SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬, પોતાની કોમનાં મુસાફરોનાં વાપરવાશનાં. કારણસર. શપૂરદ, કરી છે. ૭. રોજ. ૧૩ મો. માહા ૬ઠ્ઠા સને. ૧૨૩૫. ઈજિદગરદી ૮. તારીખ. ૨ ફેબરવારી. સને. ૧૮૬૬. અંગરજી ૨. નવી ધર્મશાળાનો શિલાલેખ, વિ.સં. ૧૯૪૮, ઈ.સ. ૧૮૯૨, વ.સ. ૧૨૬૧ નવી ધર્મશાળાના મુખ્ય ખંડની પ્લિન્થની પૂર્વ દીવાલના ઉત્તર છેડા ઉપર આ તકતી લગાવેલી છે. એ ૮૬ સે.મી. લાંબી અને ૪૦ સે.મી. ઊંચી છે. એમાં કુલ પાંચ લીટીઓ છે. પહેલી લીટીના અક્ષર ૫ x ૫ સેં.મી.નું અને બાકીની લીટીઓના અક્ષર ૪ x ૪ સે.મી.નું સરેરાશ કદ ધરાવે છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. આ લેખ નવી ધર્મશાળાનો પાયો નંખાયો તેને લગતો છે. આ પાયો ખા.બ. ફીરોજ હોસંગ દસ્તૂરના હાથે નંખાયો હતો. તેઓ અહીંના સિટી મેજિસ્ટ્રેટ હતા. આ વિધિની મિતિ ત્રણ સંવતોમાં આપવામાં આવી છે : ૧. વિ.સં. ૧૯૪૮, ૨. ઈ.સ. ૧૮૯૨ અને ૩. યુ.સ. ૧૨૬૧. છેલ્લી બે લીટીઓના કેટલાક વચલા અક્ષરો હાલ તદ્દન ઘસાઈ ગયા હોઈ અવાચ્ય છે. સદભાગ્યે યઝુદગરદી સનની લગભગ બધી વિગતો જળવાઈ રહી છે – સન ૧૨૬૧ના સેરેવર (શહેરેવર) મહિનાનો ૧૯ મો રોજ ફરવરદીન. આ મહિનો વર્ષનો ૬ ઠ્ઠો મહિનો છે. એ વર્ષનું પારસી પંચાગ મળ્યું નથી, પરંતુ પછીના શિલાલેખમાં આપેલી નજીકની મિતિની તુલના પરથી વિ.સં.ની મિતિ અને ઈ.સ.ની તારીખની અટકળ કરતાં એ ફાગણ સુદ ૫ અને માર્ચની ૩જી તારીખ હોવાનું માલુમ પડે છે. પાઠ ૧. આ ધરમશાળાનો પાયો ૨. ખાન બહાદુર ફીરોજ હોસંગ દસ્તુર સીટી ૩. માજીસ્ટ્રેટના હાથે નાંખવામાં આવેલો છે. ૪. સંવત ૧૯૪૮ ના ફલ (ગુન સુદ ૫ ? ૩ જી માર્ચ ?) સન ૧૮૯૨ ૫. રોજ ૧૯ મો ફરવરદીન માહા [૬ ફો] સે(શહે)રેવર સન ૧૨૬૧ યજદગરદી ૩. નવી ધર્મશાળાનો શિલાલેખ, વિ.સં. ૧૯૪૯, ઈ.સ. ૧૮૯૩, ય.સ. ૧૨૬૨ નવી ધર્મશાળાના મુખ્ય ખંડની દક્ષિણ દીવાલમાં પ્રવેશદ્વારની જમણી બાજુએ આ તકતી મૂકેલી છે. તકતી અંદરની બાજુએ ૮૩ સે.મી. લાંબી અને પ૮ સે.મી. ઊંચી છે. એની અંદર લખાણ કોતરેલો ભાગ ૭૬ x ૪૯ સે.મી.ની જગા રોકે છે. અક્ષરોનું સરેરાશ કદ ૧.૫ x ૧.૫ સેં.મી. છે. લેખ ૧૩ લીટીઓનો છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. લેખના આરંભમાં પાક (પવિત્ર) દાદાર (ન્યાયકર્તા) અહુરમઝદની દુવા આપવામાં આવી છે. પછી જણાવ્યું છે કે મૂળ ધર્મશાળા જેલમાં પડી ગયાથી આ નવી ધર્મશાળા ખા... નવરોજી પેસ્તનજી વકીલે પોતાનાં પત્ની બચુબાઈના પુણ્ય માટે બંધાવી છે, તે બાંધતાં રૂ. ૨૫,૦૦૦ નું ખર્ચ થયું છે. પછી આ ધર્મશાળા અમદાવાદની જરથોસ્તી અંજુમને સુપરત કરી છે ને મરામત તથા ચાલુ ખર્ચ માટે રૂ. ૧૦,000 રોકડા નવરોજીએ અમદાવાદની પારસી પંચાયતને આપ્યા છે. એમાં બે શરત મૂકેલી છે; એક એ એનું વ્યાજ બીજા કોઈ કામમાં વપરાય નહિ, ને બીજું એ કે મુદલ રકમમાંથી કંઈ વપરાય નહિ. મિતિ વિ.સં. ૧૯૪૯ ના વૈશાખ સુદ ૧૨ ને ગુરુવાર, તા. ર૭ મી એપ્રિલ ઈ.સ. ૧૮૯૩ અને ય.સ. ૧૨૬૨ ના આવાં મહિનાનો ગોસ રોજ છે. આવાં એ વર્ષનો ૮ મો મહિનો છે ને ગોસ એ મહિનાનો ૧૪ મો રોજ છે. પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૧૩ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy