SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા. શ્રી મણિશંકર કીકાણીએ જૂનાગઢમાં “સુપંથ પ્રવર્તક મંડળી' ૧૮૫૪માં સ્થાપી હતી. તે પછીથી સૌરાષ્ટ્ર નાગર મંડળી' નામે ઓળખાતી. તે મંડળીનો હેતુ પ્રચલિત રીતરિવાજોમાં ઉચિત ફેરફાર કરાવવાનો હતો. ૧૮૫૪માં તેની એક બેઠક રાજકોટમાં શ્રી કીકાણીના નિવાસસ્થાને મળેલી. તેમાં નિર્ણય લેવાયેલો કે - (૧) ભાંગ-ગાંજા વગેરેનો નશો કરવો નહિ. (૨) બાળકોને સારી શાળામાં શિક્ષણ લેવા મોકલવાં. (૩) અંગ દેખાય તેવાં ઝીણાં પારદર્શક વસ્ત્રો સ્ત્રીઓએ પહેરવાં નહિ.' રાજકોટમાં બ્રિટિશ કોઠીની સ્થાપના પછીનાં વર્ષોમાં રાજકોટ સૌરાષ્ટ્રની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું. શ્રી મણિશંકર કીકાણી ૧૮૩૪ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટિશ એજન્સીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા હતા. સુરતના દુર્ગારામ મહેતા ૧૮પરમાં સુરતથી શિક્ષણ ખાતામાં બદલી પામીને રાજકોટ આવ્યા હતા. તો વળી ૧૮૫૩માં અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્ટર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ કાઠિયાવાડના કેળવણી ખાતાના વડા તરીકે બઢતી પામીને રાજકોટ આવ્યા હતા. સુરત અને અમદાવાદના આ બંનેના સહકારથી શ્રી કીકાણીએ રાજકોટમાં વિદ્યાભ્યાસ મંડળી' (૧૮૫૬માં)ની સ્થાપના કરી હતી. આ સંસ્થા પણ સામાજિક દૂષણો તથા વહેમો દૂર કરવા પ્રયત્ન કરતી હતી. ઈ.સ. ૧૮૬૪માં શ્રી મણિશંકર કીકાણીએ જૂનાગઢમાં “જ્ઞાન ગ્રાહક સભા સ્થાપી હતી. આમ તો તે એક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટેની સંસ્થા હતી. પરંતુ સાહિત્યના માધ્યમથી તે સંસ્થાએ સામાજિક સુધારાનું પણ કામ કર્યું હતું. શ્રી કીકાણી માનતા હતા કે વ્યવહાર માટે ગુજરાતી, ઉન્નતિ માટે અંગ્રેજી અને ધર્મજ્ઞાન માટે સંસ્કૃત એ ત્રણે ભાષા જરૂરી છે. આ સંસ્થા સ્થાપ્યા પછીના બીજા જ વર્ષે ૧૮૬૫માં આ સંસ્થાએ “સૌરાષ્ટ્ર દર્પણ” નામનું માસિક-પત્ર શરૂ કરેલું. આ માસિકે નવા વિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી કીકાણીએ એમાં પુનર્લગ્ન તથા મૂર્તિપૂજા જેવા વિષયો ઉપર લેખો લખ્યા હતા. પછીથી તેની ચાર હજાર નકલો વેચાતી હતી, તે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ૧૮૬૫ના વર્ષમાં જ સર્વશ્રી મણિશંકર કીકાણી, ભાવનગરના દીવાન ગૌરીશંકર (ગગા ઓઝા, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા તથા દુર્લભજી બાપુભાઈ, કૃષ્ણાજી ભગવાનજી, કરમચંદ (કબા ગાંધી (ગાંધીજીના પિતા), વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં “વિદ્યાગુણ પ્રકાશન સભા' સ્થપાઈ હતી. ત્યાર પછી ૧૮૬૭માં કરસનદાસ મૂળજી જેવા પ્રસિદ્ધ સુધારક કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે રાજકોટમાં નિમાતાં સૌરાષ્ટ્રની સુધારાની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. તેમના પ્રોત્સાહન અને શ્રી કીકાણી, ઉત્તમરામ નરભેરામ, નગીનદાસ વ્રજભૂષણદાસ વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ૧૮૬૮માં વિજ્ઞાન વિલાસ' માસિક શરૂ થયું હતું. તેના તંત્રી તરીકે હંટર મેલ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ હરગોવિંદદાસ કાંટાવાળા હતા. મણિશંકર કીકાણી સુધારક ઉપરાંત ચિંતક પણ હતા. તેઓ કન્યા કેળવણીના સમર્થક અને બાળલગ્ન પ્રથાના વિરોધી હતા. વિધવા પુનર્વિવાહની તે તરફેણ કરતા ન હતા. તેમણે લખેલું કે – “બાળવિવાહ ન કરો યાર, ન નફો એમાં અંતે પસ્તાવો થાશે, નુક્સાન છે અપાર એમાં... જુઓ વિચારી તમે, એ કામ છે વિચારતણું, શોચ્યા વિણ જે કરો છો, થાઓ છો ખુવાર તેમાં જ તેઓ દયાનંદ સરસ્વતીની જેમ હિંદુઓ માટે વેદને પ્રમાણભૂત ગ્રંથ માનતા હતા. છતાં તેઓ સૌરાષ્ટ્રના આ મહાન સુધારક દયાનંદની જેમ મૂર્તિપૂજાના વિરોધી ન હતા. તેમણે તો સ્વામી દયાનંદને મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા ૨૪ પ્રશ્નો પૂછયા હતા. તેના જવાબ દયાનંદ વતી પૂર્ણાનંદ આપ્યા હતા. આમ શ્રી કીકાણીનું વલણ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧00 For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy