SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શિલાલેખનો પાઠ ૧. પાક દાદર અહુરમઝદની મદદ હોજો. ૨. દાદગાહ સાહેબનું હાલનું મકાન જે મરહુમ સર નવરોજી પેસ્તનજી ૩. વકીલ તથા મરહુમ ખાનબહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે ૪. બંધાવી અનજુમનને સોંપ્યું હતું તેમાં અનજુમનની ઇચ્છા અનુસાર. ૫. મરહુમ સર નવરોજી પેસ્તનજી વકીલનાં દીકરીઓએ આશરે. ૬. રૂ. ૧૨૦૦૦ અંકે બાર હજારના ખર્ચે સુધારા-વધારા કરી પોતાના ૭. મરહુમ મુરબ્બીજી પિતાજી તથા કાકાજીના પુન્ય અર્થે “આદરાન ૮. સાહેબ” પરઠાવી આપી, આજ રોજ અનજુમનને સુપરત કીધા છે. ૯. શહેનશાહી રોજ બેહરાંમ યઝદ મહા મહેર યઝદ યઝદે ગરદી ૧૦. સને ૧૩૦૨ અમદાવાદ, તા. ૨૫ મી માર્ચ, ૧૯૩૩. અમદાવાદની પારસી ધર્મશાળાના શિલાલેખો અમદાવાદમાં સલાપોસ માર્ગ ઉપર પારસી ધર્મશાળા આવેલી છે. એમાં શિલાલેખ કોતરેલી ત્રણ તકતીઓ છે તે પરથી જૂની તથા નવી ધર્મશાળાની માહિતી મળે છે. ૧. જૂની ધર્મશાળાનો શિલાલેખ, ય.સ. ૧૨૩૫, ઈ.સ. ૧૮૬૬ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ ટાંકાવાળા મકાનના પ્રવેશદ્વારની ઉપર એક તકતી લગાવેલી છે, પહેલાં એ પાછળના કોટમાં દરવાજાની કમાન નીચે લગાવેલી હતી. આ તકતી ૬૦ સે.મી, લાંબી અને ૩૦ સે.મી. ઊંચી છે. એમાં ૮ લીટીનો લેખ કોતરેલો છે. કેટલીક લીટીઓ ટૂંકી છે તે મધ્યમાં લખેલી છે. અક્ષરોનું સરેરાશ કદ ૧.૫ ૪ ૧.૫ સે.મી. જેટલું છે. ચોથી લીટીમાંના અક્ષર એથી બમણું કદ ધરાવે છે. લેખની ભાષા તથા લિપિ ગુજરાતી છે. આ શિલાલેખ પરથી માલૂમ પડે છે કે મુંબઈના શેઠ શ્રી સોરાબજી જમશેદજી જીજીભાઈએ પોતાનાં દીકરી ગૂલમાંજીની યાદગીરીમાં અહીં પારસી મુસાફરો માટે ધર્મશાળા બંધાવી હતી ને એ અમદાવાદની જરથોસ્તી અંજુમનને સુપરત કરી હતી. એમના પિતા સર જમશેદજી જીજીભાઈ મુંબઈના અગ્રણી વેપારી, શ્રીમંત અને સખાવતી દાતા હતા. એમણે અનેક સંસ્થાઓ સ્થાપી હતી જેમાં એમના નામની હૉસ્પિટલ અને સ્કૂલ ઑફ આર્ટ ખાસ નોંધપાત્ર છે. ૧. ર. 3. ૪. ૫. આ શિલાલેખની મિતિ યદગરદી સન ૧૨૩૫ ના ૬ઠ્ઠા મહિનાનો ૧૩ મો રોજ – ઈ.સ. ૧૮૬૬ના ફેબ્રુઆરીની ૨જી તારીખ છે. આ ધર્મશાળા રેલથી પડી જતાં નામશેષ થયેલી છે, એની તકતી મોજુદ રહી છે ને તેને જાળવી રાખી પાઠ શ્રી મુંબાઈ. વાશી. પારશી. શોરાબજી. હંમશેદજી, જીજીભાઈએ. આએ. ધરંમ.શરાહ પોતાનાં. ફરજંદે દીલબંદ. બેહન, ગૂલમાંજી ની.નઈએતે ધ્રુજાવીને. શ્રી અમદાવાદની. કુલ. જરથોશતી. અનજૂમનને. પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ – ૧૨ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy