SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્ત્વ-જગતના તારલાઓ ડૉ. આર. ટી. સાવલિયા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જાણવાનાં વિવિધ સાધનોમાં સાહિત્યિક અને પુરાવશેષીય પુરાવાઓ મહત્ત્વના ગણાય છે. એમાં પણ ઇતિહાસના ખૂટતા અંકોડા જોડવામાં પુરાવસ્તુ-સામગ્રી ઘણી જ ઉપયોગી નીવડે છે. આ સામગ્રીના ઊંડા અભ્યાસી અને વૈજ્ઞાનિક પદ્ધતિએ મૂલ્યાંકન અને સંશોધન કરનાર પુરાતત્ત્વવિદ' કહેવાય છે. પુરાતત્ત્વનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં પ્રાચીન વસાહતીઓની સંસ્કૃતિના અભ્યાસી અને વેજ્ઞાનિક પદ્ધતિથી તારણ કાઢી જાણનાર જ આ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. શોધખોળની દૃષ્ટિ અને ભારે પરિશ્રમ અને રઝળપાટની વૃત્તિ ધરાવનારી તેમજ નિષ્પક્ષ સંશોધનાત્મક અભિગમવાળી વ્યક્તિઓ જ આ ક્ષેત્રમાં સફળતા હાસલ કરે છે. પુરાવશેષીય સામગ્રી અંતર્ગત-ઉખનન, તેની પદ્ધતિ, સ્તર પ્રમાણે કાલનિર્ણય. વસાહત અને વસાહતીઓના ઇતિહાસ-સંસ્કૃતિ જ્ઞાન, તથા અન્ય ઉપલબ્ધ આનુષંગિક સામગ્રી શિલ્પ-સ્થાપત્ય, અભિલેખ, સિક્કાઓ વગેરેનું જ્ઞાન પણ આવશ્યક મનાય છે. આ પ્રકારના અભ્યાસવાળા કેટલાક મહાનુભાવો ભારત અને ગુજરાતમાં પુરાતત્ત્વક્ષેત્રે કરેલી કામગીરીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા હતા. ડૉ. હીરાનંદ શાસ્ત્રી : ડૉ. હીરાનંદ શાસ્ત્રી ભારત સરકારના પ્રાચીન લેખાધિકારી (Government Epigraphist) તરીકે કામગીરી કરતા હતા. આ જગાથી નિવૃત્ત થયા પછી ૧૯૩૪ માં તેઓ વડોદરા રાજયના પુરાતત્ત્વ ખાતાના સંચાલક તરીકે સંશોધન કાર્યમાં જોડાયા. ૧૯૩૩માં વડોદરામાં અખિલ હિંદ પ્રાચ્ય પરિષદના સાતમા અધિવેશન પ્રસંગે શ્રી સયાજીરાવ ગાયકવાડને વડોદરા રાજયમાં સંશોધનની પ્રગતિ માટે પ્રેરણા થયેલી, તેના પરિણામે વડોદરા રાજયે ૧૯૩૪માં નવેમ્બરથી પુરાતત્ત્વ ખાતું ખોલ્યું હતું. પુરાતત્ત્વખાતાના સંચાલક તરીકે ડૉ હીરાનંદ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા રાજ્યમાં પ્રાચીન સ્થળોનો પ્રવાસ કરતા તેમજ મૂર્તિ, સ્થાપત્ય, ઉત્કીર્ણ લેખો અને સિક્કાઓનું નિરીક્ષણ-સંરક્ષણ પણ કરતા. પરંતુ તેમની સંશોધનવૃત્તિ ખાસ ખોદકામમાં કેન્દ્રિત હતી. વડોદરા રાજ્યમાં એમણે ચાર સ્થળોએ ખોદકામ કરાવીને ત્યાંના ભૂગર્ભમાં રહેલા પુરાતન અવશેષોને પ્રકાશમાં લાવવા પ્રયાસ કર્યો હતો. ઉત્નનનના આ પ્રયોગનો આરંભ એમણે ૧૯૪૫માં અમરેલીના ગોહિલવાડ ટીંબામાં કર્યો. જ્યાંથી ૧૯૪૫ માં વલભીના રાજા ખરગ્રહ ૧લાનું (વલભી) સંવત ૨૯૭ નું તામ્રપત્ર મળી આવ્યું હતું. અહીંથી ઉત્પનન દરમ્યાન વાસણો, પૂતળીઓ, બંગડીઓ, ઈટો વગેરે ઉપરાંત ક્ષત્રપો અને ગુણોના ઘણા સિક્કાઓ પણ મળ્યા છે. એમણે ઉખનનનું બીજું સ્થળ કોડીનાર નજીકનું મૂળ દ્વારકા પસંદ કર્યું હતું. ભાગવતમાં આવતી હકીકતને આધારે તેઓ માનતા કે દ્વારકા મંદિર સિવાય બાકીની દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલી તે આ મૂળ દ્વારકાની જગા હોવી જોઈએ. ૧૯૩૫-૩માં ત્યાં એમને થોડી ઇમારતો અને હનુમાનની એક પ્રાચીન પ્રતિમા મળી હતી. આ વર્ષે એમણે નવસારી પ્રાંતના કામરેજમાં પણ ઉત્પનન કરાવ્યું. ત્યાં એમને પ્રાચીન કાર્દાપણ ઘણી સંખ્યામાં મળ્યા. બીજે વર્ષે ૧૯૩૬-૩૭માં એમણે પાટણમાં સિદ્ધરાજ સોલંકીના સમયના સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ શરૂ કરાવ્યું. ત્યાં ૨૫ ફૂટ જેટલી ઊંડાઈએ પ્રાચીન તળાવના ઘાટનાં પગથિયાં અને દેવાલયોના સ્તંભો મળી આવ્યા. સહસ્રલિંગ તળાવનું ઉત્પનન એ એમના સંશોધનની કલગી રૂપ હતું. * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૦ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy