SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાર બાદ પરિષદનું આખરી અને આઠમું કોડાય અધિવેશન (૧૯૪૮) પણ શ્રી ધોળકિયાના પ્રમુખપદે જ યોજાયું, સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ અટપટા કાળથી સત્તાપલટા સુધીના સાક્ષી બનેલા ગુલાબશંકરભાઈ પાછળથી ભારતની કામચલાઉ સંસદ(૧૯૫૦-પ૨)માં કચ્છના પહેલા પ્રતિનિધિ અને પ્રથમ લોકસભા (૧૯૫૨પ૭)માં કચ્છના પ્રથમ બે પ્રતિનિધિઓ પૈકીના એક બન્યા હતા. ૧૯૪૭માં ભારતની આઝાદીની પ્રાપ્તિ સાથે પરિષદનો હેતુ પૂરો થતાં કોડાય અધિવેશનમાં તેના વિસર્જનનો નિર્ણય લેવાયો. આમ કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખમાં મહત્ત્વનો ફાળો આપનારી અને ૨૨મી ઓક્ટોબર, ૧૯૨૬માં સ્થપાયેલી “કચ્છી પ્રજાકીય પરિષદ' આઝાદી બાદ ૧૯મી ઑકટોબર, ૧૯૪૮ના રોજ વિસર્જિત થઈ હતી તથા પાછળથી તેનું કેંગ્રેસમાં વિલીનીકરણ થયું હતું. બંધારણ સભા'માં યોગદાન : આઝાદીની પ્રક્રિયાના ભાગ રૂપે ભારતનું રાજબંધારણ ઘડવા રજી ઑક્ટોબર, ૧૯૪૬ના રોજ “બંધારણ સભા' (૧૯૪૬-૪૯) રચવામાં આવી હતી, જેમાં સ્થાનિક મતદાર-મંડળ દ્વારા ચૂંટાઈને બે કચ્છી સપૂતોએ પ્રતિનિધિત્વ કરેલું. બંધારણમાં નહેરુ-સરદાર સાથે કચ્છના આ બંને આગેવાનોની સહી પણ સ્થાન પામી છે. કચ્છના તેરા(તા. અબડાસા)ના વતની, મુંબઈના જૈન શ્રેષ્ઠી અને કચ્છના જાહેરજીવનના મોભી એવા ભવાનજી અરજણ ખીમજી (૧૯૦ર-૭૦) મુંબઈ પ્રાંત કોંગ્રેસ સમિતિના ખજાનચી પદે રહેલા અને ૧૯૩૦૩રની કાનૂનભંગ લડતના આગેવાન હતા. વિદેશી વેપારી પેઢીઓનો બહિષ્કાર કરવા બદલ ધરપકડ વહોરેલી. પ્રથમ લોકસભા(૧૯૫૨-૫૭)માં તેઓ કચ્છના પ્રથમ બે પ્રતિનિધિઓ પૈકીના એક હતા. સ્વરાજય પહેલાં ગુલાબશંકર ધોળકિયા અને સ્વરાજ્ય પછી ભવાનજીભાઈ કચ્છ માટે મહત્ત્વના આધારસ્તંભો બનેલા. બીજા પ્રતિનિધિ પ્રો. કે.ટી.શાહ (૧૮૮૮-૧૯૫૩) માંડવીના વતની અને પરિષદના સ્થાપક સભ્યો પૈકીના એક હતા. પંડિત નહેરુ (૧૮૮૯-૧૯૬૪)ના પ્રમુખ સ્થાને નિમાયેલ કોંગ્રેસ આયોજન મંડળ' (૧૯૩૪)માં મંત્રીપદે હતા. ભવાનજીભાઈની સાથે એમણે પણ બંધારણ સભામાં બહુમૂલ્ય ફાળો આપેલો. એક બંધારણવિદ્ તરીકે એમનું નામ ભારતભરમાં ખ્યાત થયેલું. અન્ય થોડા નામોલ્લેખ : સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષકાળ દરમ્યાન અનેક સામાજિક-રાજકીય આગેવાનો સંકળાયેલા રહ્યા હોય એ દેખીતું છે. ઉપરના લેખમાં જેની વાત આવી ગઈ છે તે સિવાય પણ નામી-અનામી અનેક મહાનુભાવોનાં નામો રહી જવા સંભવ છે, જેનો મર્યાદિત લેખમાં ઉલ્લેખ શક્ય નથી. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના એક ભાગ રૂપે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ આપેલો, જેના પણ અનેક નાનામોટા કાર્યકરો કચ્છની સ્વાતંત્ર્ય તવારીખ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે સંકળાયેલા રહ્યા છે. કચ્છમાં ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશી, લોકશિક્ષણ, હરિજનોદ્ધાર વગેરે જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યકરોમાં કચ્છના ગાંધી’ તરીકે પ્રસિદ્ધ માંડવીના ગોકુલદાસ બાંભડાઈ (૧૮૮૧-૧૯૬૨), સાધનાશ્રમ(બિદડા)ના વેલજી ઠાકરશી (૧૯૦૧-૬૬), શિક્ષણ સંસ્થા “સદનવાડી' (દશલપર-વાંઢાય)ના સ્થાપકો પ્રભુલાલ ધોળકિયા (૧૯૦૫૮૦) અને મગનભાઈ સોની (૧૯૭૯-૮૧), સેવાશ્રમ(ચકાર-કોટડા)ના હીરજીભાઈ કોટક (જ. ૧૯૧૮), ગ્રામલક્ષી બે શિક્ષણસંસ્થાઓ સર્વોદય આશ્રમ અને ગ્રામ સ્વરાજ સંઘ(બંને નીલપર)ના સ્થાપકો અનુક્રમે દયારામભાઈ કેવરિયા (જ. ૧૯૨૦) અને મણિભાઈ સંઘવી (જ. ૧૯૨૧) વગેરેને સંભારવા રહ્યા. ત્રીજું, કચ્છ રાજયના પ્રતિબંધ કે હેરાનગતિના કારણે ઘણા કચ્છી પત્રકારોએ બહુધા મુંબઈમાંથી લધુ પથિક રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૫ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy