SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ ધર્મશાળા ઈસ. ૧૮૬૬ માં બંધાઈ હતી તે રેલમાં તૂટી ગઈ ને નવી ધર્મશાળા ઈ.સ. ૧૮૯૩ માં બંધાઈ. આ ગાળા દરમ્યાન અમદાવાદમાં નદીમાં બે વાર રેલ આવી હતી – પહેલાં ૧૮૬૮ માં ને પછી ૧૮૭૫ માં. એમાંની પહેલી રેલ વખતે શહેરમાં નદીનું પાણી પેઠું નહોતું પણ અતિવૃષ્ટિ અને ભારે પવનથી ૯૭૬૬ ઘર પડી ગયાં હતાં ને એની નુક્સાની રૂ. ૯,૫૧,૧૬૦ જેટલી થઈ હતી. બીજી રેલ વખતે નદીમાં ભારે પૂર આવ્યું, રેલવેનો પૂલ તૂટી ગયો, એલિસપુલ પણ તૂટી ગયો. શહેરમાં પાણી પેઠું ને શહેરમાં ૩૮૮૭ ઘર પડી ગયાં, જેની નુકસાની રૂ. ૫,૮૨,૦૮૦ ની અંકાયેલી. મૂળ ધર્મશાળા કઈ રેલમાં તૂટી ગઈ તે આ લેખમાં જણાવ્યું નથી, પણ બીજી રેલ જે વધુ ભારે હતી તેમાં એ તૂટી ગઈ હોય એ વધુ સંભવિત છે. ખા.બ. નવરોજીએ નવી ધર્મશાળા પારસી પંચાયતની અનુજ્ઞા લઈ એ જ જગ્યાએ બંધાવી હતી. શ્રી નવરોજી પેસ્તનજી વકીલ અમદાવાદના પારસીઓમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીર હતા. એમણે અહીં બંધાવેલ પારસી અગિયારી, આંખના દર્દીઓનો વૉર્ડ, પારસી વૉર્ડ, મૅટરનિટી વૉર્ડ, પારસી મૅિટરનિટી વોર્ડ, નવરોજી ડિસ્પેન્સરી, પારસી જિમખાના, નવરોજી હોલ વગેરે પણ એમનાં ચિરંતન સ્મારક છે. સરકાર તરફથી તેમને ‘ખાન બહાદુર'નો ખિતાબ ૧૮૮૮ માં મળ્યો હતો. એમનાં પત્ની બચુબાઈએ ૧૮૮૮ માં અમદાવાદમાં ગુજરાત લેડીઝ ક્લબ' સ્થાપી હતી. એ ૧૮૯૧માં અવસાન પામેલાં, તે પછી નવરોજીએ પત્નીના પુણ્યઅર્થે આ ધર્મશાળા બંધાવી હતી, આગળ જતાં ૧૯૧૭ માં નવરોજીને સરકાર તરફથી “સરનો ઇલકાબ મળ્યો હતો. નવરોજી ૧૮૪૦ માં જન્મ્યા હતા ને ૮૫ વર્ષની વયે ૧૯૨૬ માં મૃત્યુ પામ્યા હતા. પાઠ ૧. શ્રી પાક દાદાર હોરમજદની મદદ હોજો ૨. મુલ ધરમશાલા રેલમાં પડી ગયાથી આએ ૩. નવી ધરમશાલા જરથોસ્તી મુસાફરોને ઉતરવાને સારૂ અતરેના રેહેનાર ૪. ખાન બહાદુર નવરોજી પેશતનજી વકીલે પોતાનાં ખરચે પોતાનાં વાહાલા ૫. ધણીઆણી બાઈ બચુબાઈના પુનને માટે બંધાવી અમદાવાદની જરથોસ્તી ૬. અનજુમનને સ્વાધીન કરી છે. આ ધરમશાલા બાંધતા ખરચ રૂ. ૨૫,૫૦૦ થયા છે ૭. તથા મરામત અને ચાલુ ખરચ સારૂ રૂ. ૧૦,૦૦૦ ખાન બહાદુર નવરોજી ૮. પેશતનજી વકીલો રોકડા અમદાવાદની પારસી પંચાયતને સ્વાધીન કર્યા છે. ૯. એવી સરતથી કે તે રૂપીઆનું વ્યાજ મરામત તથા ચાલુ ખરચ સીવાય બીજા કોઈ ૧૦. પણ કામમાં લે નહી તેમજ મુદલ રૂપીઆમાંથી કોઈપણ દીવસ કઈ વાપરે નહી ૧૧.સંવત ૧૯૪૯ના વૈશાખ સુદી ૧૨ને વાર ગરે ૧૨. તા. ૨૭મી એપરેલ ૧૮૯૩ ૧૩. રોજ ગોસ માહા આવાં સને ૧૨૬૨ યજદજ(ગ)રદી. ઓમ, ગુજરાતમાં પારસીઓનો વસવાટ બહુ લાંબા સમયથી હતો. તે સાથે તેમનો ધર્મ, ધાર્મિક ઇમારતો, શિલાલેખો વગેરે પણ અહીં સ્થપાયા. જે ગુજરાતના ધર્મ-સંપ્રદાયો તેમજ ઇમારતી સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૪ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy