________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
એકંદર રૂ. ૩૦,૦૦૦ ના ખરચે બંધાવી. ૧૩. જરથોસ્તી ખાસો આમના વાપરવા માટે
૧૪. રોજ ઉર્જા માહા ૮ મો સન ૧૨૯૪ યઝદગરદી
૧૫. તા. ૯મી એપ્રીલ સને ૧૯૨૫ ઇસ્વી
૧૬. ને વાર ગુરુના રોજ ઈજાવી ૧૭. ખુલ્લો મૂક્યો છે.
૩. બુખારા મહોલ્લાના આદરિયાનનો શિલાલેખ, ય.સ. ૧૩૮૨, ઈ.સ. ૧૯૩૩
બુખારા મહોલ્લામાં આવેલી ઉપર જણાવેલી પારસી અગિયારીમાં દાદગાહની તકતીની ઉપરના ભાગમાં આ તકતી મૂકેલી છે. એ ૭૪.૫ સે.મી. લાંબી અને ૪૩.૫ સે.મી. ઊંચી છે. લેખ ગુજરાતી ભાષામાં લખેલો છે ને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. લેખની ભાષા એકંદરે શુદ્ધ છે ને જોડણી અગાઉના લેખોમાં છે તેના કરતાં ઓછી અશુદ્ધ છે. લેખ ૧૦ પંક્તિઓનો છે.
લેખનો આરંભ અહુરમઝ્ડના આશીર્વાદને લગતા મંગલવાક્યથી થાય છે. લેખ જણાવે છે કે મરહૂમ સર નવરોજી પેસ્તનજી વકીલ તથા મરહૂમ ખાન બહાદુર જહાંગીરજી પેસ્તનજી વકીલે દાદગાહનું જે મકાન બંધાવી અંજુમનને સોંપેલું, તેમાં સર નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓએ લગભગ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી મરહૂમ પિતા તથા કાકાના પુણ્ય અર્થે એમાં આદરાન સાહેબ પરઠાવી આપી એ અંજુમનને સુપરત કર્યું છે. લેખના અંતે મિતિ આપવામાં આવી છે – યદ્દગરદી સન ૧૩૦૨ ના (સાતમા) મહેર મહિનાનો બહેરામ અર્થાત્ ૨૦ મો રોજ (શહેનશાહી પદ્ધતિએ) અર્થાત્ ઈ.સ. ૧૯૩૩ના માર્ચની ૨૫મી તારીખ.
લેખમાં સ૨ નવરોજી પેસ્તનજી વકીલની દીકરીઓનાં નામ જણાવ્યાં નથી.
નવરોજીનાં પત્ની બચુબાઈ સુરતના શ્રી મહેરાવાનજી સાબાવાલાનાં પુત્રી થતાં. એમણે ૧૮૮૮ મા ગુજરાત લેડીઝ ક્લબ સ્થાપી હતી. એ ૧૮૯૧માં મૃત્યુ પામ્યા. એમને દીકરો નહોતો, પાંચ દીકરીઓ હતી. સહુથી મોટાં દીકરી દીનબાઈ શ્રી સોરાબજી લાલકાકા વેરે પરણેલાં. ૧૯૩૦ થી પારસી પંચાયતમાં બે સ્ત્રી-સભ્યોનો સમાવેશ થયો ત્યારે તેમાંના એક સ્ત્રી-સભ્ય તરીકે ચૂંટાયેલાં. એમણે આ સભ્ય તરીકે પોતાના મૃત્યુ (૧૯૪૫) પર્યંત સેવા આપી હતી. એમના ઉઠમણામાં ભરાયેલી રકમમાંથી એમની ઇચ્છા મુજબ એમના તથા એમના પતિના પુણ્ય અર્થે તેઓના પુત્ર શેઠ બહેરામજી તરફથી સર નવરોજી પેસ્તનજી વકીલ પારસી સેનેટરિયમની જમીન ઉપર બે ચેરિટી બ્લોક બંધાવવામાં આવ્યા છે. શેઠ બહેરામજી સોરાબજી લાલકાકાના ભાઈ એરચશાના પુત્ર શ્રી કેરસી લાલકાકા નવરોજી પેસ્તનજી ઍન્ડ કંપની સંભાળે છે.
બીજાં દીકરી પીરોજબાઈ શ્રી અરદેશર જમશેદજી લાલકાકાનાં પત્ની હતાં, ને ત્રીજાં દીકરી અલીબાઈ શ્રી હોશંગજી બરજોરજી વકીલનાં. એમના પુત્ર ફીરોઝ અને ભત્રીજા પરસી તથા તુસીએ પણ પારસી પંચાયતના વહીવટમાં સક્રિય રસ લીધો છે.
ચોથાં દીકરી ગુલબાઈ મુંબઈના સૉલિસિટર શ્રી દીનશાજી જીજીભાઈ વકીલનાં પત્ની હતાં. સર નવરોજી પેસ્તનજી વકીલ પારસી સેનેટરિયમ ૧૯૫૭માં ગુલબાઈના મુબારક હાથે ખુલ્લું મુકાયેલું.
નવરોજીનાં સહુથી નાનાં દીકરી શીરીનબાઈ શ્રી સોરાબજી રતનજી લાલકાકાનાં પત્ની હતાં. તેમના જમાઈ શેઠ શાવકશા ફરદુનજી તારાપોરે ૧૯૩૪માં ખાનપુરમાં સસ્તા ભાડાના બ્લૉક બંધાવેલા, જે ૧૯૫૮ માં પારસી પંચાયતને સુપરત થયા છે. શ્રી શાવકશા ૧૯૪૫ થી ૧૯૬૪ સુધી પંચાયતના પ્રેસિડન્ટ હતા.
પથિક
ત્રૈમાસિક
એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ D ૧૧
For Private and Personal Use Only