SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જામનગરમાં ઈ.સ. ૧૮૯૫ માં અગિયારીની સ્થાપના થઈ.પ ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૬૦ દરમ્યાન નામાંકિત પારસી ગૃહસ્થોના દાનથી ગુજરાતમાં જુદાં જુદાં સ્થળોએ અગિયારીઓની રચના કરવામાં આવી છે. અગ્નિમંદિર એટલે અગિયારી, પારસીઓનું પૂજ્ય મંદિર. પારસીઓ આતશને ખુદાનું પ્રત્યક્ષ સ્વરૂપ માની અગ્નિમંદિરને ખુદાનો મુકામ ગણે છે. તેમાં હમદીનો (અરજદારો) પોતાના એ પરવરદિગાર સમક્ષ દિલ ખોલી ભક્તિ બતાવી દિલાસો મેળવે છે. તેને શ્રદ્ધા છે કે 'દાદારના દીકરા' તરીકે પવિત્ર આતશનો કેબલો અનેકની આરઝુ ઝીલ્યા બાદ તે આશિષ આપે છે ને તેથી અનેક જંજાળો અને સંકટો હળવાં બને છે. આવા કેબલા સમક્ષ ઉમંગથી હાજર થવું પડે, તેના પ્રત્યે ગંભીર માન રખાય, અને ત્યાંના ખુરેહ (પવિત્ર વાતાવરણ)માં સ્નાન કર્યા પછી ‘અરજદાર'ને એમ લાગે કે તે ખુદાના દરબારમાં જઈ આવ્યો. તે પછીની રોજિંદી વર્તણૂકમાં તેની અસર નભે. આ માટે અગ્નિમંદિરો જ્યાં પારસી વસ્તી હોય ત્યાં કરવામાં આવ્યાં. દરેક જરથોસ્તીના ઘરમાં આતશને વિધિપૂર્વક જાળવવામાં આવતો. એ ‘આતશે દાદગાહ’ કહેવાતો. સમય જતાં જાહેર મકાનમાં કોઈ ધર્મગુરુની દોરવણી હેઠળ આ આતશ જાહેર દાદગાહમાં સ્થાપિત થતો. ‘આતશે દાદગાહ’ ત્રીજા દરજ્જાનો આતશ ગણાતો, બીજા દરજ્જાના ચડિયાતા આતશ વજીર કક્ષાના ગણાય છે અને ‘એને આતશે આદરાન' કહેવાય છે. ચાર દિવસની પૂરતી કાળજી સાથેની ક્રિયાવિધિ પછી એમની સ્થાપના કરાય છે. ધર્મગુરુઓ વિધિપૂર્વક એમનું સન્માન સાચવે છે. સર્વશ્રી શ્રેષ્ઠ દરજ્જાના શાહ કક્ષાના ‘આતશબહેરામ’ ગણાય છે. સોળ આતશો ભેગા કરી તેની સંપૂર્ણ પવિત્રતા સાથે વિધિપૂર્વક ગાળણક્રિયા કરી મોટી ક્રિયાવિધિ બાદ એમની સ્થાપના કરાય છે. જરથોસ્તી ધર્મની નીરંગદીન, વંદીદાદ, ઇજસ્ને જેવી પાવમહેલની યોગક્રિયાઓ માત્ર આવાં આતશકદેહમાં જ હોય છે. આ ક્રિયા સાચવનાર ધર્મગુરુ ‘યોજદાર્થગર’ કહેવાય છે, જેઓ નવ દિવસ સંસારની પ્રવૃત્તિઓમાંથી અલિપ્ત રહી ત્યાગીજીવન ગાળે છે, જેને ‘બરસ્તુમ‘ કહે છે. એવા ધર્મગુરુ મોબેદને આતશે બહેરામની ખિદમત કરવાનો અધિકાર રહે છે. આવા બે ત્રણ મોબેદ પોતાના સોંપેલા વારા મુજબ સેવામાં હાજર રહે છે તેથી તેઓ તેને ‘વારોદાર’ કહે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. (૧) સુરતનું એક કદમીપંથનું શેઠ પેસ્તનજી વકીલ આતશ બહેરામ (૨) ત્યાંનું ડી.એન. મોદી સાહેબનું શહેનશાહી પંથનું આતશ બહેરામ (૩) નવસારીમાં ભગરસાથ અનજુમનનું આતશ બહેરામ. મુંબઈમાં ચાર આતશ બહેરામ છે : (૪) વાડિયાજીનું (૫) બનાજીનું, (૬) દાદી શેઠનું, (૭) અનજુમનનું અને (૮) ઉદવાડાનું સર્વશ્રેષ્ઠ અસલ ‘આતશે-ફિરોઝગર’ ધરાવતું આતશ બહેરામ. છેલ્લા પાંચ-સાત દાયકા દરમ્યાન કેટલીક નવી પારસી અગિયારીઓ (અગ્નિમંદિર) બંધાઈ, કેટલીક અગિયારીઓનો ‘આતશે દાદગાહ’માંથી ‘આતશે આદરાન' નામે જાહેર સ્વરૂપની અગિયારીમાં વિકાસ થયો. અમદાવાદમાંની કાંકરિયાની પારસી કૉલોની નજીકની શેઠ અરદેશર ડોસાભાઈ વાડિયાજીએ ૧૯૨૫ માં બંધાવેલી અગિયારી ‘વાડિયાજી આદરાન' અને શહેરમાં ખમાસા-ગેટ પાસે આવેલી સને ૧૯૩૩ની સાલની ‘વકીલ અનજુમન આદરાન' ઉલ્લેખનીય છે. કાંકરિયા પાસેની અગિયારીમાંના યદગર્દી સન્ ૧૨૯૪(ઈ.સ. ૧૯૨૫)ના તકતી લેખમાંથી જણાય છે કે આ આતશે આદરાન શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ, શેઠ શાપુરજી ધનજીભાઈ મીસ્તરી તથા શેઠ રૂસ્તમજી એદલજી લાહેરના પત્ની શીરીનબાઈ તરફથી મળેલા દાનમાંથી રૂ. ૩૦,૦૦૦ ના ખર્ચે બંધાઈ હતી. ખમાસા ગેટવાળી અગિયારીમાંનો યદગર્દી સન ૧૩૦૨ (ઈ.સ. ૧૯૩૩)નો તક્તીલેખ જણાવે છે કે પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩ ૫ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy