________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણીપતના ત્રીજા યુદ્ધનાં પરિણામો વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં સરદેસાઈ કહે છે કે ભલે આ યુદ્ધમાં મરાઠા સત્તાનો સંપૂર્ણ વિનાશ ન થયો હોય પણ તેમ છતાં પાણીપતમાં નિર્બળ બનેલ મરાઠાઓ અને મુસ્લિમોના કારણે હિંદમાં બ્રિટિશ સત્તાનો ઉદય સરળ બન્યો હતો. પાણીપતનું યુદ્ધ હિંદના ઇતિહાસ માટે એક વળાંકબિંદુ (turning point) સાબિત થયું હતું. આ ગ્રંથ) વ્યાખ્યાનો અંગે ડો. મુખોપાધ્યાય યથાર્થ કહે છે, “It is in the form of running criticism of the principal actors and events of Maratha History". આ ગ્રંથ મરાઠા ઈતિહાસના પ્રમુખ નેતાઓ અને ઘટનાઓના ક્રમાનુસાર વિવેચનસ્વરૂપનો છે. સાધનો સંબંધી સંપાદિત ગ્રંથોઃ
સરદેસાઈ સંશોધન માટે મૌલિક સાધનોના મહત્ત્વને સારી રીતે સમજતા હતા. ટી. એસ. શેજલવલકર, આપ્ટે તથા વાકસકરના સહયોગથી સરદેસાઈએ “મરાઠાયાંચા ઇતિહાસએ સાહિત્ય' ગ્રંથ ૧૯૨૪માં પ્રસિદ્ધ કર્યો હતો. સરદેસાઈએ ૧૯૨૫માં ઐતિહાસિક વિષયાંચી સુચિ' પ્રસિદ્ધ કરી હતી. ૧૮૭૮માં શરૂ થયેલ “કાવ્યતિહાસ સંગ્રહ' નામના સામયિકમાં પ્રસિદ્ધ થયેલ દસ્તાવેજોમાંથી મહત્ત્વના દસ્તાવેજોની પસંદગી તેમણે કુલકર્ણી અને કાળે કાળની સહાયથી કરી હતી. પસંદ કરાયેલ દસ્તાવેજો ૧૯૩૦માં “કાવ્યતિહાસ સંગ્રહાત પસંદીદા ઝાલેલ ઐતિહાસિક પત્રે યાદી વગેરે લેખ'ના નામથી, તેમજ “ઐતિહાસિક પત્રવ્યવહાર” નામનો તેઓએ સંપાદિત કરેલ ગ્રંથ ૧૯૩૩માં પ્રસિદ્ધ થયા હતા.
સત્તા-હસ્તાંતર સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પેશ્વા પાસેથી પ્રાપ્ત થયેલ દફતરના ૧૫ ભાગ પૂનાની ડેક્કન વર્નાક્યુલર સોસાયટીએ પ્રસિદ્ધ કર્યા હતા. જદુનાથ સરકારે આ દફતરના અન્ય ભાગો સરદેસાઈ પાસે સંપાદિત કરી પ્રસિદ્ધ કરાવવા માટે મુંબઈ સરકારને સૂચવ્યું હતું, જે સરકારે સ્વીકાર્યું હતું. આ દફતરના કુલ ૪૫ ભાગ (Selections from Peshwa Daftar - SPD) પ્રસિદ્ધ થયા છે.
પેશ્વા દફતરનું કાર્ય પૂર્ણ થયા બાદ સરદેસાઈ અને જદુનાથ સરકારે ‘પૂના રેસિડન્સી કોરસપોન્ડન્સ' (Poona Residency Correspondence - PRC)ના સંપાદનનું કાર્ય શરૂ કર્યું હતું. પીઆરસી'ના પ્રસિદ્ધ થયેલ ૧૫ ભાગોમાંથી, ૨, ૬, ૭, ૧૨ અને ૧૩મા ભાગનું સંપાદન સરદેસાઈએ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ફારસીમાં લખાયેલ પત્રોનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો. આ અનુવાદના પ્રસિદ્ધ થયેલ બે ગ્રંથો - (૧) “દિલ્હી યથીલ રાજકારણ અને (૨) દિલ્હી યુથીલ વકીલ'નું સંપાદન જદુનાથે કર્યું હતું.
સરદેસાઈ અને સરકારના પ્રયત્નોના પરિણામે અભ્યાસીઓ/ સંશોધકોને મરાઠા ઇતિહાસ સંબંધિત મૂળભૂત સાધનો | દસ્તાવેજોના અનુવાદિત અને સંપાદિત ૬ર ગ્રંથો ઉપલબ્ધ થયા છે. સરદેસાઈએ સંપાદિત કરેલ ગ્રંથોમાં તારીખ અને ઘટનાઓના – કાળાનુક્રમ વિશેની કેટલીક ક્ષતિઓ રહી જવા પામી છે. આમ છતાં, ડૉ. મુખોપાધ્યાય કહે છે તેમ તે નિઃસંદેહ ગુણવત્તાપૂર્ણ તથા વિદ્વત્તાપૂર્ણ રચનાઓ છે. અન્ય રચનાઓ :
સરદેસાઈએ ૧૯૫૬માં પોતાની આત્મકથા “માજી સંસારયાત્રા' પ્રસિદ્ધ કરી હતી. એમાં, તેમણે પોતાના પ્રારંભિક જીવન અને કૌટુંબિક જીવનની વિગતો અને વડોદરાના નિવાસ દરમિયાન થયેલ અનુભવો વગેરેનો ઉલ્લેખ કર્યો છે પણ ઇતિહાસલેખનના પોતાના કાર્યનો સહેજ પણ નિર્દેશ કર્યો નથી. સરદેસાઈએ મહારાષ્ટ્રના અનેક નેતાઓ – શિવાજી, સંભાજી, સંતાજી ઘોરપડે, બાજીરાવ, મહાદાજી સિંધીયા-ના જીવનવૃત્તાન્તો લખ્યાં હતાં. તેમણે મરાઠા ઇતિહાસ વિશેના અનેક લેખો ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં લખ્યા હતા. તેમણે છત્રપતિ શિવાજીની 500મી જન્મ જયંતિ પ્રસંગે પ્રસિદ્ધ થયેલ શિવાજી સ્મારક ગ્રંથનું સંપાદન કર્યું છે. આ ગ્રંથના એક લેખમાં તેમણે ૬ એપ્રિલ ૧૯૨૭ને શિવાજીની જન્મતારીખ તરીકે સ્વીકારવાની હિમાયત કરી હતી.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૦૬
For Private and Personal Use Only