SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરહૂમ સર નવરોજી પેસ્તનજી વકીલ તથા ખાન બહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે એ દાદગાહનું જે મકાન બંધાવી અંજુમનને સોપેલું, તેમાં સર નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓએ લગભગ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી મરહૂમ પિતા તથા કાકાના પુણ્ય અર્થે એમાં આદરાન સાહેબ પરઠાવી આપી એ અંજુમનને સુપરત કર્યું હતું. આંતરિક રચના પરત્વે બધી અગિયારીઓ લગભગ સમાન હોય છે. આથી અહીં દષ્ટાંતરૂપે આ ખમાસા ગેટવાળી ‘વકીલ આદરાન’નું સ્થાપત્યકીય સ્વરૂપ અવલોકીએ (આ. ૧). આ અગિયારી ખમાસા ગેટની ઉત્તરે બુખારી મહોલ્લે જવાના રસ્તે ડૉ. ધનજીશાહ એદલજી અંકલેસર્યા મેમોરિયલ હૉલને અડીને પશ્ચિમાભિમુખે આવેલી છે. મૂળમાં આ અગિયારી શેઠ ખરશેદજી બહેરામજી નાણાવટીએ “આતશે દાદગાહ” સ્વરૂપે બંધાવેલી (સને ૧૮૭૭). તેનો ૧૮૮૪ માં શેઠ નવરોજજી વકીલ અને જહાંગીર વકીલે “આતશે દાદગાહમાં વિસ્તાર કર્યો અને એક પરિવાર તરફથી ૧૯૩૩ માં એમાં બધી સુવિધાઓ ઉમેરાતાં તેનું અદ્યતન સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આ “વકીલ અનજુમન આદરાન’ વિશાળ ચોગાનવાળી, માળ વિનાની, બેઠી બાંધણીની છાપરાયુક્ત ઇમારત છે. અગિયારીની મુખ્ય ઇમારત ચોગાનની મધ્યમાં છે, જ્યારે ચોગાનની ઉત્તરે બે મજલાવાળું મકાન છે, જેમાં ભોંયતળિયે અમદાવાદ પારસી પંચાયતનું કાર્યાલય કામ કરે છે અને ઉપલો મજલો મોબેદસાહેબોના ઉપયોગ માટે છે. ચોગાનના દક્ષિણ છેડે ડો. અંકલેસર્યા મેમોરિયલ હોલમાં જવાનો દરવાજો છે. અગિયારીના મકાનના મહોરા પર મધ્ય ભાગમાં આરસની તકતી પર મઢેલાં ચળકતી ધાતુનાં આફ્રિનગાના (અગ્નિપાત્ર), ફરોહર (આત્માનું પક્ષી સ્વરૂપનું પ્રતીક) તેમજ સૂર્ય અને તારાનાં ધર્મ નિશાનો ધ્યાન ખેંચે છે. પગથિયાં ચડતાં વરંડામાં પ્રવેશાય છે. જેની ડાબી ભીંતે દાતાઓની તકતીઓ અને અગિયારીને લગતા શિલાલેખો છે. વરંડામાં બેસવા માટેના બાજઠ (બાંકડા) રાખેલા છે. આદરાનમાં પ્રવેશ કરતાં એક વિશાળ પ્રાર્થનાખંડ આવે છે:” આ મુખ્ય પ્રાર્થના ખંડનો પ્રયોગ પ્રાર્થના ઉપરાંત બેસણું અને સભાને માટે પણ થાય છે. આ પ્રાર્થના ખંડના ઉત્તર છેડે ઉર્વીસગાહ નામે ઓળખાતો ક્રિયાકામો માટેનો ઓરડો આવેલો છે, જેમાં ૧૦૩ વર્ષ પસાર કરી ચૂકેલા પાક આતશે દાદગાહ (નાણાવટીવાળા મૂળ આતશે દાદગાહ) રોશન રાખેલ છે. પ્રાર્થના ખંડના દક્ષિણ છેડે ગુંબજ સાથેનો મુખ્ય કેબલો (મુખ્ય અગ્નિખંડ) છે, જ્યાં લગભગ દોઢ મીટર ઊંચા ‘તખત” ઉપર મોટા જર્મન 'સીલ્વરના “આફ્રિનગાન્યા’ ઉપર પાક આતશે આદરાન પાંચે પહોર સત્કાર પામે છે ત્યારે ઘંટનાદોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. કેબલામાં મોબેદ કે દસ્તૂર સાહેબો સિવાય કોઈ પ્રવેશી શકતું નથી. (આ. ૨). મજકૂર પ્રાર્થનાખંડમાં ઉર્વીસગાહની દક્ષિણે બહાર જસનગાહ (મરણોત્તર ક્રિયાઓ) માટેની જગા તેમજ યજ્ઞસ્થળ છે. મુખ્ય કેબલાની સમીપ પૂર્વ ભાગમાં કરેલી પરસાળનો મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગ થાય છે, જયાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. આદરાન સાહેબના કેબલાના મુખ્ય દ્વાર બહાર એક નાનો ખાસ પ્રાર્થનાખંડ છે જયાં ભાવિક હમદીનો આદરાન સાહેબના દ્વારે પોતાનાં અરમાનોનો ઊભરો ઠાલવે છે, નમસ્કાર કરે છે, અહેસાનની લાગણી જાહેર કરે છે અને એ માટે માચી (ચંદન ટુકડો) અર્પણ કરે છે. અને રખ્યા(ભસ્મ)ની પ્રસાદી મેળવે છે. પ્રાર્થનાખંડની પૂર્વે બહારના વાડામાં પાણીથી તનની શુદ્ધિ અને મંત્રોચ્ચાર દ્વારા મનની શુદ્ધિ કરવા અંગે કુતીગાહની જગ્યા છે જ્યાં કૂવો, પાળ સાથેની હવાડી અને કુશ્તી કરવા માટેની સગવડ છે. એ વાડાના ઉત્તર છેડે રસોડું અને દક્ષિણ છેડે કાઠીભંડાર છે. રસોડા તરફ જતાં ઉર્વીસગાહની પૂર્વે તખત સાથેનો અલાયદો ખંડ રાખેલ છે, જે મુખ્ય કેબલાની મરામત કરાવવી હોય ત્યારે આદરાન સાહેબને થોડા સમય માટે અત્રે બિરાજમાન કરવા વપરાય છે. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૬ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy