________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરાંત એમને ગ્રંથસ્થ સંશોધનમાં પણ ઊંડો રસ હતો. ગાયકવાડ પુરાતત્ત્વ ગ્રંથમાળાનાં સચિત્ર પુસ્તકોમાં ‘વિકસિત ભારતીય ચિત્રકળા’, ‘ગિરનાર પરનો અશોકનો ખડકી, પ્રતાપસિંહ મહારાજ રાજ્યાભિષેક ગ્રંથમાળાનાં પ્રાચીન વિજ્ઞપ્તિપત્રો અને The Ruins of Dabhoi (૧૯૪૦) એ એમની કૃતિઓ છે, જે એમના જ્ઞાનરસનાં વિવિધ ક્ષેત્રો સૂચવે છે.
૧૯૪૦-૪૧માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અનુસ્નાતક-સંશોધન વિભાગના આશ્રયે એમણે અમદાવાદમાં જે વ્યાખ્યાનમાળા આપી હતી, તેમાં એમણે હિંદના અને વિશેષતઃ ગુજરાત-કાઠિયાવાડના પુરાતત્ત્વ તેમજ સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કર્યું હતું. આ વ્યાખ્યાનો “પુરાતત્ત્વ અને પ્રાચીન ભારતીય ઇતિહાસ”ના નામ વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કર્યા છે. ડૉ. હીરાનંદની વિદ્વત્તાની કદર રૂપે તેઓને અર્પલી ઉપાધિ પ્રમાણે ખરેખર તેઓ જ્ઞાનરત્ન' હતા. તેઓનું ઑગસ્ટ, ૧૯૪૬માં અવસાન થયું. શ્રીકાશીનાથ નારાયણ દીક્ષિત (ઈ.સ. ૧૮૮૯-૧૯૪૬) :
કાશીનાથનો જન્મ ૨૧ ઑક્ટોબર, ૧૮૮૯માં મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં થયો હતો. પંઢરપુરમાં પ્રાથમિક અને સાંગલીમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ. (સંસ્કૃત)ની પરીક્ષા ગુણવત્તા સહિત પસાર કરી પારિતોષિક મેળવ્યા. ૧૯૧૨માં પુરાતત્ત્વ ખાતામાં જોડાઈને મુંબઈ અને લખનૌ સંગ્રહાલયોના
ક્યુરેટર તરીકે પ્રશંસનીય સેવા બજાવી. ૧૯૨૦માં આર્કિયોલોજીકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિમાયા બાદ મોહે-જો-દડો તથા પહાડપુરના ઉત્પનનમાં જોડાયા.
૧૯૨૨માં સિંધમાં મોહેં-જો-દડોની પુરાતન સંસ્કૃતિની શોધ થઈ, ત્યારે દીક્ષિત પણ તે અમૂલ્ય સંશોધન કાર્યમાં જોડાયા. ૧૯૨૪-૨૫ની મોસમનું ઉખનન કાર્ય એમના સંચાલન મુજબ થયું હતું. સર જોન માર્શલ અને મેકેના નેતૃત્વકાળ દરમ્યાન પણ શ્રી દીક્ષિતે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. દરમ્યાન એમને બિહાર અને બંગાળમાં ઉત્પનન માટે જવાનું થયું ત્યાંથી તેઓ આસામમાં પણ સંશોધનાર્થે ગયેલા. ૧૯૩૭માં ભારત સરકારે એમની પ્રતિભાની કદર કરી એમની ડિરેક્ટર જનરલ ઓ આર્કિયોલોજીના હોદા નિમણૂક થઈ.
આર્કિયોલોજીકલ સર્વે ઓવ ઇન્ડિયાનો હેવાલ, પહાડપુરના ખોદકામને લગતું તેમનું સંશોધન અને ‘મોહબાની છ શિલ્પકૃતિઓ ઉપરાંત તેમણે “ઓપિગ્રાફિયા ઇંડિકા'માં અનેક શિલાલેખોનું સંપાદન પ્રગટ કર્યું. ૧૯૩૨માં તેમણે સરકારી લિપિશાસ્ત્રી તરીકે ફરજ બજાવી. પુરાતત્ત્વની વિવિધ શાખાઓ- લિપિ, અભિલેખ તથા સિક્કાશાસ્ત્રના તેઓ પ્રકાંડ પંડિત હતા. પશ્ચિમના દેશોનાં ઐતિહાસિક સંગ્રહાલયો અને ઉત્પનન કાર્યોના વિશેષ અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, યુરોપના દેશો અને મેસોપોટેમિયાનો પ્રવાસ કર્યો. તેમણે ન્યુમિમેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે વરસો સુધી ફરજ બજાવી. સિક્કાશાસ્ત્રને લગતા અનેક લેખો તેમણે પ્રગટ કર્યા છે. સંગ્રહાલયોના અખિલ ભારતીય સંઘની તેમણે સ્થાપના કરી અને તેના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું.
શ્રી દીક્ષિતના પુરાતત્ત્વના ખાતાના સંચાલનકાળ દરમ્યાન તેમજ તે પછી નિવૃત્તિકાળમાં પણ તેમણે ગુજરાતમાં કરેલા સંશોધન પરના માર્ગદર્શન માટે ગુજરાત હંમેશા એમનું ઋણી રહેશે. ૧૯૪૧માં એમણે પૂના, મુંબઈ, અમદાવાદ અને વડોદરાની સંસ્થાઓની મદદથી ડૉ. હસમુખ સાંકળિયાના નેતૃત્વ હેઠળ ત્રણ વર્ષ સુધી સાબરમતી નદીના તટના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વ સંશોધનનું કાર્ય કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ સાબરમતીની ખીણમાં પ્રાગૈતિહાસિક યુગના માનવનાં ઓજારો તથા અવશેષો ઉત્પનન દ્વારા શોધવામાં આવ્યા. ૧૯૪૫માં કોલ્હાપુરમાંના બ્રહ્મપુરી ઉખનન કાર્યમાં તેમણે માર્ગદર્શન પૂરું પાડેલું.
તેમની ઇતિહાસવિષયક સેવાઓની કદર કરીને ૧૯૩૪માં ઇંડિયન હિસ્ટરી કોંગ્રેસના અલીગઢમાં મળેલા અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. મદ્રાસ યુનિવર્સિટીમાં ૧૯૩૫માં તેમણે આપેલાં વિદ્વત્તાપૂર્ણ
પથિક - વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૧
For Private and Personal Use Only