________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાણા રિવાજ મુજબ હમદીનો ખુદા સાથે એકતાન થઈ શકે, આદરાન સાહેબ સાથે દિલ લગાડી શકે, કોઈ શોભા સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગ્નિમંદિરમાં સાદાઈ રખાય છે. અલબત્ત, પારસી કોમમાં થયેલ પ્રેરણાદાયી વ્યક્તિઓની છબીઓ પ્રાર્થનાખંડમાં ટાંગવામાં આવે છે. આ અગિયારીમાં પયગંબર અષો જરથુષ્ટ્ર, દાદાભાઈ નવરોજી, સ૨ ફીરોઝશાહ મહેતા, દાતા જહાંગીર વકીલ, પેસ્તનજી વકીલ તેમજ રૂસ્તમ વકીલ અને બાઈજી દીનબાઈ લાલકાકાની મોટા કદની રંગીન છબીઓ છે.
આ કાલ દરમિયાન પારસીઓના દખમા(શનિકાલ-સ્થાન)માં કેટલાક નવા શાંતિમિનાર (શનિકાલઇમારત) ઉમેરાયા. દખમાનો હૅન એકસરખો હોય છે. આ દખમાની સ્થાપત્યકીય રચના નોંધપાત્ર છે (જુઓ આ. ૩). એ ટોચે ખુલ્લું હોય છે. એમાં પથ્થરની બનાવેલી ચૂનાથી ધોળેલી વૃત્તાકાર લગભગ ૬ મી. થી ૯ મી. જેટલી ઊંચી દીવાલો હોય છે. મોટા દુખમાનો વ્યાસ ૨૭ મીટર હોય છે. અંદરના ભાગમાં ૯૦ મીટર પરિઘવાળી ગોળ પીઠિકા પથ્થરની લાદીથી આવૃત્ત હોય છે. વચલો ભાગ પોલો હોય છે. એને ફરતી ત્રણ વૃત્તાકાર ‘પાવી’ઓ-ઓટલીઓની હરોળો હોય છે. દીવાલ પાસેની મોટી હરોળમાં સહુથી મોટા કદની ‘પાવી’ પુરુષો માટે, વચલી હરોળમાં વચલા કદની પાવીઓ સ્ત્રીઓ માટે અને અંદરની નાની હરોળમાં નાના કદની પાવીઓ બાળકો માટે હોય છે. પાવીઓમાંથી નીક કાઢેલી હોય છે તેમાં થઈને શબમાંથી વહેતું બધું પ્રવાહી ને વરસાદનું પાણી વચલા ઊંડા ભંડાર(ખાડા)માં વહી જાય છે. એનું તળિયું પથ્થરની લાદીઓથી ફરસ કરેલું હોય છે. શબમાંથી ગીધો પૂરું માંસ આરોગી જાય ત્યાર બાદ હાડપિંજરનાં હાડકાંને અનુકૂળતાએ આ ખાડામાં નાખી દેવામાં આવે છે.
ખાડામાંથી ચાર નીકો ‘ભંડાર'ની અંદરની ગોળ દીવાલથી માંડીને બહારની મોટી ગોળ દીવાલની બહાર ચાર ખૂણે કાઢી હોય છે. દરેક છેડે એકેક નાનો કૂવો હોય છે. નીકના મોંએ કોલસાને રેતિયા પથ્થર મૂકીને જમીનમાં વહી જનાર પ્રવાહીને શુદ્ધ કરવામાં આવે છે જેથી માતા ધરતી દૂષિત ન થાય. આ કૂવાઓનાં તળિયાં પ્રવાહી અંદર ઊતરી જાય તેવાં હોય છે. તેને ૧.૫ મી- ૨.૧ ની ઊંચાઈ સાથે રેતીથી ઢાંક્યાં હોય છે, એક છેડે ભંડાર સુધી જવાનો ફૂટપાથ હોય છે.
શબને ગીધોનું ભક્ષ્ય બનાવવાનો રિવાજ ક્રાંતિકારી લાગે, પરંતુ લાંબા સમયથી પ્રચલિત છે. આમ તો દફન વગેરે કરતાં અગ્નિદાહનો રિવાજ ઉત્તમ ગણાય છે, પરંતુ જરથોસ્તી ધર્મ અનુસાર શબ જેવા અશુદ્ધ પદાર્થ વડે અગ્નિદેવને દૂષિત કરવામાં પાપ છે. તેમને મતે પૃથ્વી, અગ્નિ અને જળને દૂષિત ન કરી શકાય. આથી હાડપિંજરોને ધોતું વરસાદનું પાણી પણ નીક્રોમાં થઈને શુદ્ધ કરતાં રેતી-કાંકરાના ભંડારમાં જાય છે. અમદાવાદની અગિયારીઓના શિલાલેખ :
અમદાવાદમાં પારસીઓની વસ્તી ૧૯ મી સદીથી નોંધપાત્ર બની છે. અહીં પહેલું દખમું ઈ.સ. ૧૮૪૩માં ખુલ્લું મુકાયું હતું અને પહેલી અગિયારી ૧૮૪૬માં થઈ હતી. હાલ અમદાવાદમાં પારસીઓની બે અગિયારીઓ આવેલી છે - એક ખમાસા ચોકી પાસે બુખારા મહોલ્લામાં અને બીજી કાંકરિયા તળાવની ઉત્તરે. હાલ બંને અગિયારી આદરિયાન પ્રકારની છે. બંનેમાં શિલાલેખ કોતરેલી તકતીઓ મૂકેલી છે. એ પરથી એ અગિયારીઓના બાંધકામ વિશે વિગતવાર માહિતી મળે છે. અહીં એ અગિયારીઓના ટ્રસ્ટીઓના સૌજન્યની નોંધ લઈ એના શિલાલેખ સંપાદિત કરવામાં આવે છે.
બુખારા મહોલ્લાની દાદગાહનો શિલાલેખ, ય.સં. ૧૨૫૩, ઈ.સ. ૧૯૯૪
અમદાવાદમાં ખમાસા ચોકી પાસે આવેલા બુખારા મહોલ્લામાં આવેલી પારસી અગિયારીના વરંડાની
પથિક ત્રૈમાસિક ~ એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૭
For Private and Personal Use Only