SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હતો તથા ઐતિહાસિક અન્વેષણની વિભિન્ન પદ્ધતિઓનો ખ્યાલ ન હતો. “He went on writing as he collected material.” પણ નવાં સાધનોમાંથી પ્રાપ્ત માહિતીના સંદર્ભમાં તેઓ પોતાના ગ્રંથોની નવી આવૃત્તિમાં જરૂરી સુધારાઓ કરવાનું ચૂક્યા ન હતા. પોતાના સમકાલીન ભારતીય ઇતિહાસકારોની જેમ સરદેસાઈને ભાગ્ય અને નિયતિમાં વિશ્વાસ હતો. મરાઠાઓના નવીન ઇતિહાસના ત્રીજા ભાગના અંતિમ પ્રકરણમાં તેઓ કહે છે કે મનુષ્યનું ભાગ્ય બહુધા એવી રીતે નક્કી થઈ જાય છે કે જેના પરિણામે કાર્યકારણના સિદ્ધાંત અનુસારની તપાસ હંમેશાં શક્ય બનતી નથી. દૈવયોગના પ્રપંચનો પણ તેઓ સ્વીકાર કરે છે. મહારાષ્ટ્રમાં અનેક નેતાઓના અકાલ અવસાનમાં તેઓને એ દેખાય છે, જેમકે શિવાજીના અકાલ મૃત્યુના કારણે મુઘલ સમ્રાટ મહારાષ્ટ્ર પર આક્રમણ કરી શક્યો હતો; પેશ્વા બાજીરાવના અકાલ મૃત્યુના કારણે નિઝામ દક્ષિણમાં પોતાની સત્તા સ્થિર કરી શક્યો હતો અને પેશ્વા માધવરાવના અકાલ અવસાનના કારણે મહારાષ્ટ્રમાં વિધટનકારી પરિબળો અને વિદેશીઓના હસ્તક્ષેપને પ્રોત્સાહન મળ્યું હતું. સરદેસાઈ મરાઠાઓના પ્રશંસક હોવા છતાં તેઓએ મરાઠાઓની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. ઇતિહાસમાંથી પ્રત્યેક પ્રજાએ બોધપાઠ ગ્રહણ કરવો જોઈએ એવું તેઓ દૃઢપણે માનતા હતા. કેટલાકની દૃષ્ટિએ ‘રિયાસતકાર’ ગોવિંદ સખારામ સરદેસાઈ માત્ર એક સંકલનકર્તા હતા પરન્તુ જદુનાથ સરકારની દૃષ્ટિએ તેઓ એક મહાન મરાઠા ઇતિહાસકાર હતા, ડૉ. વસંત રાવના મંતવ્ય પ્રમાણે સરદેસાઈ એક માત્ર એવા મરાઠા ઇતિહાસકાર છે જેમણે આપણી સમક્ષ મરાઠાઓનો સંપૂર્ણ અને સંકલિત ઇતિહાસ રજૂ કર્યો છે. તેઓએ ભવિષ્યની પેઢી માટે મરાઠા ઇતિહાસના ક્ષેત્રમાં સંશોધન કરવા માટેનો માર્ગ સરળ કરી આપ્યો છે. જદુનાથ સરકારે સરદેસાઈને એમના ૮૨મા જન્મ દિવસે લખેલ પત્રમાં (તા. ૧૧-૪-૧૯૪૬) એ આશા વ્યક્ત કરી હતી, “આ દિવસે મારા મનમાં સહુથી વધુ માત્ર એક જ વિચાર આવે છે કે આપણું હજુ જે શેષ જીવન બચ્યું છે એ આર્થિક વળતર (material reward) તથા નામના (public fame) મેળવવાની દરકાર કર્યા વગર જ્ઞાનની ઉપાસનામાં અને સત્યના શોધક તરીકે વ્યતીત થાય.” ૯૩ વર્ષની આયુએ મૃત્યુ પામનાર સરદેસાઈએ સરકારની જેમ જ પોતાનું જીવન ઇતિહાસ-સંશોધન અને આલેખન-પ્રવૃત્તિને સમર્પિત કર્યું હતું. નિઃસંદેહ સરદેસાઈ આધુનિક ભારતના એક અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ઇતિહાસકાર હતા. સંદર્ભગ્રંથો ૧. Gupta, H. R. (ed.); Life and Letters of Sir Jadu Nath Sarkar, Punjab University, Hoshiarpur, 1958 ૨. Mathur, L. P; Historiography and Historians of Modern India, Inter-India, N. Delhi, 1987 ૩. Mukhopadhyay, S. K., Evolution of Historiography in Modern India, Bagchi, Calcutta, 1981 ૪. Sardesai, G. S. (tr. by Bansidhar); સયાજીરાવ કે સાંનિધ્યમેં, પબ્લિકેશન સ્કીમ, જયપુર, ૧૯૯૪ ૫. Sen, S. P. (ed.); Historians and Historiography in Modern India, Institute of Historical Studies, Calcutta, 1973 ૬. Tikekar, S.R., On Historiography, Popular Prakashan, Bombay, 1964 સામયિક : ગાંધી બી.એન.; સ૨ જદુનાથ સરકારના જી.એસ.સરદેસાઈ પરના પત્રો – એક અધ્યયન, સંશોધન (ધોરાજી), જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૪, અંક ૩ પથિક : જાન્યુઆરી ~ જૂન, ૨૦૦૫ T ૧૦૮ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy