________________
Shri Mahavir Jain Aradhana Kendra
લડત મોકૂફી છતાં પરિષદનાં આંદોલનોએ કચ્છની પ્રજામાં રાજકીય જાગૃતિ આણવાનું કામ તો કર્યું જ હતું. સામા પક્ષે રાજ્ય તરફથી (લડત બંધ રહી છતાં) કચ્છમાં ગરાસિયા-ભાયાતો-ચારણોનાં સંમેલનો, કણબીઓનું સરઘસ અને મુસ્લિમ સંમેલન બોલાવીને આંતિરેક ફાટફૂટની કુટિલ કૂટનીતિ પણ અપનાવાઈ. તો, ૧૯૩૯માં જ વેલજી ઠાકરશી, કાંતિપ્રસાદ અંતાણી, જમનાદાસ ગાંધી જેવા સ્વાતંત્ર્ય સંગ્રામના સિપાઈઓ કારાવાસમાં પણ પુરાયા.
‘હિંદ છોડો' ચળવળ :
www.kobatirth.org
૧૯૪૦માં પ્રમુખપદેથી રાજીનામું આપી યુસુફ મહેરઅલી રાષ્ટ્રિય કક્ષાએ સત્યાગ્રહમાં જોડાવા ગયા. ૧૯૪૨માં એમને લાહોરમાં કારાવાસ અને મુંબઈમાં મેયરપદ બંને મળ્યાં. એ પછી ભારતના સ્વાતંત્ર્ય જંગની તવારીખમાં પરાકાષ્ટા અને સીમાચિહ્નરૂપ સ્થાન ધરાવતી ૧૯૪૨ની ‘ભારત છોડો' ચળવળ ‘ઑગસ્ટ ક્રાંતિ' શરૂ થાય છે. મુંબઈમાં ગોવાલિયા ટેંક ખાતે દેશના ટોચના નેતાઓ સાથે મહેરઅલીએ પણ ભાગ લીધેલો અને જેલવાસ ભોગવેલો.
ગાંધીજીની હાકલ પરથી ગામડા તરફ પ્રયાણ કરી ચરખામઢી(ગઢશીશા)થી ૧૯૩૯માં કચ્છમાં ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓનો આરંભ કરનાર મૂલ્યનિષ્ઠ ગાંધીવાદી માવજીભાઈ ધરમશી વેદે (૧૯૦૭-૪૫) ‘હિંદ છોડો' લડત વખતે કચ્છમાં ખમીર ઝળકાવી બતાવ્યું હતું.
ક્રમ
૧.
૨.
3.
૪.
૫.
તો ગિજુભાઈ બધેકા, રતુભાઈ અદાણી, ઇસ્માઈલ નાગોરી જેવા અગ્રણીઓના હાથ નીચે કેળવાયેલા કચ્છના સ્વાતંત્ર્ય સેનાની કાસમશાહ દર્દ (૧૯૦૯-૮૯) ‘કરેંગે યા મરેંગે'ની આ ચળવળ વખતે યુવાનોને બંદૂક ચલાવવાની તાલીમ આપતા. આઝાદી બાદ તેઓ શામળદાસ ગાંધી(૧૮૯૭-૧૯૫૩)ની ‘આરઝી હકૂમત' (જૂનાગઢ)ના લશ્કરમાં એક સૈનિક તરીકે જોડાયા હતા.
કચ્છી પ્રજાકીય પરિષદનાં અધિવેશનો :
૭.
૮.
તારીખો
૨૨, ૨૩, ૨૪ ઑક્ટોબર, ૧૯૨૬
૨૮, ૨૯, ૩૦ ડિસેમ્બર, ૧૯૨૭
૨૦, ૨૧, ૨૨ એપ્રિલ, ૧૯૩૦
૨૮, ૨૯, ૩૦ એપ્રિલ, ૧૯૩૪
૨૦, ૨૧, ૨૨ નવેમ્બર, ૧૯૩૭
૨૬, ૨૭, ૨૮ ડિસેમ્બર, ૧૯૩૮
૧, ૨, ૩ ડિસેમ્બર, ૧૯૪૫
૧૯ ઑક્ટોબ૨, ૧૯૪૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થળ
મુંબઈ
માંડવી
અંજાર
ભુજ
ભચાઉ
મુન્દ્રા
ભુજ
કોડાય
પ્રમુખ
શેઠ સુરજી વલ્લભદાસ
લક્ષ્મીદાસ રવજી તેરસી
જનાબ યાકુબ હુસેન
શેઠ મૂળરાજ કરસનદાસ
બિહારીલાલ નારાણજી અંતાણી
યુસુફ મહેરઅલી મર્ચન્ટ
ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા
વિસર્જન અને વિલીનીકરણ :
કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામના ભેખધારી અને જાહેરજીવનના ભીષ્મ પિતામહ ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા (૧૮૯૨-૧૯૭૨)ના પ્રમુખસ્થાને પરિષદનું સાતમું ભુજ અધિવેશન (૧૯૪૫) યોજાયું, જેમાં મહેમાનો તરીકે મોરારજીભાઈ દેસાઈ (૧૮૯૬-૧૯૯૫), મૃદુલાબેન સારાભાઈએ હાજરી આપી માર્ગદર્શન આપેલું.
પથિક
ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૪૪
For Private and Personal Use Only