SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકંદરે રૂઢિચુસ્ત સુધારાવાદીનું હતું. તેઓ હિંદુ ધર્મની પ્રણાલીને અનુસરીને સુધારો કરવાની તરફેણમાં હતા. પરિણામે તેમના સુધારા આંદોલને ગુજરાતની જેમ પ્રત્યાઘાત પેદા કર્યા ન હતા. ૧૮૭૪માં દયાનંદ સરસ્વતી રાજકોટમાં આવ્યા પછીના વર્ષોમાં રાજકોટમાં આર્યસમાજની સ્થાપના થઈ હતી. તે ઉપરાંત રાજકોટમાં સ્વદેશ ઉદ્યમવર્ધક સભા, જામનગરમાં મનોરંજક સભા, અને પોરબંદરમાં સુબોધ ડીબેટિંગ સોસાયટી જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી. તો મોરબીની આર્ય સુબોધક મંડળી, દ્વારકાની નૌતમ નાટક મંડળી અને વાંકાનેરની આર્ય હિતવર્ધક નાટક મંડળીએ પણ સામાજિક પરિવર્તનની પ્રક્રિયામાં પરોક્ષ રીતે મહત્ત્વનો પ્રભાવ પાડ્યો હતો.“આ બધાં સ્વૈચ્છિક મંડળો મોટાભાગે શહેરોમાં સ્થપાયાં હતાં અને સમાજની નાગર, બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય વગેરે ઉચ્ચ જ્ઞાતિઓને સ્પર્શતા હતા. આ બધી સંસ્થાઓને પરિણામે કેટલાક સામાજિક સુધારા આકાર પામ્યા હતા. જેમકે – સૌરાષ્ટ્રમાં પ્રથમ વિધવા વિવાહ ૧૮૭૩માં થયો હતો. ૧૮૮૧-૮૨ સુધીમાં વિધવા વિવાહના બનાવો કુતિયાણા, ધોરાજી, જામનગર, રાજકોટ, કુંડલા વગેરેમાં પણ બન્યા હતા. પરદેશગમન ઉપર સામાજિક પ્રતિબંધો હોવા છતાં ગાંધીજી સહિત કેટલાક યુવાનોએ ઇંગ્લેંડ તથા વિદેશના અન્ય દેશોની મુલાકાત લીધી હતી. શાળાપત્ર (૧૮૬૨), સૌરાષ્ટ્ર દર્પણ (૧૮૬૫), વિજ્ઞાનવિલાસ (૧૮૯૮), પ્રિયંવદા (૧૮૮૫), જ્ઞાનદીપક (૧૮૮૭), અને સૌરાષ્ટ્ર (૧૯૨૧) જેવાં સાપ્તાહિક કે માસિકોએ પણ સમાજનાં દૂષણો અંગે લેખો પ્રસિદ્ધ કરી તે અંગે પ્રજાજાગૃતિ લાવવામાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. - ભાવનગરના મહારાજા તખતસિંહજી (૧૮૬૯-૧૮૯૬), ગોંડલના ઠાકોરસાહેબ ભગવાનસિંહજી (૧૮૬૯-૧૯૪૪), સૌરાષ્ટ્રના કેટલાક દીવાનો કે કારભારીઓ (દીવાન ગગા ઓઝા, ગોકુળજી ઝાલા, પ્રભાશંકર પટ્ટણી, કરસનદાસ મૂળજી) પણ સમાજસુધારાના હિમાયતી હતા. પરંતુ સમાજમાં રૂઢિવાદી પરિબળોનું પ્રભુત્વ હતું. તેથી પરંપરાવાદીઓ અને સુધારાવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવો ભય હતો. પરંતુ સુધારકોના અગ્રણી શ્રી મણિશંકર કીકાણીએ આવા સંઘર્ષને ટાળ્યો હતો, કારણ કે તેમણે માત્ર એવા જ પાશ્ચાત્ય સામાજિક વિચારો અને મૂલ્યો સ્વીકાર્યા જે તત્કાલીન સમાજમાં પરંપરાગત મૂલ્યો સાથે ટકરાતાં ન હોય. આમ તેમણે ધીમી ગતિએ આગળ વધવાનું પસંદ કર્યું હતું. તળ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રનાં રજવાડાંનો પ્રદેશ વધુ રૂઢિવાદી હતો. તેથી બંને પ્રદેશના સુધારકોની સુધારા કરવાની પદ્ધતિમાં ફેર હતો. તળ ગુજરાતના બૌદ્ધિકો પરિવર્તનવાદી હતા, જ્યારે સૌરાષ્ટ્રના સંરક્ષણવાદી હતા. તળ ગુજરાતના સુધારકો ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની ઊંડી અસર હતી, પરંતુ સૌરાષ્ટ્રના સુધારકો ભારતીય સંસ્કૃતિના પાયાનાં તત્ત્વોના ચાહક હતા. ગુજરાતનું સુધારા આંદોલન ઝડપી ગતિવાળું અને વ્યાપક સ્વરૂપનું હતું, જયારે સૌરાષ્ટ્રનું સુધારા આંદોલન ધીમી ગતિનું હતું અને તેનું ક્ષેત્ર મર્યાદિત હતું. સૌરાષ્ટ્રના રજવાડી પ્રદેશનો સુધારો તળ ગુજરાતના સુધારાની જેમ ગાજી શક્યો નહિ. ગુજરાતમાં સુધારાનું કામ સંક્ષેપથી થયું પરંતુ સૌરાષ્ટ્રમાં તે શાંતિથી, ગંભીરતાથી થયું. એ રીતે શ્રી મણિશંકર કીકાણીનો સુધારો ઠાવકો અને ઠરેલ હતો. તે પ્રજાની જીવનપદ્ધતિમાં ઊથલ-પાથલ કરનારો ન હતો. આમ સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાના આંદોલનની ગતિ ધીમી હતી, તેનો પ્રભાવ ઉજળિયાત વર્ગ પૂરતો મર્યાદિત હતો, છતાં તેણે રૂઢિચુસ્ત સમાજના કવચને લેવું હતું અને સમાજને પરિવર્તનની એક નવી દિશા તરફ તે દોરી ગયું હતું. પછીથી વીસમી સદીના પૂર્વાર્ધમાં અને તેમાં પણ ગાંધીજીની નેતાગીરી હેઠળની રાષ્ટ્રીય ચળવળની અસર હેઠળ સૌરાષ્ટ્રનાં રજવાડાંની પ્રજામાં જાગૃતિ આવી હતી. ગાંધીજીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રના ફૂલચંદભાઈ શાહ, મણિલાલ કોઠારી, અમૃતલાલ શેઠ, ઠક્કર બાપા, દરબાર ગોપાળદાસ, ઉ. ન. ઢેબર, બળવંતરાય મહેતા, રસિકલાલ પરીખ, જીતુભાઈ અદાણી, જેઠાલાલ જોશી જેવા અનેક આગેવાનોએ સામાજિક સુધારાની સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો... n ૧૦૧ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy