯૨૫માં પ્રગટ થયો હતો. એની બીજી આવૃત્તિ કેટલાક મહત્ત્વના ઉમેરણ સાથે, કહો કે પૂર્તિરૂપે ઇસ્વી ૨૦૦૦માં પ્રગટ થઈ અને બે જ મહિનામાં એની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ બાબત જ મૂળગ્રંથની ઉપયોગિતાની ઘોતક છે. સાંભળ્યા મુજબ એની ચોથી આવૃત્તિ પ્રગટ થવામાં છે ત્યારે મૂળ મથાળું યથાવત્ રાખી કૌંસમાં ‘સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ' મૂકાય તે જ ઉચિત છે. સાથેસાથ મૂળગ્રંથનાં ત્રણેય પ્રકરણ વિભાગ બીજામાં છે તેને સ્થાને તે બધાં વિભાગ એક તરીકે મૂકાય તે વધુ યોગ્ય રહેશે તેમ પોણા સૈકા પૂર્વે એક વ્યક્તિએ પોતાના સમાજનાં દુષણો અને ગુણો પરત્વે આપણું ધ્યાન આકૃષ્ટ કર્યું તે બાબતને યોગ્ય અંજલિ સમર્પિત થશે. પૂરવણી સ્વરૂપે આ કારણે વિભાગ એકને વિભાગ બે તરીકે મૂકાય તે જરૂરી છે.
*
અવલોકિત ગ્રંથ સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદાર કોમના કેટલાક ભડવીર મહાનુભાવની ગાથા પરત્વે સહુનું ધ્યાન આકર્ષિત કરવાનું છે જેમણે ગઈ સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુધારણાનાં બીજનાં વાવેતર કર્યાં હતાં અને જે આજેય અપનાવવા જેવાં છે. જો કે મૂળગ્રંથકર્તાના લખાણ વાંસોવાંસ વર્તમાન સંપાદકે ગુજરાતની પાટીદાર કોમે યથાસમયે યથાશક્તિ દશાંગુલ કાઠું જે ઉપસાવ્યું છે તે બાબતે સંકલિત વિગત પ્રસ્તુત કરીને મૂળગ્રંથની ભાવનાને વિશેષરૂપે વ્યાપકતા બક્ષી છે.
*
આ પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલો વિભાગ આ પુસ્તકના સંપાદક ગોરધનદાસ સોરઠિયાનું શ્રમિત યોગદાન છે. એમણે સોથી વધુ પૃષ્ઠ મારફતે ગુજરાતની સમગ્ર પાટીદાર કોમ વિશે પંખીનજરે અલપઝલપ વિગતો પ્રસ્તુત કરી અન્ય મહાનુભાવનાં લખાણ જે તે-ના નામે આ સંદર્ભે ઉદ્ધૃત કર્યાં છે. આથી, ગુજરાતના પાટીદારો વિશે ઘણી બધી વિગત આપણને સાંપડી શકી છે. જો કે સંપાદકે સંપાદકત્વની નિષ્ઠા સુપેરે અદા કરી છે. પરન્તુ જે નિમિત્તે એમણે બધી માહિતી એકત્રિત કરવા કાજે ધૂળ ધોયાની નિષ્ઠા દર્શાવી છે તે સરાહનીય જ ગણાય અને તે વાસ્તે તેમ જ અપ્રાપ્ય ગ્રંથને આપણી પ્રત્યક્ષ કરવા સારુ તે અભિનંદનના અધિકારી છે. આ પૂરવણીરૂપ વિભાગમાં સંપાદકે પાટીદાર સમાજનાં સંમેલન, પરિષદ, તે તે ક્ષેત્રના થોડાક દશાંગુલ ઊંચેરાં વ્યક્તિત્વનો સમાવેશ કર્યો છે તેય આવકાર્ય છે.
આ પુસ્તકનો વિભાગ બીજો હકીકતમાં પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનના નિર્માણની ભૂમિકારૂપે છે. આ વિભાગ આપણે નોંધ્યું તેમ ‘પ્રભુની ફૂલવાડી' શીર્ષકથી શંભુભાઈ ટીડાભાઈ પટેલે ઈ.સ. ૧૯૨૫માં પ્રકાશિત કર્યો હતો. મૂળગ્રંથકર્તાનો ઉદ્દેશ પાટીદાર સમાજમાં કેટલાંક જરૂરી પરિવર્તન આણવા સંદર્ભે છે તેમ છૂટાછવાયા થયેલા સુધારા પરત્વે સહુને અભિજ્ઞ કરવાનો છે.
* * *
ખેર, અત્યારે આ સ્વરૂપે આ પુસ્તક ઇતિહાસનો ગ્રંથ છે એમ તો કહી શકાય તેમ નથી. હા, ઇતિહાસ લખવા ઉત્સુક અધ્યેતાને આના વાંચનથી પ્રેરણા અવશ્ય સાંપડી શકે છે તેમ એમાં નિર્દિષ્ટ માહિતીથી કેટલીક પૂર્વધારણા (હિપૉથિસિસ) કે કલ્પિતાર્થ શોધીને નવેસરથી અન્વેષણકાર્ય હાથ ધરી શકે તેવી ક્ષમતાય છે જ. આ જ છે આ પુસ્તકની ઉપાદેયિતા અને ઉપયોગિતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ગ્રંથ એ કેટલેક અંશે પ્રત્યક્ષ માહિતીથી સભર એવો જ્ઞાપકગ્રંથ છે, સાધનગ્રંથ છે. આના સહારે આ બાબતે વિશેષ અન્વેષણ કરવાની અને સામાજિક ઇતિહાસનાં કેટલાંક ગૃહીતને સમજવાની અને વર્તમાને તદ્નુસાર સુધારણાના પંથે વિહરવાની તક સંપડાવી આપે છે.
*
ગ્રંથકર્તા શંભુભાઈએ આ પુસ્તક ચાર દિવાલની વચ્ચે મેજસ્થ બનીને લખ્યું નથી; બલકે ચાર દિશાઓ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ન ૧૩૪
For Private and Personal Use Only