________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો હતો. ૧૯૨૦માં ઢસામાં કવિ નાનાલાલના પ્રમુખપદ હેઠળ અંત્યજ પરિષદ ભરાઈ હતી અને દરબાર ગોપાળદાસે ગામના જાહેર કૂવા ઉપરથી દલિતોને પાણી ભરવાની છૂટ આપી, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમને વેગ આપ્યો હતો. ૧૯૩૧માં અમરેલીમાં મળેલી કાઠિયાવાડ મહિલા પરિષદે પણ ભક્તિલક્ષ્મી દેસાઈના પ્રમુખપદે સ્ત્રી ઉદ્ધાર માટેના કેટલાક ઠરાવ કર્યા હતા. ઉપરાંત શારદાબહેન શાહ, સરલાબહેન ત્રિવેદી, ભક્તિબા દેસાઈ, પુષ્પાબહેન મહેતા, હીરાલક્ષ્મી શેઠ, દુર્ગાબહેન ભટ્ટ, ચંચળબહેન દવે, મંજુલાબહેન દવે, કસ્તૂરબહેન કવિ જેવી મહિલાઓએ પણ સ્ત્રી-કલ્યાણની પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. સ્ત્રીને સમાજમાં યોગ્ય સ્થાન મળે તે માટેના પ્રયત્ન કર્યા હતા. અનાથ, ત્યક્તા, બાળ ગુનેગાર, પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાઓને રક્ષણ આપવા માટે નારીગૃહો કે મહિલા વિકાસ ગૃહો, બાળ સંરક્ષણ ગૃહો કે અનાથાશ્રમ શરૂ કરવાના પ્રયત્ન થયા. આઝાદી પછી તેમાં વેગ આવ્યો હતો.
આમ, સૌરાષ્ટ્રમાં જે રાજકીય સત્તા-પરિવર્તન થયું અને અંગ્રેજી શાસનની સર્વોપરિતા સ્થપાઈ, તેના પ્રભાવ રૂપે સામાજિક ક્ષેત્રે પ્રવર્તતી પરંપરામાં પણ અનેક ક્રાંતિકારી કહી શકાય તેવાં પરિવર્તન આવ્યાં હતાં. આ પરિવર્તનોની ગતિ ધીમી જરૂર હતી. છતાં તેના પરિણામે સમાજમાંથી વહેમો, અંધશ્રદ્ધા ઘણાં ઘટી ગયાં, બાળવિવાહ ઘટ્યા, બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા નાબૂદ થઈ, સતી પ્રથા પ્રત્યે સમાજમાં જાગૃતિ આવી, સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો ઘટ્યા કે નાબૂદ થયા. ગાંજો, અફીણ, તંબાકુનું સેવન, જુગાર, વેશ્યાવૃત્તિ, દારૂપાન જેવાં દૂષણોમાં કમી આવી. આમ સમાજને કોરી ખાતાં દૂષણો ઘટ્યાં કે દૂર થયાં. તેથી સમાજ સામાજિક રીતે સ્વસ્થ બન્યો. દૂષણોમાંથી મુક્ત થવાના પરિણામે સમાજ વિવિધ ક્ષેત્રે પ્રગતિ તરફ ગતિમાન થયો અને આઝાદીનો આનંદ તથા પછીથી આવેલી આર્થિક સુખ સમૃદ્ધિને ભોગવી શક્યો.૯
પાદટીપ ૧. મેનન, વી.પી. - ધ સ્ટોરી ઓફ ધી ઇન્ટીગ્રેશન ઑફ ધી ઇન્ડિયન સ્ટેટ્સ', મુંબઈ, ૧૯૬૯, પૃ. ૧૬૮ ૨. ઓઝા, કેવલરામ - “રીકન્સ્ટ્રક્શન ઑફ લાઈફ એન્ડ પોલિટી ઇન કાઠિયાવાડ સ્ટેટ્સ', રાજકોટ, ૧૯૪૬, પૃ.૧ ૩. ચુડગર, પી. એલ. - ઇડિયન પ્રિન્સેસ અંડર બ્રિટિશ પ્રોટેક્શન', લંડન, ૧૯૨૯, પૃ. ૩ ૪. “રાજકોટ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર', અમદાવાદ, ૧૯૬૫, પૃ. ૧૯ ૫. બેલ, કૅપ્ટન વિલ્બરફોર્સ – ધ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ', ન્યૂ દિલ્હી, ૧૯૮૦, પૃ. ૧૬૫ ૬. જાની, ડો. એસ. વી. - સૌરાષ્ટ્રનો ઇતિહાસ', અમદાવાદ, ૨૦૦૩, પૃ. ૧૦૯ ૭. હોથોર્ડ સ્પોઝેક – “અરબન-રૂરલ ઇન્ટીગ્રેશન ઇન રીજીઓનલ ડેવલપમેન્ટ' : એ કેસ સ્ટડી ઑફ સૌરાષ્ટ્ર, શિકાગો, ૧૯૭૬, પૃ. ૩૩
૮. જાની, ડૉ. એસ. વી. - પૂર્વોક્ત સૌ. ઈ., પૃ. ૧૩૫ ૯. ભાલજી, મણિલાલ એલ. – સ્વામી સહજાનંદ' (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૩૨ ૧૦. જાની, ડૉ. એસ. વી., પૂર્વોક્ત સ. ઈ., પૃ. ૩૪૦ ૧૧, જોશીપુરા, જ. પુ., - મણિશંકર કીકાણી, વડોદરા, ૧૯૨૦, પૃ. ૪૧-૪૨ ૧૨. જાની, ડૉ. એસ. વી., “ઇતિહાસની આરસીમાં સૌરાષ્ટ્ર, રાજકોટ', ર૦૦૪, પૃ. ૮૨-૮૩ ૧૩. જોશીપુરા. જ. પુ. - પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૫૧
૧૪. એજન, પૃ. ૮૭ ૧૫. શાસ્ત્રી, હ. ગં. અને પરીખ પ્ર. ચિ. (સંપા.) - ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૮,
અમદાવાદ, ૧૯૮૪, પૃ. ૪૭૮ ૧૬. જાની, એસ. વી.નો લેખ - “ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તનમાં સામાજિક મંડળોનું
પ્રદાન', “સ્વાધ્યાય”, અમદાવાદ, એપ્રિલ ૯૦, માર્ચ ૯૧, પૃ. ૧૫૩ ૧૭. જાની, ડો. એસ. વી. - પૂર્વોક્ત “સૌ.ઇ.', પૃ. ૩૪૨ ૧૮. જોશીપુરા, જ. પુ. - પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૬૮ ૧૯. જાની, ડૉ. એસ. વી. - પૂર્વોક્ત સૌ.ઈ. પૃ. ૩૪૩
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૦૨
For Private and Personal Use Only