SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ તારીખ સાચી હોવાનો સ્વીકાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવેલ છે. સરદેસાઈના નવ મરાઠી લેખો ક્રમશઃ સપ્ટેમ્બર થી નવેમ્બર ૧૯૫૫ દરમિયાન “સ્વરાજ્યમાં પૂનાના સુપ્રસિદ્ધ દૈનિક “સકાળ'ના તંત્રી ડૉ. પરૂલેકરે પ્રસિદ્ધ કર્યા હતા. આ લેખોનો સંગ્રહ “શ્રી સયાજીરાવ ગાયકવાડ વાંચે સહવાસાંત'ના નામે પ્રસિદ્ધ થયો હતો. આ સંગ્રહનો હિન્દી અનુવાદ “સયાજીરાવ કે સાનિધ્યમે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયો છે. આ સંગ્રહમાંથી સયાજીરાવના શાસન દરમિયાન બનેલ કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. દા.ત., સયાજીરાવ અને અંગ્રેજ શાસકો વચ્ચેના સંબંધો, વડોદરા રાજ્યમાં ચાલતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ (રાજદ્રોહ, દેશપાંડે પ્રકરણ). સરદેસાઈના (૧) New History of the Marathasના ૩ ખંડો અને (૨) Main Currents of Maratha Historyના હિન્દીમાં અનુવાદ થયા છે. મૂલ્યાંકન : મરાઠા ઇતિહાસલેખનમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ધુળિયા (મહારાષ્ટ્ર)ના રાજવાડે સંશોધન મંડળ દ્વારા સરદેસાઈને ૧૯૪૬માં સન્માનિત કરી ‘ઇતિહાસ માર્તડનું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૭માં પૂના યુનિવર્સિટીએ તેઓનું બહુમાન ડી.લિ.ની માનદ પદવી આપી કર્યું હતું અને ભારત સરકારે તેઓને “પદ્મ વિભૂષણથી વિભૂષિત કર્યા હતા. સરદેસાઈને મતે “A study of history means search for truth and truth is never one sided.” આથી જ તેઓએ મરાઠી ભાષામાં ઉપલબ્ધ સાધનો ઉપરાંત અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ મરાઠાઓના ઇતિહાસના આલેખનમાં કરવાની હિમાયત કરી હતી. ફારસીનું પોતાને જ્ઞાન ન હોવાનો સ્વીકાર કરી સરદેસાઈએ ભારતીય ઈતિહાસમાં સંશોધન કરનારને અંગ્રેજી, સંસ્કૃત તથા ફારસી વગેરે ભાષાઓનું પર્યાપ્ત જ્ઞાન હોવું જ જોઈએ એવો સ્પષ્ટ મત જયપુરના ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના (૧૯૫૧) પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં વ્યક્ત કર્યો હતો. સરદેસાઈને ઇતિહાસ-આલેખન કાર્યમાં જદુનાથ સરકાર તરફથી ખૂબજ સહાયતા, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યાં હતાં. ટીકકર લખે છે તેમ સરકારે તેઓને એક સારા સંશોધનકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પૂરતી તકો મળી રહે એ માટે પ્રયત્નો કર્યા હતા. સર જદુનાથ સરકારના સતત માર્ગદર્શનના કારણે જ તેઓ એક સિદ્ધહસ્ત ઈતિહાસકાર બની શક્યા હતા. જદુનાથ સરકારે કરેલ પ્રદાનનો સ્વીકાર કરતાં સરદેસાઈએ એમના પરના પત્રમાં લખ્યું હતું, “મારું એ સૌથી મોટું સદ્ભાગ્ય છે કે હું મારા કાર્યમાં માર્ગદર્શન મેળવવા તમને એક કાયમી ઘડવૈયા તરીકે પ્રાપ્ત કરી શક્યો.” (“It is my greatest good fortune that I should have secured in you a permanent mentor to guide my foot-steps.”) સરદેસાઈએ જદુનાથ પરના તા. ૨૯-૮-૧૯૪૭ના પત્રમાં લખ્યું હતું : “હું જાણું છું કે વિદ્વત્તાની બાબતમાં હું સૂર્ય સામે આગિયા હોવાનો દાવો કરી શકે તેમ નથી, “..... in point of scholarship I know, I cannot claim to be a glowworm before the sun.” (Gupta). સરદેસાઈએ મરાઠાઓના ઇતિહાસ-આલેખનનું કાર્ય વ્યાપક પ્રમાણમાં કર્યું છે પણ તેમ છતાં તેમના ગ્રંથોમાં કેટલીક ઊણપ રહેલ છે. મરાઠી ભાષામાં ઉપલબ્ધ સાધનોમાંથી મરાઠાઓની સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિઓ; સાહિત્ય વગેરેની અનેક વિગતો મળી રહે છે તેમ છતાં સરદેસાઈએ મરાઠાઓના નવીન ઈતિહાસમાં એમનું નિરૂપણ કરેલ નથી. તેઓએ ઇતિહાસ-આલેખનમાં અભિલેખો, સિક્કાઓ અને પુરાતત્ત્વીય અવશેષોમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કર્યો નથી. ડૉ. વસંત રાવના મતે તેઓને સંશોધન પદ્ધતિઓમાં રસ ગોવિંદ સખારામ સરદેસાઈ ૧૦૭ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy